SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૧૨૯ કરી આપણે અત્રે શું કરશું તેને પણ વિચાર કરી રાખે છે. વનમાં આપણે નીચેના કાર્યક્રમ પ્રમાણે કરવાનું છે. માતા-પિતા ભાઈ કે દેશ નહીં દેવંગી, હમ અપને હી સ્વરૂપ આપ કે વિચારંગી તત્વ કી ગુફામેં બૈઠ મેહ કી ભ્રમણું મેટ, - સત્યવ્રત સે તી પ્રેમ કયા દિલ લાગી. જીવન સતાવેંગી સ્નેય હટાવૃંગી, બ્રહ્મચર્ય વ્રત ધાર મમતા કે મારંગી પ્રભુ સે તી પ્રીતિ જેડ જગત સે નાતા તેડ, આનંદ બતાવેંગી પરમ સુખ પાયેંગી. દુનિયા દુરગી જાન ઈસમેં ન ધ્યાન, - મનકી બમણુ ત્યાગ આત્મા કે તારેંગી અંજના કહે છે, કે હે સખી! વનમાં રહેવું તે લેકને ગમતું નથી કે જે લેકે પાસે વનમાં કરવા યોગ્ય કાર્યક્રમ નથી હોતું. મારી પાસે તે વનમાં કરવા યોગ્ય કાર્યક્રમ છે. સંસાર તે મારે તિરસ્કાર કરે છે પણ વન મારે આદર- સત્કાર કરે છે. સંસારના અજ્ઞાન ઉપર વિચાર કરતાં મને હસવું આવે છે. લેકે તે મને કલંકિત માને છે પણ આ વન મને કલંકિત માનતું નથી. એટલા માટે હું વનના આશ્રયે રહીને આત્માનું ચિંતન-મનન કરીશ. વનમાં રહેવાને મને મહા મુશ્કેલીઓ આ સુઅવસર પ્રાપ્ત થયેલ છે એટલા માટે, મારા માટે તે આ દુઃખને સમય પણ આનંદદાયક છે. પ્રત્યેક સમયે જે દુઃખ માનવામાં આવે તો બધે સમય દુઃખમય બની જાય છે અને સુખ માનવામાં આવે તે બધા સમય સુખમય બની જાય છે. સુખ કે દુઃખને કર્તા આ આત્મા છે. જે આત્મા દુઃખને સુખ માને તે દુઃખ મણ સુખમાં પરિણત થઈ જાય છે. જે લોકો સુખ કે દુઃખને કત બીજે કઈ છે એમ માને છે તે લેકની આ માન્યતાનું કારણ તેમની કુબુદ્ધિ છે. મારામાં એવી કુબુદ્ધિ નથી એટલા માટે હું દુઃખના સમયને પણ આનંદને સમય માનું છું અને સાથે સાથે હું એ પણ ચાહું છું કે પદાર્થોનું પૃથકકરણ કરતાં કરતાં આત્મતત્વને જાણું લઉં. આ મારા આત્માને દોષ છે કે હું પતિ, સાસુસસરા, માતા-પિતા તથા ભાઈ-ભાભીઓને અપ્રિય લાગી. હવે હું આ વનમાં રહી આત્માના એ દેષને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. હું તત્વની ગુફામાં બેસીને મેહને ભમ દૂર કરીશ અને આત્મસ્વરૂપનું ધ્યાન ધરીશ. માતા-પિતા વગેરે કુટુંબીજનેએ મને આત્મસ્વરૂપ વિષે ચિંતન કરવાને સુઅવસર આપે છે તે માટે હું તેમને મહાન ઉપકાર માનું છું. હું તસ્વ-વિચાર કરીને બધાં છ ઉપર દયા–ભાવના કેળવીશ અને કઈ પણ જીવને
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy