SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૪૪૭ આધીન થનારું છે. જ્યારે મારે તે કયારે પણ જન્મ નથી, જરા નથી. કે મારું મરણ નથી. હું ચેતન અજર-અમર છું. ભૂતકાળમાં હતું. ભવિષ્ય -કાળમાં સદા રહેવાને છું. ચૌદ રાજલોક રૂપી વિરાટ વિશ્વમાં કયાંક ને કયાંક તે હતો. કેઈ કાળ એ નથી કે જેમાં આત્મા ન હોય. આ શરીર દેવળ છે તો અંદર બિરાજેલો ચેતન દેવ છે. શરીરને મકાન કહો તે આત્મા મકાનમાલિક છે. શરીરને રથ કહો તે એ રથને ચલાવનાર આત્મા સારથિ છે. શરીરને નૌકા કહે તે એ નૌકાને ભવસાગરમાં ચલાવનાર આત્મા તેને અવિક છે. આ રીતે શરીરથી ભેદભાવના અને આત્મામાં આત્મભાવના એ મોહને મારવાનું મુખ્ય શસ્ત્ર છે. શરીરમાં આત્મબુદ્ધિ એ મોહરાજાનું મુખ્ય શસ્ત્ર છે ને ચૈતન્ય સ્વરૂપી આત્મદષ્ટિ એ ધર્મરાજાનું મુખ્ય શસ છે. ચૈતન્યમય નિજસ્વરૂપમાં પિોતાપણાની ભાવનાથી ભવની પરંપરા ઘટતી જાય છે. આ રીતે આત્મભાવનામાં રહેતા અવિદ્યા – અજ્ઞાન ટળે, મોહ મડદા જેવો બની જાય અને આત્મભાવના વધે છે. આત્મદેવની પીછાણુ કરાવનાર, આધ્યાત્મિક ઐશ્વર્યને નિધિ પ્રાપ્ત કરાવનાર જે કઈ હોય તે પરમાત્માની વાણી છે. પરમાત્માની વ્રાણીનું શ્રવણ ને મનન કરવાથી કાયા ઉપરથી રાગ હટી જાય છે ને કાયાને માત્ર ભવસાગર તરવાનું સાધન માનીને તેનું જતન કરે છે. બાકી સંસારને મેહ રહેતું નથી. જલદી જલદી સંસાર સાગર તર હોય તે ઉપર કહી ગયા તેમ ભવની પરંપરા ઘટાડવા માટે પ્રબળ પુરુષાર્થ કરે. કેધ-માન-માયા-લેજ, રાગ અને તેષાદિ કષાયોને જડમૂળમાંથી નાબૂદ કરી સમભાવમાં આવે. જેટલી જીવને સંસાર પ્રત્યેની લગની છે તેટલી આત્મા પ્રત્યેની નથી. જુઓ, ઈન્કમટેક્ષના વકીલની તમારે સલાહ લેવી છે. તેથી તેમને કહ્યું કે કાલે છ વાગે આવજે. બોલો છ વાગ્યા પહેલાં પહોંચી જાવને? પણ ઉપાશ્રયમાં સવારે છ વાગે પ્રાર્થનામાં આવવાનું કહીએ તો આ ખરા? (હસાહસ). ત્યાં તે એમ કહો છો કે અમે સંસારી જ છીએ. યાદ રાખો. સતે તમને કંઈ કહેવાના નથી. પણ એટલું જરૂર સમજી લેજે કે એક વખત આત્મા તરફની લગની લગાડયા વિના તમારે છૂટકારો થવાનો નથી. જેને આત્મા તરફની લગની લાગી છે તે છે સરળતાથી સમજી જાય છે. પણ જેને આત્મતત્વની રુચિ નથી તેમને વારંવાર ટકેર કરવી પડે છે. આ જગતમાં ચાર પ્રકારના જીવે છે. કોઈ વે હેલ-નગારા જેવા છે. તે કઈ મંજીરા જેવા છે. કઈ વાંસળી જેવા તો કોઈ સિતાર જેવા છે. ઢાલ ઉપર સહેજ હાથ પડે તો અંદરથી તેને ધીમા અવાજ નીકળે. પણ જો તેને ઉપર જોરથી થપાટ વાગે તો તેનો જોરથી અવાજ સંભળાય છે. તેવી રીતે ઘણાં છે એવા હોય છે કે સુખમાં એને ધર્મનું નામ પણ ગમતું નથી. સંતે કહી કહીને
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy