SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૦ શાસ્કા સાગર ત્યારથી તેા એવું કાઈ કઠીન કર્મ કર્યું ન હતું. તેમની પ્રકૃત્તિ કેવી સરળ ને ભદ્રિક હતી! પેાતે શ્રેણીકરાજાને પેાતાની એળખાણ આપી તે પણ કેવી રીતે આપી? કે કેસખી નગરીમાં પ્રભૂત ધન સંચય નામના મારા પિતાજી રહેતા હતા. પણ એમ ન કહ્યું કે હુ રહેતા હતા ને મારી પાસે આટલું ધન હતુ. એમને કહેવુ હાત તેા કહી શકત. કારણ કે પોતે ધંધા કરતા હતા. લગ્ન થયેલા હતા. પણ જે જાતિવંત વિનયવંત હાય છે તે કદી પેાતાની ઓળખાણ આપતા નથી. પેાતાના વડીલાની ઓળખાણ આપે છે. સુધર્મા સ્વામીને જયારે જ્યારે જભુસ્વામી કઈ પણ પ્રશ્ન પૂછતા ત્યારે વિનયપૂર્ણાંક વંદન કરીને પૂછતા હતા કે હે ભગવંત! આગમમાં ભગવાને કયા ભાવનું નિરૂપણ કર્યું. છે ? ત્યારે સુધર્માસ્વામી પણ એમ કહેતા હતા કે હૈ પ્યારા જંબુ! મેં ભગવત પાસેથી જે પ્રમાણે સાંભળ્યું છે તે હું તને કહું છું. તે તુ સાંભળ. પણ એમ ન્હાતા કહેતા કે હું તને કહું છું. બાકી સુધર્માસ્વામી કઇ જેવા તેવા જ્ઞાની ન હતા. ચૌદ પૂવધાર કહીએ ને જ્ઞાન ચાર વખાણીએ, જિન નહિ પણ જિન સરીખા, એવા શ્રી સુધર્માસ્વામી જાણીએ, માત પિતા કુળ જાત નિર્મૂળ રૂપ અનુપ વખાણીએ, દેવતાને વલ્લભ લાગે એવા શ્રી જંબુસ્વામી જાણીએ. સુધર્માંસ્વામી અને જંબુસ્વામી એ ગુરૂ શિષ્યની કેવી સુંદર જોડી હતી! જેના ગુણા દેવાએ ગાયા છે. જંબુસ્વામી પૂર્વે કાણુ હતા તે તમે જાણા છે ? સાચા જીવનસાથી તે છે કે જે પાપમાં પડતા જીવને બચાવે છે, અને ધર્મના ઉત્તમ માર્ગોમાં જોડે છે. ખાકી સંસારના સબધા તેા ખાટા છે. કારણ કે સ્વાર્થમય છે. અલ્પકાળ ટકે તેવા તુચ્છ સમધામાં સ્વાર્થીની માત્રા વિશેષ ઝળકે છે. નિઃસ્વાથી પ્રેમ સાચા હિતની ચિંતાથી ભર્યો હાય છે. એવા પ્રેમ ઉચ્ચકાટીનાં આત્માથી જીવામાં જોવા મળે છે. જૈન શાસનમાં ધર્મકથાનુયાગમાં અનેક શીલ સંપન્ન મહાત્માઓના નામ આવે છે. તેમણે પોતાના જીવન ઉજજવળ બનાવીને અનેક આત્માઓને સન્માર્ગે વાળ્યા છે. એવી અનેક સતીઓમાં એક સતી નાગીલા હતી. તે નાગીલાની સાત્વિકતા અને ત્યાગવૃત્તિ ખૂબ પ્રશંસનીય છે. હવે તે સતી નાગીલા કેાણુ હતી તેના વિચાર કરીએ. લાગ્યા. એક ધનવાન અને સુસંસ્કારી શેઠને બે પુત્રા હતા. બંનેને અરસપરસ ખૂબ પ્રેમ હતા. તેમાં એક ભાઇનુ નામ ભવદેવ અને બીજાનું નામ ભવદત્ત હતુ. મોટા ભાઈએ સતની વાણી સાંભળી વૈરાગ્ય પામીને દીક્ષા લીધી ને સુંદર ચારિત્ર પાળવા તેને દીક્ષા લીધા ઘણાં વર્ષો વીતી ગયા. તેમણે દીક્ષા લીધી ત્યારે નાના ભાઈ ખૂબ નાના હતા. તે હવે યુવાન થયા છે. અને એક શેઠની પુત્રી નાગીલા સાથે તેના લગ્ન થયા. વિષય–કષાયની ખાણુ જેવા આ સંસારમાં ઉંમરલાયક થયા પછી લગ્ન કરવા અને
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy