SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર અભયકુમાર રેજ સંતના દર્શન કરે. આઠમ-પાખી પૌષધ કરે. એક દિવસ અભયકુમાર રાત્રે પિષધ લઈને બેઠા હતા. બધા મુનિઓની સાથે સ્વાધ્યાય, ધ્યાન, ચિંતન કરતા ૧૨ વાગ્યા. પછી બધા મુનિઓ સૂઈ ગયા. પણ અભયકુમારે મુનિઓ પાસેથી જે જ્ઞાન મેળવ્યું હતું તેનું મંથન કરવા લાગ્યા. એમ કરતાં બે અઢી વાગ્યા. ત્યાં બીજી બાજુ ઉપાશ્રયમાં બારણની દિશામાંથી “ભયં' એ અવાજ આવ્યો. અભયકુમાર ઊઠીને બારણુ પાસે ગયા. ત્યાં એક મુનિને જોયા. પછી મુનિને ખૂબ વિનયપૂર્વક વિનમ્ર ભાષામાં પૂછયું. ' અહ હે ગુરુદેવ! આપ તે ભયનો ત્યાગ કરીને નિર્ભય બનીને નીકળ્યા છે. તે આપ ભય શબ્દ કેમ બોલ્યા ? શું અહીંયા કેઈ ભય છે? મુનિ કહે-ના ભાઈ, ભય નથી. તો હે પૂજ્ય ! આપ શારીરિક ક્રિયાને કારણે ધર્મસ્થાનકથી બહાર જઈને આ ત્યારે ઉપાશ્રયમાં પ્રવેશતા તે નિસિહી નિસિહી શબ્દ બોલવાનો હોય છે તેના બદલે આપ ભય કેમ બોલ્યા? મુનિ કહે-હે મંત્રીશ્વર! અહીંયા કેઈ ભય નથી. આ સ્થાન નિર્ભયતાનું છે. પરંતુ અચાનક “ભય” શબ્દ મારા મુખમાંથી નીકળી પડે. અહીં ભય શાનો ? પરંતુ મારા પૂર્વાવસ્થાના જીવનની એક ઘટના મારા મનમાં આવી ગઈ ને મારાથી “ભય’ શબ્દ જે બેલાઈ ગયે. અભયકુમારે ખૂબ વિનયપૂર્વક નમ્રતાથી મુનિને કહે છે. આપના જીવનમાં એવી કેવી ઘટના બની હતી કે આજે તે દશ્ય નજર સામે તરવરતા આપનાથી ભય બેલાઈ જવાયું. એ પૂર્વ જીવનની સત્ય ઘટના મને ન કહે ? મુનિ અને મંત્રી બંને ઉપાશ્રયના એક ભાગમાં જઈને બેઠા. નિરવ શાંતિ છવાયેલી હતી. સાધનાની પવિત્રતા હતી. આત્માની પ્રસન્નતા હતી. મુનિ કહે- હે અભય! મારી ઘટના તું સાંભળ. મારો જન્મ ઉજજૈયિની નગરીમાં થયેલો. અમે બે ભાઈ હતા. અમે નિર્ધન પરિવારમાં જન્મ્યા હતા ને નિર્ધનતામાં મોટા થયા હતા. જ્યારે અમારાથી આ દરિદ્રતાનું દુઃખ સહન ન થયું ત્યારે બંને ભાઈ દેશ છોડી બહારગામ ગયા. ત્યાં અમારા પુણ્યને સિતારે ચમકો, અમે ખૂબ ધન કમાયા. સુખી થયા. રૂપિયા પાંચ હજાર ભેગા થયા. તે સમયે ધનને આટલો પુગા ન હતા. ત્યારે પાંચ હજાર રૂપિયાવાળા ધનવાન કહેવાતા. મુનિ અભયને કહે છે તે ધનમાંથી અમે રત્ન, મોતી, માણેક આદિ ઝવેરાત ખરીદયું ને તે ઝવેરાતને પિલી વાંસળીમાં ભરી દીધું. લક્ષ્મીએ કરાવેલી કુબુદ્ધિ - તે સમયે વાહન ન હતા. પગપાળા મુસાફરી કરવાની હતી. ઝવેરાતથી ભરેલી વાંસળી ઉપાડીને અમે સ્વદેશ આવતા હતા. વાંસળી વજનદાર હોવાથી અમે બંને ભાઈ વારાફરતી ઉંચતા હતા. પરંતુ જ્યારે મારી પાસે વાંસળી આવી ત્યારે મારા મનમાં ખરાબ-અધમ વિચાર આવ્યું. મારી દષ્ટિ બગડી. જે
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy