________________
૪૮૨
શારદા સાગર
માટે હેય? શેઠની એક આંખમાં ખુમારી સમાઈ શકતી ન હતી ને બીજી આંખમાં ઉદારતાની ખળખળ વહેતી સરિતા રોકી રોકાતી ન હતી. આશ્ચર્યની વાત તે એ છે કે લાખ રૂપિયાની રકમ આપતા શેઠે ન તો ચેક લખી આપ્યો હતો કે ન તે રસીદ લીધી હતી. જીવનના રૂપેરી પડદા ઉપર ઉતરાયેલું આ પણ એક કર્મનું ફિલ્મી ચિત્ર હતું.
રસ્તે ચાલનારને ફિયાટમાં દેડાવનાર અને જેટમાં ઉડાડનાર આ કર્મ છે. ફિયાટમાં દેડનાર કે જેટમાં ઉડનારને અધવચ્ચે બેઈલર ગરમ કરાવી એક સેકન્ડમાં સળગાવી મૂકનાર પણ આ કર્મ છે. કર્મના અઠંગ એ ખેલાડીનું નામ મુંબઈના સટ્ટાબજારમાં ભૂંસાયું નથી. ભૂલાયું નથી. એનું નામ હતું “ગોવિંદરામ સેકસરિયા.”
બંધુઓ ! આ જગતમાં અખંડ અસ્તિત્વ ધરાવનારું કઈ તત્વ હોય છે તે કર્મ છે. તમે સાંભળી ગયા ને કે કર્મ માનવીને કે ખેલાડી બનાવે છે. માટે કર્મ કરતી વખતે ખૂબ સાવધાની રાખે. અનાથી મુનિ શ્રેણીક રાજાને કહે છે અને યુવાનીમાં આ ભયંકર રોગ આવે તે મારા પાપ કર્મનું ફળ હતું. હજુ આગળ શું કહેશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં-૫૬ ભાદરવા સુદ ૧૫ ને શુક્રવાર
તા. ૧૯-૯-૭૫ અનંત ઉપકારી શાસ્ત્રકાર ભગવતે જગતના જીને ફરમાન કરે છે કે હે જીવાત્માઓ! જ્યારે મિથ્યાત્વની મંદતા થાય, અજ્ઞાનના અંધકાર ઉલેચાઈ જાય ત્યારે માનવ સ્વાર્થી મટીને પરમાથી બને છે. પહેલું ગુણઠાણું મિથ્યાત્વનું છે છતાં ત્યાં ઔદાર્ય ગુણ હોય છે ને એ ગુણઠાણે જીવ સમ્યકત્વ પામે છે. સમ્યકત્વ પામેલા મનુષ્યના જીવનમાં વિવેકને દીપક પ્રગટે છે. વિવેક અને ઔદાર્ય બંને ગુણે ભેગા થતાં સોનું અને સુગંધ મળે છે. તમારે ત્યાં કાંઈ સારું કાર્ય થયું હોય ને તેમાં વળી વિશેષ સારું થાય તે કહો છે ને કે આ તે સોનામાં સુગંધ ભળી. તે રીતે અહીં પણ લાભાલાભને-પાત્રા પાત્રને વિવેક સમ્યકત્વ પામ્યા પછી આવે છે.
સમ્યકત્વ પામેલે જીવ બીજાના દુઃખે દુઃખી અને બીજાના સુખે સુખી થાય છે. એને દરેક આત્માઓ પ્રત્યે મૈત્રીભાવ હોય છે. આ પવિત્ર ભાવના જીવન પરંપરાએ પરમપદની પ્રાપ્તિ કરાવનાર બને છે. ઉત્તમ કુળમાં જન્મવા માત્રથી માનવ જીવનની સાર્થક્તા નથી પણ ઉત્તમ જીવન જીવવાથી સાર્થકતા છે. આ વાત તમારા હૈયામાં ઠસી જશે તે ગમે ત્યાંથી ગુણ ગ્રહણ કરવાનું મન થશે. બીજાનામાં ગુણે જોઈને પિતાની જાત ખાલી દેખાશે. જેવી રીતે જેને ધનની કિંમત સમજાઈ છે તેવા જીવ રસ્તેથી ચાલ્યા જતા હોય રસ્તામાં