________________
૫૧૨
શારદા સાગર
તે જાગો. જ્યાં સુધી પ્રમાદમાં પડયા રહેશે? જ્યાં સુધી દેનું ઉન્મેલન ન થાય અને ગુણનું પ્રગટીકરણ ન થાય ત્યાં સુધી જ્ઞાની કહે છે કે તું પ્રમાદમાં પડેલ છે. જ્ઞાની પુરુષે તમને ભેરી વગાડીને જાગૃત કરે છે કે આ મેંઘે મનુષ્યભવ શું વિષયના રંગમાં રંગાવા માટે કે માજશેખ કરવા માટે છે? “ના”- તે મોહનિદ્રામાં સૂતા હો તે હવે બેઠા થઈ જાવ. બેઠેલા હો તો ઊભા થઈ જાવ ને ઊભા હો તે ચાલવા માંડે. કે માતાને દીકરે સવાર પડવા છતાં પણ જે નિરાંતે સોડ તાણીને ઘસઘસાટ ઊંઘતે હેય તે તેની માતા તેને ઢઢેબીને જગાડે છે કે બેટા! આ નળિયા સેનાના થઈ ગયા. હવે તે ઊઠ, ત્યારે છોકરો કહે કે બહુ મીઠી નિંદર આવે છે, થોડી વાર ઊંધી લેવા દે. તેમ સદ્ગુરુઓ પણ મેહ નિદ્રામાં પડેલા ને ઢાળીને જગાડે છે કે હે ભવ્ય છે! હવે તે જાગે. ધર્મારાધના કરવા તત્પર બને. ત્યારે એ કહે છે, કે મહારાજ! હજુ તે અમારે સંસારમાં ઘણાં કામ કરવાના બાકી છે પછી નિરાંતે ધર્મારાધના કરીશું.
દેવાનુપ્રિયે! જરા વિચાર કરે. આયુષ્યને બંધ કયારે પડશે તેની શું તમને ખબર છે? આયુષ્યને બંધ પડયા પછી બદલાય તેમ નથી. હમણાં આપણે કહી ગયા ને કે શ્રેણીક રાજા સમકિત પામ્યા તે પહેલા આયુષ્યને બંધ પડી ગયું હતું. આયુષ્યના ત્રીજા ભાગે, નવમે ભાગે, સત્તાવીસમા ભાગે, એક્યાસીમે ભાગે, બસ તેંતાલીસમે ભાગે, અને એટલામાં પણ જે ન પડે તે છેવટે એક અંત મુહૂર્ત આયુષ્ય બાકી રહે ત્યારે આયુષ્યને બંધ પડે છે. નિકાચીત આયુષ્યવાળાને ત્રીજે ભાગે અને નારકી તથા દેને આયુષ્ય આડા છે માસ બાકી રહે ત્યારે પૂર્વભવનું આયુષ્ય બંધાય છે. આપણે બંધ કયારે પડશે તેની ખબર નથી. માટે જીવનની પ્રત્યેક પળે આપણે સાવધાની રાખવી જોઈએ.
અનાથી મુનિ શ્રેણીક રાજાને કહે છે કે રાજન! તમે એમ માનતા છે કે દવાથી દઈને નાશ કરી શકાય છે. તે તે વાત પણ બરાબર નથી. મારે રોગ મટાડવા માટે કણ કણ આવ્યા હતા, તે સાંભળે.
उवट्टिया मे आयारिया, विज्जामन्त तिगिच्छगा। अवीया सत्थकुसला, मन्तभूल विसारिया ॥
ઉ. સુ. અ. ૨૦, ગાથા ૨૨ હે રાજન! અતિ પુરાણી એવી કૌશંબી નગરીમાં તેના પણ આચાર્યો વસતા હતા. તે વૈવાચાર્ય મંત્રવિદ્યામાં પણ નિપુણ હતા. અને જડીબુટ્ટી વડે ઔષધ કરવામાં પણ કુશળ હતા. એમનો અનુભવ એટલો બધે હતું કે રેગીનું મુખ જોઈને રોગનું નિદાન
કરી લે. અને એક વાર મંત્ર બોલવાથી કે દવા આપવાથી રોગ મટાડી દે-એવા નિષ્ણાત - વેદના આચાર્યો, હકીમો ને ડકટર બધાને ભારેમાં ભારે કી આપીને મારા પિતાજીએ