SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮ શારદા સાગર સાચી ક્ષમે એ કહેવાય કે કોઈ પણ વ્યક્તિએ ભૂતકાળમાં આપણું અહિત કર્યું હોય અને આપણે એને દિલથી માફી આપી હોય તે માણસ ફરી પાછો આપણી પાસે આવે ત્યારે આપણે કઈ પણ જાતના પૂર્વગ્રહ વિના એની સાથે કામ પતાવીએ એનું નામ સાચી ક્ષમા. ક્ષમા આપવી એટલે વેરઝેરનું પુરાણું ખાતું સર્વાશે ચૂકતે કરવું. પછીથી વેરી પ્રત્યે ભૂતકાળને કઈ પણ પ્રસંગ યાદ ન કરે જોઈએ. ક્ષમા વીરસ્ય ભૂષણમ્ ” ક્ષમા એ વીર પુરુષનું ભૂષણ છે. આજનું પર્વ દરેકને ક્ષમા આપવાનું છે. માટે જેની સાથે વેર-વિરોધ થયો હોય તેની પાસે જઈ ક્ષમા આપવી. અને પિતાની ભૂલની ક્ષમા માગવી. બહારગામ રહેતા હોય તે પત્ર દ્વારા ક્ષમા આપવી “અને થયેલી ક્ષતિઓ બદલ ક્ષમા માગવી. એક અંગ્રેજ લેખક લખે છે કે મારું હૃદય એટલું બધું વિશાળ છે કે જેમાં હું દરેકને સમાવી લઉં છું પણ દુર્ગુણ ભરવા માટે મારા હૃદયમાં એક તસુભાર જગ્યા નથી. હૃદયને વિશાળ કરી વેરઝેર શમાવવા આ અપૂર્વ દિન મેહાન્ય બનેલા એવા આપણને જાગૃત કરે છે. એક પરદેશી રાજાએ પિતાને ઝેર આપનાર પિતાની વહાલી પત્ની સૂર્યકાંતાને ક્ષમા આપી. મેતારક મુનિએ ચામડાની વાઘરી વીંટનાર સનીને નિમિત્ત માત્ર જાણું અને ખરા દુશમન તરીકે પોતાના કર્મને ઓળખીને હૃદયથી સોનીને ક્ષમા આપી એક શ્લોકમાં કહ્યું છે : साधोः प्रकोपितस्यापि मनो नायाति विक्रियाम । ___नहि तापयितुं शक्यं, सागराम्भतृणोल्कया ॥ ઘાસના અગ્નિથી સમુદ્રનું પાણી ગરમ કરવાનું શક્ય નથી તેમ સાધુ ઉપર ગમે તેટલ કેપ કરે છતાં તેમનું મન ચલાયમાન થતું નથી. ગજસુકુમારે માથે માટીની પાળ બાંધી અંદર અંગારા ભરનાર પિતાના સસરા સોમિલને મોક્ષમહેલની પાઘડી બંધાવનાર અનન્ય ઉપકારી જાણ સાચી ક્ષમા આપી. બુદ્ધને શિષ્ય પૂર્ણ ધર્મને પ્રચાર કરવા માટે અનાર્ય દેશમાં જવાને વિચાર કરી બુદ્ધની પાસે અનુજ્ઞા લેવા ગયે. ત્યારે બુદ્ધે કહ્યું ઃ પૂર્ણ! ત્યાંની પ્રજા જંગલી ને અભણ છે તેથી તે ગાળીને વરસાદ વરસાવશે તે તું શું કરીશ? પૂર્ણ કહે હું એમને ઉપકાર માનીશ કેમ કે તેમણે મને જરાય માર માર્યો નથી. કદાચ લાકડી ને દંડના પ્રહાર થશે તે? ગુરૂદેવ! હું એમ માનીશ કે મને જીવનથી મુક્ત તો નથી કર્યો ને? અંતે શિષ્યને અડગ નિર્ણય જાણીને બુદ્ધ તેને અનાર્ય દેશમાં જવાની રજા આપી. આ કહેવાને સાર એ છે કે ધર્મને ફેલાવે કરવા માટે કયાં સુધીની ક્ષમા ! સાચી ક્ષમાનું અજોડ ઉદાહરણ. સુવર્ણગુલિકા નામની દાસીમાં મુગ્ધ બની અવંતી નગરીને માલિક ચંડપ્રોત રાજા રાતેરાત ગુપ્ત રીતે ચોરી કરીને તેને ઉપાડી લાવ્યો સવારે ખબર પડતાં ઉદાયન રાજા તેને પાછી મેળવવા યુદ્ધ કરે છે ને અંતે ચંડપ્રદ્યતને કેદ કરે છે. યુદ્ધ કરી પાછાં
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy