________________
શારદા સાગર
૫૩૫
ગામના પાદરમાં આવીને ધૂણી ધખાવીને ઉગ્ર તપ કરતા હતા. ને ધ્યાન ધરતા હતા. તેના ઉગ્ર તપ અને ધ્યાનથી લેકે ઉપર ખૂબ પ્રભાવ પડસે. ને લોકોના ટોળેટેળા તેમના દર્શન કરવા માટે આવતા હતા. અને કઈ પૈસા તે કઈ મીઠાઈ ના થાળ તે કઈ અનાજ તેમના ચરણે ધરતા હતા. આખા ગામમાં તેમની ખૂબ પ્રશંસા થવા લાગી. મહંતની પ્રશંસા સાંભળીને રાજા પણ દર્શન કરવા માટે આવ્યા. રાજાએ મહંતના દર્શન કર્યા ને તેમને ઉપદેશ સાંભળે. જાને ખૂબ આનંદ થયે. રાજાએ મહંતને ભેજન માટે રાજમહેલમાં પધારવા માટે આમંત્રણ આપ્યું. બીજે દિવસે પારણું આવતું હતું એટલે તે તપસ્વી મહંતે રાજાની વિનંતીને પ્રેમપૂર્વક સ્વીકાર કર્યો. તે રાજમહેલમાં ભેજન કરવા માટે ગયા. રાજાએ પણ એ મહા તપસ્વી મહંતને સત્કાર કર્યો.
રાજા તે પવિત્ર હતા. પિતાને ત્યાં આવા તપસ્વી જેગીના પગલા થયા તેથી તેના દિલમાં અનેરો આનંદ હતે. જાતજાતના પકવાન બનાવ્યા છે. ભોજનનો સમય થતાં થાળીઓ પીરસાઈ ગઈ. રાજા અને જેગી બંને જમવા માટે બેઠા. આ રાજાને એકની એક કુંવરી હતી. તે રૂપમાં ખૂબ સૌંદર્યવાન અપ્સરા જેવી હતી. તે પીરસવા માટે આવી. તેનું રૂપ જોઈને જેગી મુગ્ધ બની ગયે. અહો! આ તે કઈ મનુષાણ છે કે સાક્ષાત દેવી છે? કુંવરીને જોતાં યોગીનું મન ચકડોળે ચઢયું. ઉપરથી વેશધારી સંન્યાસી હતો પણ એને આત્મા ઉજજવળ ન હતો. કુંવરીનું સૌંદર્ય જોઈને તેનું મન ચલાયમાન થઈ ગયું. જ્યારે હદયમાં વિષય વાસનાનું વિષ ફેલાય છે ત્યારે જ્ઞાન અને ધ્યાનની વાતે વિસ્મૃત થઈ જાય છે. તેને પોતાના સ્ટેજનું પણ ભાન રહેતું નથી. કહ્યું છે કે
રૂપ ભુલાવે ભાનને, સુસ્વર મઠન વિકાર,
કામ ભુલાવે સ્થાનને, સંસારી કે અણગાર. માયાવી જેગીની કાયામાં કામ રાક્ષસે પ્રવેશ કર્યો. ભેજન પણ તેને ભાવ્યું નહિ. બસ, તેને ચિત્તમાં એવી ચાટ લાગી કે કોઈપણ પ્રકારે આ રાજકુંવરીને હું પ્રાપ્ત કરું. ખાધું ન ખાધું ને જેગી ઊભું થઈ ગયું. ને દિવાનખાનામાં જઈને બેઠે. જગીના મુખ ઉપર ઉદાસીનતા છવાઈ ગઈ હતી. રાજાએ પૂછયું, મહાત્માજી! આપ મારે ઘેર જમવા માટે પધાર્યા ત્યારે આપના મુખ ઉપર આનંદ હતો પણ જમવા બેઠા ન બેઠા ને આપનું મુખ ઉદાસ થઈ ગયું છે. મન અપ્રસન્ન દેખાય છે. તે શું મારી ભકિતમાં કાંઈ ખામી રહી ગઈ છે કે આપની તબિયત બરાબર નથી? જે હોય તે મને ખુશીથી કહે. જેથી એને ઉપાય કરી શકાય. રાજાની ભક્તિ-ભાવના અને પ્રેમ જોઈને જેગીએ વિચાર કર્યો. અત્યારે કહેવા લાગ સારો છે. એવો કઈ કીમિયે કરું તે મારા મનોરથે કદાચ સફળ થાય.