________________
શારદા સાગર,
૪૨૩
કરમને લીધે હું દુઃખી થાઉં છું છતાં પણ બા કર્મો કર્યો જાઉં છું. બરા કામમાં મનને મઝા જે મળે છે, પરિણામની ત્યારે ચિંતા ટળે છે, (૨)
દુઓની કથા રેજ હું ગાઉં છું. છતાં પણ બૂરા કર્મો કર્યું જાઉં છું....
મારા બૂરા કર્મો મને દુઃખી કરે છે. બીજું કંઈ મને દુઃખ દેનાર નથી. તે હે જીવ ! હવે એ છોકરાઓને શા માટે દેશ આપે છે? તું તારા કર્મને વિચાર કર. તું કે કાતીલ નાગ જેવો છે. હવે તારામાંથી ઝેર કાઢીને તું શુદ્ધ અને પવિત્ર બન. તારા અંતરમાં રહેલું વિષવમી નાંખ. સરળ-નિર્મળ અને ભદ્રિક બનીજા. આ રીતે આત્મમંથન ચાલ્યું ને કર્મનું આવરણ ખસતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું. જ્ઞાનમાં જોયું તો પિતે દેવલોકમાંથી આવ્યા છે. તેના પૂર્વે સાધુપણું લીધું હતું. ખૂબ તપશ્ચર્યા કરી હતી. પણ સાધુપણાની દુર્ગછા કરી કે જૈન ધર્મમાં સ્નાન કરવાનું નહિ. કપડા ધોવાના નહિ. આ કંઈ ધર્મ કહેવાય? જે ધર્મના પ્રભાવે આવા મહાન દેવ થયા. જેનાથી આત્મસ્વરૂપનું ભાન થયું તેના જ મેં મૂળ ઉખાડ્યા? એની નિંદા કરી તેના કારણે મને આ નીચકુળમાં જન્મ મળે છે. મેં મોટી ભૂલ કરી છે. હવે એ ભૂલનું ભાન થયું છે. તો હું તેનું પ્રાયશ્ચિત કરવા માટે જેન ધર્મની દીક્ષા લઈ લઉં. પિતાની ભૂલનું ભાન થતાં સાધુ બની ગયા ને ઉગ્ર તપની આરાધના કરવા લાગ્યા,
બંધુઓ ! તમને એમ થશે કે એ તે ચંડાળ હતો ને જૈન ધર્મની દીક્ષા કેવી રીતે લીધી? પણ આ ઉંચ-નીચ જાતિના બંધનો બુદ્ધિવાદમાં છે. આત્મવાદમાં નથી. આત્મવાદમાં સર્વ કેઈને કલ્યાણ માર્ગ સાધવાનો સરખે હકક છે. એક બીજાના વ્યાજબી હકક લૂંટી લેવા” આ બુદ્ધિવાદને ભયંકર નાદ છે. હરકેશી મુનિ આત્મવાદના નમુના રૂપ હતા. ચંડાળ જાતિમાં જન્મ્યા હતા છતાં આત્મવાદને યથાર્થ રીતે ઓળખી શક્યા હતા. બાહ્ય દંભથી તેઓ બિલકુલ અલિપ્ત હતા. આત્મવિશુદ્ધિ એ એમનું જીવન હતું. શરીર ચંડાળનું હતું પણ આત્મા ઉચે હતું. આજે તો ઉચ જાતિમાં જન્મ્યા હોવા છતાં કંઈક છે ચંડાળથી પણ બૂરા કાર્યો કરે છે. આ હરકેશી મુનિ દીક્ષા લઈને રામાનુગ્રામ વિચરવા લાગ્યા ને તેઓ એવી ઉગ્ર તપશ્ચર્યા કરવા લાગ્યા કે તેમના આદર્શ ત્યાગ અને ઉગ્ર તપના પ્રભાવથી એક દેવને તેમના પ્રત્યે ખૂબ ભકિત ભાવ જાગે. જુઓ, તપ અને ત્યાગને કે પ્રભાવ છે ! દે ચરણમાં પડે છે ને સેવામાં હાજર રહે છે..
કેશલ દેશમાં મુનિનું આગમન - હરકેશી મુનિના તપથી પ્રભાવિત થયેલ દેવ તેમની સાથે રહેતે. હરકેશી મુનિ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું શુદ્ધ રીતે પાલન કરતાં ગ્રામનુગ્રામ વિચરતા વિચરતા એક વખત કેશલ નગરીના ઉદ્યાનમાં પધારી એક યક્ષના દેવળમાં મધ્ય ભાગમાં થાનાવસ્થામાં ઉભા હતા. રાત્રીના સમયે