SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮ શારદા સાગર નાંખી આવવાનો છે. આ શબ્દો સાંભળીને છેક આશાભેર દે ને ઘઉંનો કોથળો ઉંચર્યો. વણકને દીકરે છે. કદી આવું વજન ઉપાડયું નથી પણ માતાની સેવા કરવા માટે કેથળો ઉંચકીને ચાલ્યો પણ વજન ઉંચકી શકતો નથી. પરાણે ચાલ્યા જાય છે ત્યાં એક કેરિયર સાથે અથડાતાં ભેંય પડી ગયે, તેના પગ ઉપર કેરિયરના પિડા ફરી વળ્યા તેમાં એક પગ કપાઈ ગયે ને બીજા પગે ફેકચર થયું. બેભાન થઈને પડે છે. કોઈ દયાળુને દયા આવી ને સામે હોસ્પિતાલ હતી તેમાં દાખલ કર્યો. ચાર પાંચ દિવસ સુધી હસ્પિતાલમાં બેભાન રહ્યો જ્યારે ભાન આવ્યું ત્યારે મા....મેસબી માદવા એમ તૂટક તૂટક શબ્દ બોલ્યા કરતે. જ્યારે સંપૂર્ણ ભાન આવ્યું ત્યારે કહે છે મારી માતાને કઈ ખબર આપો. મને આ શું થયું ? મારી માતાનું શું થયું હશે! પગે ચાલી શકે તેમ ન હતું. કેવી રીતે જવું? દીકરા દીકરા કરતા માતાએ છોડયા પ્રાણુ - એણે સરનામું આપીને નર્સને કહ્યું. બહેન! મારી માતાની ખબર કાઢી આવે ને? એની શું સ્થિતિ છે? માતાની ખબર કઢાવી તો સમાચાર મળ્યા કે માતા તો દીકરાનું રટણ કરતી કરતી પરલોક સિધાવી ગઈ. આ સાંભળી છોકરે પોક મૂકીને છૂટે મોઢે રડે. તેનું રૂદન જોઈને બીજા દદીઓ પણ રડી ઉઠયા. અરેરે.... કે કમભાગી ! જે માતાએ બાળપણમાં વિધવા૫ણુના દુઃખ વેઠી પોતાની જાત નીચોવીને ભણાવ્યો તેની આટલી સેવા પણ ના કરી શક્યા ! ઘુંટડો મોસંબીને રસ પણ પાઈ ન શકે. મરતાં મરતાં એના મોઢે પાણી પણ ન મૂકી શકો? હવે એ માતા કયાં મળશે? એમ કરતાં એક મહિને હોસ્પિતાલમાંથી રજા મળી પણ ઘેર કેવી રીતે જવું? તેના માટે જાઉં? ઘરમાં એક પૈસો કે અનાજને કણ નથી. મમતા પીરસનારી માતાની હૂંફ નથી. હવે ઘેર જઈને શું કરું? દવાખાનામાંથી લાકડાની ઘોડી બનાવી આપી હતી. તેના સહારે આ છોકરે મેદાનમાં જ્યાં બધા ભિખારીઓ બેસે ત્યાં બેસેને કેઈને દયા આવે તે પાઈ પૈસે આપે તેમાંથી દાળીયા મમરા લઈને પિતાના દિવસે ગુજારતે હતે. એક દિવસ એવું બન્યું કે એક માણસ ત્યાંથી પસાર થતો હતો ને આ છોકરે આપે મા-બાપ એક પૈસ–ગરીબની દયા કરો એમ બેલતો હતો. પેલે માણસ એને જોઈને થંભી ગયો ને પૂછ્યું કે છોકરા ! તું કેણુ છું? બંનેને વિચાર આવે છે કે આપણે એક બીજાને જોયા છે. તેથી પૂછયું કે તને આ શું થયું? ત્યારે કરાએ બનેલી બધી કહાની કહી. સંત સમાગમ પછી મેનેજરના હૃદયને પલટે - છોકરાની દર્દભરી કહાની સાંભળીને કહે છે દીકરા! તારી આ દશા કરાવનાર હું એ શેઠને મેનેજર છું. મેં નોકરી રાખવાની ના પાડી ન હોત તે તારી આ દશા ન થાત ને! મારા પાપે તારો ૫
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy