SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર નાગીલાને મૂકીને આવ્યો છું તે એ બિચારીનું શું થયું હશે? એ બિચારી મારા વિરોગથી ધ્રુસકે ને ધ્રુસ્કે રડતી હશે! આમ વર્ષો વીતી ગયા. સમય જતાં મોટાભાઈનું આયુષ્ય પૂર્ણ થયું. તે સમાધિપૂર્વક કાળધર્મ પામીને દેવલોકમાં ગયા. હવે ભવદત્ત છૂટા થયા. ભાઈનું બંધન હતું તે ગયું. તેમની ઉંમર ઘણી થઈ ગઈ હતી. યુવાની વીતવા આવી હતી પણ વાસના સર્વથા વિરમાન હતી. નાગીલા તેના હૃદયથી ક્ષણવાર પણ વિસરાઈ ન હતી. તેથી ઘેર જવાનું મન થયું. ખરેખર કામાગનું જોર ભલભલાને હેરાન કરે છે. નાગલા પાસે જવું, એની સાથે સંસાર વ્યવહાર કરવો, અને એના ત્યાગ વખતે એને થયેલું દુઃખ ભૂલાવી દેવું. આ નિર્ણય કરી સાધુના વેશમાં પોતાના વતન તરફ ચાલી નીકળ્યા. - - - - નાગીલા આર્ય નારી હતી. સતીઓની હારમાં ઊભી રહે તેવી હતી. પતિ પરણીને છોડીને ગયા તેનું દુઃખ તેને લાગ્યું પણ ધીમે ધીમે એ દુઃખ વિસારે પડયું. ઘરકામ અને સાસુ-સસરાની સેવામાં ચિત્તને જોડી દીધું. એ દિવસો જતાં તેનામાં ધર્મભાવના પણ સારી જાગૃત થઈ. એ સમજતી હતી કે માનવ જીવનની મહત્તા ભેગમાં નથી પણ ત્યાગમાં છે.. નાગીલા પોતાના ચારિત્રમાં ખૂબ દૂઢ છે -શીલ અને સદાચાર એ માનવદેહના ઉત્તમત્તમ ભૂષણ છે. આવી માન્યતાના સંસ્કારે રૂઢ થયા હોય તેવા કુટુંબમાં જીવનારી ઉત્તમ નારીને કદી પણ અવળા માર્ગે ચાલીને ભેગને આસ્વાદ લેવાની આકાંક્ષા થાય નહિ. પશુના જીવનમાં પણ આહાર ને ભેગ છે. પશુઓ એને માટે અમર્યાદિત રીતે મહેનત કરે છે અને હેરાન થાય છે. માનવી સમજુ ગણાવા છતાં અમર્યાદિત ભેગમાં મશગૂલ રહે તે પશુ કરતાં ખરાબ ગણાય. આ ભવમાં ભયંકર રોગ અને અપયશ આદિ પામે, અને ભવાંતરમાં નરકની પાર વગરની વેદના ભગવે છે. આવી દઢ ધારણ કેઈના ભણાવ્યા વિના અને કોઈ પણ શાસ્ત્રો વાંચ્યા વિના અને કોઈપણ પરીક્ષાએ પસાર કર્યા વિના જે કુળમાં અવિચળપણે હેય છે તે કુળો મહાન વિદ્યાલય કરતાં પણ ઊંચામાં ઊંચી કેળવણી આપનાર કહેવાય. આર્યદેશનું દરેક આર્યકુળ ઉત્તમ સંસ્કારના મહા વિદ્યાલય સમાન હતું, અને આજે પણ જે કંઈ મર્યાદા, ધર્મ–લજજાવિવેક આદિ જે ગુણે ટકયા છે ને ધર્મ તરફ થોડી પણ દષ્ટિ થતી હોય તે તે આયકુટુંબની મહત્તાને કારણે છે. આર્ય જીવનમાં એ વાત વિચારવા જેવી છે કે જેને ચાર ગતિમાં ભમતાં ભમતાં કંટાળો આવ્યું હોય તેને મેક્ષ ગમે, તેને સર્વજ્ઞપ્રણત ધર્મ ગમે. આમ તે મને ધર્મ ગમે છે એવું બધા બોલે છે પણ ધર્મ કેને કહેવાય? એ શા માટે ગમે છે? ધર્મ ગમે તેને શું ન ગમવું જોઈએ? એ બધી વાત ખાસ વિચારીએ ત્યારે ધર્મ કેટલે ગમે છે, તેનું માપ નીકળે. ધર્મ કરતાં સંસાર વધુ ગમે છે એવી મનેદશા હોય તે તેને ફેરવવી જોઈએ.
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy