SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર વસ્થાને ! આ રીતે શરીર પરથી પણ આસકિત ભાવ ઊઠી જવાથી અનાસંગ ચગે મુનિ કેવળજ્ઞાન પામી મેક્ષે ગયા. સાંભળો, આવા આત્માઓને આવા કષ્ટ પડવા છતાં તેઓએ પિતાના દુઃખને ના જોયા પણ બીજા છ ઉપર ભારે કરૂણા આણું તેના પ્રતાપે મોક્ષગામી બન્યા. આનું નામ આત્માની ઓળખાણને તે જ આત્મ ખજાનો છે. આજે આપણે આત્મખજાના ઉપર ઘણું વિચાર્યું છે. તેમજ અનંત સિદ્ધોને નમસ્કાર રૂપ મંગલા ચરણ કરેલ છે. સિદ્ધ ભગવંત મંગલ સ્વરૂપ છે. મંગલ એટલે પાપરૂપી મળને ગાળવા. જે પાપ પાપ ગાળે તે મંગલ છે. હજુ આ ભાવ વધુ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૩ વિષય :-“સાચે નિગ્રંથ કોણ?' અષાઢ વદ ૪ને શનિવાર વિશ્વવંદ પરમકૃપાળુ દેવે ભવ્ય જીવોના હિત-સુખ અને કલ્યાણ અર્થે સિદ્ધાંત પ્રરૂપ્યા. એ સિદ્ધાંતને આગમ પણ કહેવામાં આવે છે. એ આગમના વચનનું ભૂતકાળમાં શ્રવણ-ચિંતન અને મનન કરી જી આત્મકલ્યાણ કરી ગયા છે. વર્તમાનકાળમાં છે વીતરાગ પ્રભુની વાણુ સાંભળી, અંતરમાં ઉતારી આત્માને ત્યાગમાં જેડી આત્મકલ્યાણ કરી રહ્યા છે. અને ભવિષ્યમાં શ્રવણ, ચિંતન અને મનન દ્વારા ત્યાગ માર્ગમાં જોડાશે તે આત્મકલ્યાણ થશે. અનંતકાળથી આપણા આત્માએ આત્મકલ્યાણ કરવાને ઉપાય શું નથી. અને તેને માટે કંઈ પ્રયત્ન કર્યા નથી. તેથી જન્મ-મરણની વેદનાએ સહન કરે છે. જયારે પિતાના પૂર્વકૃત કર્મોના કારણે દુઃખ આવે છે ત્યારે સુરે છે પણ આ દુઃખ મને ક્યાંથી આવ્યું તેની જાણકારી હોય તો તે જીવ પ્રતિકુળતામાં પણ અનુકૂળતા માનીને દુઃખમાંથી સુખ શોધે. ઉત્તરાધ્યયન સૂવના વીસમા અધ્યયનમાં અલૌકિક ભાવ ભરેલા છે. તેમાં તિર્મય બે પાત્રોને અધિકાર આવશે. એક બાજુ સમ્રાટ અને બીજી બાજુ સાધક. જૈનશાસનમાં ભાવ સમ્રાટ અનાથી નિગ્રંથ. આપણી મુરઝાઈ ગયેલી ચેતનાને પ્રપુલિત બનાવવાનું અજોડ નિમિત્ત છે એ વાત આ અધ્યયનમાં છે. તેની પ્રથમ ગાથા મંગલ સ્વરૂપ છે. “સિદ્ધા ને કિજા, સંજયા જ માવો ” અનંત સિદ્ધ ભગવતેને નમસ્કાર કરી સુધર્મા સ્વામી પિતાના પ્યારા શિષ્ય જંબુસ્વામીને કહે છે હે શિષ્ય! મેં જે ભગવાન પાસેથી સાંભળી છે તે દ્રવ્ય-ગુણ પર્યાયની વાત હું તારી પાસે કરીશ. જેનું જીવન તપ ત્યાગ અને સંયમમાં રત છે તેને તેવી વાતેમાં આનંદ આવે છે. બ્રેક વિનાની કાર,
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy