SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર પાપથી મચી જાત રાજા ઘણા સજ્જન હતા. આવું અવિચારી કામ કરે તેવા ન હતા. પણ આવી દુષ્ટ બુદ્ધિ સૂઝી છે તેનુ કારણ અંદરમાં છુપાંઇને રહેલા શત્રુ સ્વરૂપ આંતરવૈરીઓ સજ્જનને પણુ દુર્જન બનાવતાં વાર લગાડતા નથી. સારા સ્વભાવવાળાને સ્વભાવ બદલાવતાં વાર કરને નથી. ફકત તેને તક મળવી જોઇએ. માટે તે આંતરશત્રુઓ ઉપર પૂર્ણ વિજય મેળવવાની જરૂર છે. એ આંતરવૈરીઓને હટાવવા માટેના જે પ્રયત્ન છે તે ધ અને આંતર વૈરીઓની જેટલી રુકાવટ તેટલે અધર્મ છે. અધર્મના વિપાકા વિષમ છે. તે તમે સહુ કાંઇ જાણા છે માટે અધર્મથી બચવા માટે પરમ પુરૂષાર્થ કરવાની જરૂર છે. ૩૯૬ મુનિ પાસે ચંડાળનુ' આવવુ : રાજાના હુકમ પ્રમાણે તેના માણસે (ચંડાળા) ત્યાં સાધુ પાસે પહેાંચ્યા. તે રાજાએ કરેલ હુકમ કહી સ ંભાળાવ્યા. તે સાંભળીને દીર્ઘદૃષ્ટિવાળા મુનિ મનમાં ખૂબ રાજી થયા. શું આ હુકમ કંઇ રાજી થવા જેવા હતા ? એ હુકમ શુ હતા ? એ તે તમે જાણેા છેને ? જીવતા ચામડી ઉતારવાના રાજાને હુકમ હતા. છતાં મુનિ રાજી કેમ થયા? આ દીર્ઘદ્રષ્ટિને પ્રતાપ હતા. કે સમાધિપૂર્વક રાગ-દ્વેષને અવકાશ આપ્યા વગર જો હું આ ઉપસર્ગ સહન કરી લઉં તે। સદાને માટે આનાથી પણ અનંતગણી વેદના લાગવવાનું અધ થઇ જાય. નવ માસ સુધી માતાના ઉદરમાં ઊંધે મસ્તકે લટકવાનું બંધ થઇ જાય. ઘડપણ, રાગ આદિની પીડા સકાળ માટે જાય. મારા આત્માના સ્વભાવભૂત સુખાદિ ગુણાના ભેાગવટો કરનાર સદાને માટે બની જાઉં. આ રીતે ભાવિના અન ંતકાળના વિચાર સ્વરૂપ દીર્ઘદૃષ્ટિએ એમનામાં આનંદ પેદા કર્યા હતા. જે મુનિ ટૂંકી ઢષ્ટિવાળા હાત તેા આ હુકમ સાંભળતા ગભરાઈ જાત. પાર્ક પાકે રાવા માંડત. કયા જન્મના પાપ ઉદયમાં આવ્યા કે જેથી આવું કષ્ટ વેઠવાનેા પ્રસંગ આવ્યેા. કઇ રીતે એનાથી ખચી શકાય ? રાજાને ગાળા દંત, ગુસ્સો કરત. રાજાને વૈરી બની જાત. કોઈ પણ રીતે એનુ મન શાંત ન થાત તે! છેવટે નિયાણું કરત કે મારા આ તપ અને સંયમના પ્રભાવે આ ભવમાં વિના અપરાધે જીવતાં મારી ચામડી ઉતરાવનાર આ નિર્દયી રાજાની ચામડી ઉતરાવનાર ભવાંતરમાં હું અનુ. ઇત્યાદિ અનેક પ્રકારના સંકલ્પ-વિકા આ-રૌદ્ર ધ્યાનમાં પડીને કરત. આ મહાત્મા દીર્ઘદ્રષ્ટિવાળા હોવાથી ઉપરના એક પણ વિચાર એમના દિલમાં ન આવ્યેા. મુનિની સમતાથી ચડાળના હૃદય પીગળી ગયા – મહાત્માએ આત્માને શિખામણ આપી પોતાની શક્તિનું માપ કાઢી લીધું ને કારપણું કાઢવાને નિર્ણય કરી લીધે. રાજાને અને રાજાના ચંડાળાને એણે ઉપકારી માની લીધા ગંદવાડથી ભરેલા શરીરરૂપી જેલખાનામાંથી છેડાવનાર માની લીધા. ને પોતે જીવતા ચામડી ઉતરાવવા માટે તૈયાર થઇ ગયા. રાજાના હુકમના
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy