________________
૪૧૬
શારદા સાગર ઇગ્લેન્ડની રાણી ઈલિઝાબેથે સ્કોટલેન્ડ કબજે કર્યું અને રાજકારણની અદાવતથી વિજેતા રાજ્યોએ ત્યાંની રાણી મેરીને ફાંસીએ લટકાવી દીધી. આથી મેરીને મંત્રી ઈલિઝાબેથ ઉપર ખૂબ કૈધ ભરાયે. છતાં રાજ્યસત્તા પાસે એ એકલે કરી પણ શું શકે? કંઈ થાય નહિ અને સહેવાય નહિ એ ઘાટ થયો. આખરે એ માંદ પડે ને મરી ગયો. તેથી તેની પત્નીને ખૂબ દુઃખ થયું. મારા પતિના મરવાનું કારણ ઇલિઝાબેથ છે. એ નહિ ને કાં તે હું નહિ. આમ નિશ્ચય કરીને મંત્રીની પત્ની માર્ગારેટ લેમ્બમન ઇંગ્લેન્ડ આવી. એક દિવસ લાગ જોઈને તે રાજમહેલમાં દાખલ થઈ. હાથમાં ભરેલી પિસ્તોલ હતી. બનવાકાળ એવું બન્યું કે પગમાં ઠેસ વાગતા માર્ગારેટ ફૂટપાથ ઉપર પછડાઈ પડી. હાથમાંથી પિસ્તોલ પણ એક ખૂણામાં જઈ રહી માર્ગારેટ પકડાઈ ગઈ. ઇલિઝાબેથને આ વાતની જાણ થઈ. માર્ગારેટને તેની પાસે રજુ કરવામાં આવી. તેણે સાચી વાત કહી દીધી. ઈલિઝાબેથે તેને માફી આપી છૂટી કરી દીધી. બનવાકાળ જે બની ગયું તે પછી કઈ કાળે સુધારવાનું નથી. વસ્તુ સડતી હોય તે તેને અટકાવવાને આપણું પાસે રસ્તે છે. કેહવાયું ત્યાંથી કાપી નાંખીએ તે સડતું અટકે, કોઈ માણસ આપણા કોઈ કાર્યથી રીસે ભરાઈને આપણા ઉપર કંધે ભરાય તે સમજી વિચારીને એને ઠંડો પાડવા પ્રયત્ન કરવો જોઈએ. બળતામાં ઘી નાંખીએ તે ભડકે માટે થવાનું છે. ઘટવાને નથી. બળતામાં ઘી નાખવું કે પાણી નાંખવું એ આપણા હાથની વાત છે. કે અગ્નિ જે છે એને શાંત કરવા માટે ક્ષમાનું પાણી ઉત્તમ છે. જેમ અગ્નિથી અગ્નિ વધે છે તેમ ક્રોધથી કે વધે છે. આ સમયે આપણે સમજી વિચારીને કેધથી વિરુદ્ધ ગુણ ક્ષમાનો ઉપયોગ કરીને કેધને શાંત પાડો જોઈએ.
એક વખત ઈસુ ખ્રિસ્તને શિષ્ય પિટર કેયથી બળત-ઝળતે તેમની પાસે આવીને કહેવા લાગ્યું. જ્યારે ને ત્યારે તમે મને મારા ભાઈને માફી આપવાનું કહે છે. સાત સાત વાર મેં એને માફી આપી. છતાં ય એ તે એને એ છે. હવે તમે કહો એને હું સીધે કરું કે નહિ? ઈસુ ખ્રિસ્ત વિચાર કરીને કહ્યું. ભાઈ પિટર! તેં સાત વાર માફી આપી તે સારું કર્યું. હવે હું કહું છું કે એને સિત્તેર ગુણ્યા સાત વાર માફી આપ. કે કરનારને એક વાર-બે વાર માફી આપીએ ને ત્રીજી વખત માફી ન આપીએ એટલે ધૂળ ઉપર લીંપણ પાછી વેરની પરંપરા ચાલુ થવાની. વેર, ક્રોધ, ઈર્ષા, હિંસા વગેરે અટકાવવા હોય તે દિલમાં ક્ષમાને ગુણ કેળવવો જોઈએ. માણસ બે વાર, પાંચ વાર ભૂંડું કરવા તત્પર થશે. છેવટે ક્ષમાશીલ મનુષ્યના સાનિધ્યમાં રહીને એનામાં પણ માનવતા જાગશે ને એના કુકર્મોને પસ્તા થશે. એટલે પાપભર્યો રાહ છેડશે.
સંત એકનાથ એટલે શાંતિના સાગર. એમના મુખ પર ક્યારેય કેની રેખા દેખાઈ નથી. તે વહેલી સવારે ગોદાવરીમાં સ્નાન કરવા જાય. પૈઠણને એક પ્લેચ્છ