________________
શારદા સાગર
હુષ્ટપુષ્ટ રાખ્યું, સ્નાન-વિલેપનાદિ કરી સ્વચ્છ અને સુગંધિત રાખ્યું. જેની સાર સંભાળ કરવામાં ધર્મની આરાધના પણ વિસરી જતા હતા. તે શરીરની કેવી દશા થાય છે. આ ઉપરથી તમે સ્પષ્ટ સમજી શકશે કે જગતમાં આત્મા એ બધાથી મૂલ્યવાન છે. લાખે કે કરોડના હીરા પણ તેની આગળ કંઈ વિસાતમાં નથી. છતાં તેની સંભાળ કેટલી રાખો છે? સાચી હકીકત તો એ છે કે તમને આત્માનું સાચું મૂલ્ય સમજાયું નથી. જે આત્માનું મૂલ્ય સમજાયું હોય તે આ હાલત ન હોય. કેઈ કિંમતી વસ્તુનું મૂલ્ય કરવું હોય તે અક્કલ અને અનુભવ બંને જોઈએ. એક દષ્ટાંત દ્વારા સમજાવું.
નાના ફડનવીસ પેશ્વા બહુ બુદ્ધિશાળી ગણાતો હતો. તેને જોવા માટે લોકે દૂર દૂરથી આવતા હતા. એક વખત સોદાગર તેની સભામાં આવ્યું. તેની પાસેથી એક અમૂલ્ય પણદાર હીરે કાઢીને તેનું મૂલ્ય પૂછયું. એ રાજ સભામાં કેટલાક ઝવેરીઓ પણ બેઠા હતા. તેમણે એ હીરે જઈને કહ્યું કે આની કિંમત આશરે બે લાખની હશે. પછી એ હીરે નાના ફડનવીસ હાથમાં લઈને બારીકાઈથી તેનું નિરીક્ષણ કરતો હતો. એવામાં એક માખી ઉડતી ઉડતી તે હીરા ઉપર બેઠી. તેથી નાના ફડનવીસને તરત ખ્યાલ આવી ગયો કે આ હીરે સાચે નથી પણ બનાવટી છે. એક પ્રકારની સાકરમાંથી પહેલ પાડીને બનાવ્યો છે. નહિતર માખી તેના ઉપર બેસે નહિ. એટલે તેણે આવેલા સોદાગરને કહ્યું કે હીરાની કિંમત એક સાકરના ટૂકડા જેટલી. એમ કહી તેણે એ હીરે મોઢામાં મૂકી દીધા ને કડકડ સાકર ચાવે તેમ બધાના દેખતા ચાવી ગયા. આ જોઈ પેલે સોદાગર કાન પકડી ગયે. પણ તમે તે સાકરના ટુકડાને હીરે માનીને કામ ચલાવી રહ્યા છે. અને પાછા જગતમાં બુદ્ધિમાન તરીકે, ડાહ્યા તરીકે ખપ છે. તમે માનો છો કે અમે રાત દિવસ મહેનત કરીને કમાણી કરી રહ્યા છીએ. પણ જે કમાણીમાંથી રાતી પાઈ પણ સાથે ન આવે તે કમાણ શા કામની ?
જેટલી આત્માની કમાણી તેટલી સારી કમાણી છે. બાકી તે બધું અહીં રહેવાનું છે. બળતા ઝળતા સંસારમાંથી મૂલ્યવાન ચીજે ગ્રહણ કરી લે, એક વખત એક માણસના ઘરમાં આગ લાગી; તેની આખી જિંદગીની કમાણી તિજોરીમાં ભરી હતી. તે તિજોરીના એક ખાનામાં કેટલાક કેરા કાગળીયા હતા. પેલા માણસને આગમાંથી મૂલ્યવાન ચીજો બચાવી લેવાનું મન થયું એટલે જલ્દી તિજોરીનું ખાનું ખેલી જે હાથમાં આવ્યું તે લઈને ભાગ્યે બહાર નીકળે ત્યારે બીજા માણસોએ પૂછ્યું કે શું લા? પેલાએ કહ્યું એ તે મારા જીવનની કમાણી! લાવ જોઈએ તે ખરા. શું તમારી કમાણી છે? જોયું તે હાથમાં કોરા કાગળીયા જ હતા. આ જોઈને લોકોએ હસતા હસતા કહ્યું–વાહ ભાઈ વાહ! તારી જિંદગીમાં આ કાગળીયા જ કમાય ?
બંધુઓ! આ શરીર રૂપી મકાનમાંથી જતી વખતે તમારા હાથમાં કેરા કાગળીયા