SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૪૭૫ બીચલી એટલે કે વચલી ઉંમર ઉપયોગી છે. નાની ઉંમરમાં બાળપણમાં જ્ઞાન ન હોય, શક્તિ ન હોય, એ ઉંમર તે રમવા-કૂદવામાં પૂરી થઈ જાય છે. પાછલી ઉંમર – ઘડપણમાં જ્ઞાન હોય, પણ શક્તિ ન હોય, ગાત્રે શિ : લ થઈ ગયા હોય, કાને ઓછું સંભળાય, ઝાણું ચલાય નહિ, અંગે અંગ ધ્રુજે. આવી ઉંમરે ભગવાન ભજીશું એવું વિચારવું તે મૂખમી છે. શાણે અને સમજદાર માણસ તે તે છે કે જે યુવાનીમાં જયારે અંગેઅંગમાં પુર્તિ અને તરવરાટ હોય ત્યારે ભગવાનને ભજે. આત્મધ્યાન ધરે. આત્મજ્ઞાન મેળવે. આથી મેં કહ્યું હતું કે “આગલી નહિ, પીગ્લી નહિ, વાહ રે બીચલી વાહ સંતની આ સ્પષ્ટતા સાંભળી આવનાર સૌને રેષ શમી ગયા. અજ્ઞાનનું આવરણ હટી ગયું અને સૌને જ્ઞાનને દિવ્ય પ્રકાશ મળે. તેમને સમજાઈ ગયું કે ધર્માધના માટે યુવાની એ મેસમ છે. દશવૈકાલિક સૂત્રમાં ભગવતે કહ્યું છે કે - जरा जाव न पीडइ, वाही जाव न वड्डइ । जाविन्दिया न हायन्ति, ताव धम्म समायरे ॥ - દશ. સૂ. અ. ૮ ગાથા ૩૬ ધર્મારાધના કરવા માટે યુવાની શ્રેષ્ઠ છે. જ્યાં સુધી વૃદ્ધાવસ્થા આવી નથી, શરીરમાં વ્યાધિઓ ઉત્પન્ન થઈ નથી, પાંચ ઈન્દ્રિઓમાંથી એક પણ ઈન્દ્રિય શિથીલ થઈ નથી. શરીરનું બળ ક્ષીણ થયું નથી ત્યાં સુધી ધર્મની આરાધના કરી લો. પછી ઘડપણ આવશે ત્યારે હાથપગ ધ્રુજવા લાગશે. કલાક બેસતા કમ્મરનો દુઃખાવો થશે, ચાલવા માટે લાકડીના ટેકાની જરૂર પડશે. ઉપવાસ કરવાનું મન થશે ત્યારે ભૂખ્યા રહી શકશે નહિ. ત્યારે કંઈ પણ આત્મસાધના કરી શકાશે નહિ. આવું આ શરીર છે. છતાં તેને માટે કેટલું કરે છે, પણ આત્મા માટે શું કર્યું તે વિચારે. જેને તમને અત્યંત રાગ છે તે શરીર કેવું છે? અશુચીનું ભરેલું છે. વળી શરીર ભાડૂતી મકાન જેવું છે. આ મકાન શાશ્વત છે કે અશાશ્વત? તેને કદી વિચાર કર્યો છે? આપણે આત્મા શાશ્વત છે ને દેહ અશાશ્વત છે. આપણે પાંચ શરીર વિષે વિચાર કર્યો. તેમાં આપણું શરીર ઔદારિક છે. ઔદારિકનો બીજો અર્થ છે ઉદાર-પ્રધાન. તીર્થકર ભગવતે, ગણધરે, ચક્રવતિઓ તેમજ અન્ય મહાપુરુષે આ ઔદ્યારિક શરીર દ્વારા મેક્ષમાં ગયા છે. તેથી તેને પ્રધાન શરીર કહ્યું છે, બંધુઓ! આ શરીર ધર્મારાધના કરવામાં સાધન છે. સંસ્કૃત સુવાકમાં પણ કહ્યું છે “શરીરમાં લઇ ધર્મસાધનમ્” આ સાધનને અજ્ઞાની છેએ સાથે માની લીધું છે. તેથી તેની પાછળ પાગલ બન્યા છે. પણ છેવટે છોડવું પડશે. માટે સાધન સારું છે ત્યાં સુધીમાં સાધ્ય સાધી લે. છે. આ શરીર ત્રણ મજલાને બંગલે છે. તમારા મકાનમાં બાથરૂમ, રસોડું,
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy