SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ 'શારદા સાગર ૪૨૧ | સંવત્સરી પર્વ આપણને મહત્વને સંદેશ આપે છે કે જેની સાથે તારે કલેશ થયો હોય તેની તારે ક્ષમા માંગી લેવી. હદય ઉપર જામેલા કાળાશના પિપડાને ઉખાડીને હૃદયને સ્વચ્છ ને પવિત્ર બનાવી દેવું. ભૂતકાળનું કઈ પણ કડવું સ્મરણ હૃદયમાં ન રહેવું જોઈએ. જેમ વરસાદ વરસે છે ત્યારે ગામના ગંદામાં ગંદા રસ્તાઓને ધોઈને સ્વચ્છ બનાવી દે છે. તે રીતે આજના પવિત્ર દિવસે વીતરાગ વાણીનું શ્રવણ કરી સંવત્સરી પર્વે હદયને સ્વચ્છ બનાવી નવા નામે જીવનને પ્રારંભ કરવાનો છે. ગજસુકુમાર મુનિ, મેતારજ મુનિ, ખધક મુનિ આદિ મહાન પુરુષને કેવા કષ્ટ પડયા. મારણાંતિક ઉપસર્ગો આવ્યા છતાં કોઈને દોષ આપે નહિ. પોતાના પૂર્વકૃત કર્મોને સમતાભાવે સહન કરી અજબ ક્ષમાં રાખી તેઓ મેક્ષમાં ગયા. આપણા જીવનમાં પણ એવી ક્ષમા આવી જાય તો કામ થઈ જાય ને તો આ સંવત્સરી પર્વની સાચી ઉજવણી કરી ગણાય. ક્ષમાને ગુણ એ મુખ્ય ગુણ છે. આજે ક્ષમા વિષે ઘણું કહેવાયું છે. હવે તમે બધા પણ વૈરનું વિસર્જન કરી નેહનું સર્જન કરજે. વધુ ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૪૯ ભાદરવા સુદ ૮ ને શુક્રવાર તા. ૧૨--૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! દેવાનુપ્રિયે! આપણે અનાથી મુનિને અધિકાર ચાલે છે. મહારાજા શ્રેણીકને અનાથી મુનિને જોતાં કેવું આકર્ષણ થયું! ને આટલું બધું આકર્ષણ થવાનું કારણ શું? પ્રથમ તે મુનિનું સૌંદર્ય જોઈને તેમને આકર્ષણ થયું. મુનિનું રૂપ તે હતું ને બીજું ચારિત્રના તેજની ઝલક હતી. આજે દુનિયામાં સૌને સુંદરતા ગમે છે. પણ પિતાને આત્મા સુંદર બનાવ્યું નથી. કેઈ માણસ સ્વરૂપવાન હોય તે બહુ ગમે ને કાળો રંગ ન ગમે. પણ એક વાત છે કે અમુક વસ્તુઓનો કાળો રંગ બહુ ગમે છે. જુઓ માથાના વાળ તો તમને કાળા જ ગમે છે ને? ધળા થઈ ગયા હોય તે પણ કાળા કરવા કલપ લગાડો છે. કેમ બરાબર છે ને? અને આંખની કીકીનો કલર પણ કાળે ગમે છે ને? અહીં તમે કાળો કલર પસંદ કર્યો ને ચામડીને રંગ ગોરે જોઈએ. બંધુઓ ! ઉપરની ચામડીની સુંદરતા કરતાં આત્માને ઉજજવળ બનાવે. નેમનાથ ભગવાનની ચામડીને વર્ણ કાળે હતે. પણ અંદર બેઠેલ ચેતનદેવ ઉજજવળ હિતે. તે નેમનાથ ભગવાન પ્રત્યે કેટલું આકર્ષણ થતું હતું. પણ બહારથી રૂપાળા દેખાતાં માનવીના મન કંઈક વાર મેલા હોય છે. તેનું પેટ પરખાતું નથી. બહારની સુંદરતા ગમે તેટલી વધારશે પણ આત્માની ઉજજવળતા નહિ વધે ત્યાં સુધી કલ્યાણ થવાનું નથી.
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy