SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૬ શારદા સાગર શ્રમણ છું, સાધુ છું, બ્રહ્મચારી છુ, પરિગ્રહના ત્યાગી છુ. તમેાએ ખીજાને માટે આ ભાજન ખીર-ખાજા વિગેરે જે બનાવ્યું છે તે લેવા માટે આવ્યો છું. તમે મને આપે. જો તમે આવા તપસ્વીને નહિ આપે! તે યજ્ઞનુ ફળ કેવી રીતે પ્રાપ્ત કરશે ? આ રીતે કહે છે પણ બ્રાહ્મણા તેમને વહેારાવતા નથી. ઘણી લીલા કરે છે પણ મુનિ જતા નથી એટલે તેમને ગમે તેવા વચને કહીને ચાબૂક અને લાકડીના માર મારવા લાગ્યા. આ સમયે ભદ્રા બધા બ્રાહ્મણાને કહે છે તમે આ શુ કરે છે ? આ તે મહાન તપસ્વી મુનિ છે. તે કયા મુનિ છે તે તમા જાણેા છે ? देवाभिओगेण निओइएणं, दिन्ना मु रन्ना मणसा न झाया । नरिन्द देविन्द भिवंदिएणं, जेणामि वंता इसिणा स एसो ॥ ઉત્ત. સૂ. અ. ૧૨, ગાથા ૨૧, હું કુમારેશ! દેવના પ્રકોપથી રાજાએ મને તેમની સાથે પરણાવી હતી પણ નરેન્દ્ર અને દેવેન્દ્રના પણ પૂજનીક એવા મુનિએ મને મનથી પણ ઇચ્છી નહિ. આ મુનિ શુદ્ધ બ્રહ્મચારી છે. એમણે મને છાંડી દીધેલી છે. તે આ મુનિ છે. માટે તમે એમની જરા પણ અવહેલના કરશે! નહિ. જો તમે એમને સતાપશે તેા એમના તપના તેજથી તમે મળીને ભસ્મ થઇ જશે. ભદ્રાએ બ્રાહ્મણેાને પેાતાને અનુભવ કહ્યા ને મુનિની અશાતના કરતા ખૂબ વા પણ “વિનાશ કાળે વિપરીત બુદ્ધિ” તે અનુસાર તેમને એ હિતશિક્ષા ગળે ઉતરી નહિ અને તપસ્વી હરકેશી મુનિની અવગણના કરવાની અજ્ઞાન બ્રાહ્મણાએ ચાલુ રાખી. સંતને સંતાપવા એ મહાન પાપ છે. પણ એ શિખામણ સાંભળે કાણુ ? ખરેખર અજ્ઞાન એ એક પ્રકારનું મિથ્યાત્વ છે. ભદ્રાના વચન તેમણે સાંભળ્યા નહિ ત્યારે તે યક્ષ બિહામણું રૂપ લઈને આકાશમાં અશ્યપણે રહીને તે યજ્ઞ કરતા બ્રાહ્મણ કુમારાને એવી રીતે હણવા લાગ્યા કે તે ખધા પૃથ્વી ઉપર ઢળી પડયા. મેાઢામાંથી લેાહીનું વમન કરવા લાગ્યા. આ જોઈ ફરીને ભદ્રા એટલી કે હે બ્રાહ્મણ કુમારે ! આ સાધુનું અપમાન કરીને ઉગ્ર તપસ્વી મુનિને ભેાજન વેળાએ તમે પીડા ઉપજાવા છે. તેથી અગ્નિમાં જેમ પતંગિયાની સેના મળીને ભસ્મ થાય છે તેમ તમને પણ આ મુનિ બાળીને ભસ્મ કરશે. માટે જો તમારે જીવવું હાય તે મુનિના ચરણમાં પડી તેમની ક્ષમા માંગી લે. અધા બ્રાહ્મણ કુમારેાને બેભાન-દશામાં લેાહી એકતા જોઈને ભદ્રાના પતિ સામદેવ ગભરાઇ ગયા કે હવે આ બધાનું શું થશે? એમ માની ભદ્રા સહિત સેામદેવ મુનિ પાસે આવી ચરણમાં પડીને મુનિની સ્તુતિ કરવા લાગ્યા કે હૈ પૂજય ! અમે તમારી ખૂબ હેલણા કરી, નિંદા કરી તેા હે ભગવંત! તમે અમારે અપરાધ ક્ષમા કર. બંધુએ ! સૃષ્ટિને નિયમ છે કે “ વાર્યા ન વળે હાર્યા વળે”. જો ભદ્રાની હિત
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy