SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૪ શારદા સાગર વેદના કેવી હતી તેનું વર્ણન અનાથી મુનિ કહી રહ્યા છે - सत्थं जहा परमतिक्खं, सरीर विवरन्तरं । आविलिज्जा अरि कुध्धो, एवं मे अच्छिक्यणा ॥ ઉત્ત. સૂ. અ. ૨૦, ગાથા ૨૦ રાજન ! જેમ કે કેધાયમાન થયેલો શત્રુ તીક્ષણ ભાલે લઈને આંખમાં ભેંકે ને જે અસહ્ય વેદના થાય તેવી મારી આંખમાં થતી હતી. બંધુઓ ! આંખની વેદના તે જે વેદે તે જાણે છે. આંખમાં એક તણખલું કે બારીક કસ્તર પડયું હોય તે પણ સહન થતું નથી ત્યાં આ વેદનાની વાત કયાં કરવી ! ખાવું-પીવું, હરવું-ફરવું કંઈ ગમે નહિ અને આ દર્દ એવું હતું કે તે કેઈને દેખાય નહિ. કેઈને તાવ આવે, શરદી થાય કે ગડગુમડ થાય તે તેને બીજા દેખી શકે પણ પેટમાં, કાનમાં, માથામાં ને આંખમાં દર્દ થાય કે જોઈ શકતું નથી. તે રીતે હે મહારાજા! મને પણ એવી ગુપ્ત વેદના થવા લાગી કે હું તે બાપલીયા પિકારી ઉઠ, ને મારા જીવનથી કંટાળી ગ. મારા બધાં કુટુંબીજનો મારું દુઃખ જોઈને ત્રાસી ગયા પણ કોઈ દર્દ મટાડી શકયું નહિ. તેથી મને મારું જીવન ઝેર જેવું લાગવા માંડયું. બંધુઓ ! આ સંસાર કે ભયંકર છે કે જેમાં અનેક પ્રકારના દુઃખે જીવને ભોગવવા પડે છે. આટલું સુખ હોવા છતાં અનાથી નિગ્રંથને રોગથી મુક્ત કરવા કઈ સમર્થ બની શકયું? આ ઉપરથી એક વાત જરૂર સમજી લેજે કે સંસારમાં ગમે તેટલું સુખ હોય તો પણ તે અધુવ, અસાર ને અશાશ્વત છે. પણ જીવ જમણાથી એ અશાશ્વત ને અસાર સુખને પણ શાશ્વત ને સારરૂપ માનીને બેસી ગયો છે. પણ યાદ રાખજો કે તમારું માનેલું સુખ ત્રણ કાળમાં ટકવાનું નથી. જે શાશ્વત સુખ મેળવવું હોય તે પ્રમાદ છોડીને પુરૂષાર્થ કરે. જેમ તમે કહે છે ને કે યુવાનીમાં કમર કસીને ધન કમાઈ લે તો ઘડપણમાં વધે નહિ આવે. એક અશાશ્વત ધન કમાવા માટે પણ જો આટલે પુરૂષાર્થ કરે છે તે અમે પણ કહીએ છીએ કે આ અમૂલ્ય માનવ જીવનમાં પણ તમે એવી કમર કસી લે ને આત્મિક ધનની કમાણી કરી લે કે પછી વારંવાર જન્મ-મરણ ને આવા દુખે વેઠવાને સમય ન આવે. એક વખત આત્મા બળવાન બને તે બધી બાજી સવળી પડી જાય તેમ છે. આત્મા તે અનંત શકિતને ધણી છે ને અનંત ગુણોની ખાણ છે. કોઈ માણસ તેના પૂર્વકૃત કર્મના ઉદયથી ભલે પાપી હોય, બીજાને પીડતે હેય ને દુનિયાની દષ્ટિએ પાપી દેખાતો હોય છતાં તેના આત્મામાં ઉડે ઉડે લજજા-દયા, પવિત્રતા આદિ ગુણે ઢાંકેલા પડયા હોય છે ને સમય આવતાં એ ગુણે પ્રગટ થાય છે. એક નાનકડા દષ્ટાંત દ્વારા સમજાવું. રામપુર ગામને રામસિંગ નામને એક બહારવટિયે હતે. તે આજુબાજુમાં ચોરી
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy