SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૮ શારદા સાગર સાંધે તોડીને જોયું તે એમાં ઝવેરાત છે. આ રીતે મારી બહેન જેતી હતી ત્યાં મારી માતા આવી પહોંચીને આ જોઈ ગઈ. માતા કહે દીકરી! તું તે પિયર આવેલી છે. આ વાંસળી તારી નહિ પણ મારી છે. મા-દીકરી સામાસામા બલવા લાગ્યા. છેવટે ધનના લોભથી પ્રેરાઈને મારી બહેને પાસે પડેલું સાંબેલું મારી માતાને માર્યું. તે મર્મસ્થાનમાં વાગવાથી મારી માતા ધરતી પર પડી જતાં મૃત્યુને શરણ થઈ ગઈ. આ સમયે અમે બંને ભાઈઓ ઘરમાં દાખલ થયા. એટલે બહેન ગભરાઈ ગઈ. તે એકદમ ઊભી થવા ગઈ ત્યાં ખોળામાંથી ઝવેરાત ભરેલી વાંસળી નીચે પડી ગઈ. એક બાજુ મૃત્યુ પામેલી માતાનું શબ પડ્યું છે. આ જોઈને વિચાર થયે કે અહે! આ તો આપણી બુદ્ધિ બગાડનારી વાંસળી છે. ને અહીં કયાંથી આવી? અહો વાંસળી ! તેં તો કેવા કાળા કામ કરાવ્યા? બે ભાઈને મરાવવા માટે તૈયાર થઈ. તેથી દરિયામાં ફેંકી અને તે ઘરમાં આવી તે મા દીકરીના સગપણુ પણ તેડાવ્યા. આ દશ્ય જોઈને મને સંસાર પ્રત્યે વૈરાગ્ય આવ્યું. આ સંસાર વિષમ દુઃખમય છે. અર્થ સર્વ અનર્થોનું મૂળ છે. એમ સમજીને અમે ગુરૂદેવની પાસે દીક્ષા લીધી. અત્યારે ઉપાશ્રયમાં દાખલ થતાં બહેન માતાને સાંબેલું મારે છે તે દશ્ય નજર સામે આવી ગયું તેથી ભયમ એમ બોલાઈ ગયું. અભયના મનમાં થયું રે ધન! તે કેટલો અનર્થ કર્યો? આ સંસારમાં કોના સગપણને કોની માયા! આ સબંધ બધા રાખવા જેવા છે કે છેડવા જેવા છે? અભયકુમારમાં નામ તેવા ગુણ હતા. છેવટે તેમણે પણ અભયસ્થાનને મેળવવા માટે સંયમ લીધે ને પિતાનું નામ સાર્થક કર્યું. આજે નામ તો ઘણું સરસ શાંતિલાલ હોય, નાણાવટી અટક હોય પણ તેમાં શાંતિને કે નાણાંના કયારે ય દર્શન થતા ન હોય ! બંધુઓ ! આપે સાંભળ્યું ને કે પરિગ્રહ કેટલો અનર્થકારી છે? આ મહરાજાએ મોકલેલ મેમ્બર છે. જ્યારે આત્મા મોહરાજાના કુટુંબ-પરિવારને છડી ધર્મ રાજાના પરિવારમાં ભળી જશે, તેને સંગ કરશે ત્યારે આ મહરાજાને મેઅર “પરિગ્રહ તેને સતાવી શકશે નહિ. માટે મહરાજાના પરિવારથી દૂર થવાની જરૂર છે. જેણે મહરાજાને પરિવાર છોડીને ધર્મરાજાને પરિવાર ગ્રહણ કર્યો છે એવા અનાથી નિર્ચન્થ સાચી અનાથતાનું સુંદર સ્વરૂપ શ્રેણીક રાજાને સમજાવી રહ્યા છે. મહાન પુરુષોની વાતે પણ મહાન ને આત્માની ઉન્નતિ કરાવનારી હોય છે. જ્ઞાની કરે એવી વાત, સંસારને મારે લાત, ઘનઘાતીની કરે ઘાત, આત્મ બને ઉન્નત. જ્ઞાની પુરૂષની વાતો એટલી ભાવભરી ને આત્મદર્શન કરાવનારી હોય છે કે કંઈક છે તે સાંભળીને સંસારને લાત મારીને સંયમ માર્ગે પ્રયાણ કરે છે. તે માર્ગે પ્રયાણ કર્યા પછી જે આત્માને પુરૂષાર્થ ઉપડે તે ધનહાતી કર્મોની ઘાત કરે તે વન
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy