SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ • ૪૫૬ શારદા સાગર ઉત્તમ આત્માને પ્રકાશ ઝીલવા સૌ સારા વ્રતપ્રત્યાખ્યાન કરશે. પૂ. ગુરૂદેવે ૪૮ વર્ષ દીક્ષા પર્યાય પાળી છે તો ઓછામાં ઓછા ૪૮ દિવસના કોઈ પણ વ્રત–પ્રત્યાખ્યાન કરશે. સંઘે અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ આપી. વ્યાખ્યાન નં- ૫૩ ભાદરવા સુદ ૧૨ ને મંગળવાર તા. ૧૬-૯-૭૫ બા.બ્ર. પૂ. હર્ષિદાબાઈ મહાસતીજીની ૩૧ ઉપવાસની તપશ્ચર્યા અને બા.બ્ર. શોભનાબાઈ મહાસતીજીના ૧૬ ઉપસના પારણના મંગલ પ્રસંગે સાધુ-સાધ્વીજીએ આપેલું પ્રવચન” બા. બ્ર. પૂ. નવીન ઋષિ મહારાજશ્રીનું પ્રવચન - - પરમ ઉપકારી પૂ. ગુરૂદેવ! મહાસતીજી વંદ! ધર્મપ્રેમી ઉત્તમ આત્માઓ ! ઉત્સાહી યુવક વૃંદા માતાઓ ને બહેને ! આજનો દિવસ મંગલ છે. અજનું પ્રભાત મંગલ છે ને આજે વાર પણ મંગળ છે અને આજનો પ્રસંગ પણ મંગલ છે. હવે આપણે વિચારવાનું એ છે કે આ મંગલ પ્રસંગે આપણે પણ મંગલ બનવું છે. તે કેવી રીતે મંગલ બનાય ? જુઓ, આજે કેવો મંગલમય સુઅવસર છે? આજે સમય છે ચાતુર્માસને. ખરેખર અમે ચાતુર્માસ તો કાંદાવાડીમાં છીએ. છતાં અત્રે આવવાને જે પ્રસંગ બન્યા હોય તે તેનું કારણ તપમહોત્સવ છે. બંને મહાસતીજીઓની તપશ્ચર્યાની આરાધનાનો સમય આજે પરિપૂર્ણ થયો છે. બન્ને સતીઓએ સુખશાંતિપૂર્વક એમના ધારેલા ધ્યેયને આજે પૂર્ણ કરેલ છે. તે માશ બંધુઓ ! આ મંગલ તપમહત્સવના મંગલ પ્રસંગે આપણે શું વિચારવાનું છે? એ વિચાર માટે અનંત જ્ઞાનીઓએ આપણી સામે ઘણી વાતે રજૂ કરેલી છે. પરંતુ આજે સમયની મર્યાદાને કારણે હું એ વિષયમાં થોડું કહીશ. એક કવિએ પણ કહ્યું છે કે : ચેતન જાણુ કલ્યાણ કરણકે, આન મિલ્યો અવસર આજ અનંત જ્ઞાની ભગવાન મહાવીર સ્વામીએ માનવ જીવનને અમૂલ્ય મેક પ્રાપ્ત કરીને પિતાના જીવનમાં પ્રકાશને પ્રાપ્ત કર્યો છે. એ પ્રકાશના આધારે આપણે પણ આપણું શ્રેય સાધી શકીએ છીએ. એ પ્રકાશ કેવી રીતે પ્રાપ્ત થાય? એ પ્રકાશ મેળવવા માટે ભગવાને માર્ગ બતાવ્યા છે. જ્ઞાન-દર્શન–ચારિત્ર અને તપ. આ ચારેય માર્ગ આત્મપ્રકાશની પ્રાપ્તિ માટે ખૂબ મહત્ત્વનાં છે. ચારેયમાંથી એક પણ જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ નથી. આત્મપ્રકાશની પ્રાપ્તિ માટે ચારેયની આવશ્યક્તા છે. પણ જે સમયે જેની
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy