SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. આચાર્ય ગચ્છાધિપતિ પૂજ્ય શ્રી ખા. બ્ર. ગુરૂદેવ રત્નચંદ્રજી ગુરવે નમઃ સંવત ૨૦૩૧ ના વાલકેશ્વરના – ચાતુર્માસમાં આપેલા પ્રવચન અધિકાર (અનાથી નિથ) વ્યાખ્યાન ન.−૧ અષાડ વદ બીજને ગુરુવાર વિષય : – સુખી થવાનો શ્રેષ્ઠ ઉપાય’–“ આત્મદમન ’’ સુજ્ઞ ખએ, સુશીલ માતા ને બહેન ! અનંત કરુણાનિધિ, શાસનપતિ, વીર પ્રભુના મુખકમળમાંથી ઝરેલી શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. બત્રીસ સિદ્ધાંતમાં ઉત્તરાધ્યયન સૂત્ર એ પ્રભુની અંતિમ વાણી છે. આ પ્રવચન રૂપી મહાવૃક્ષની અનેક શાખા પ્રશાખાએ છે. તેમાંની એક શાખા તે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર તેની છત્રીસ પ્રશાખા રૂપી છત્રીસ અધ્યયન છે. તેમાંની વીસમી પ્રશાખા રૂપી વીસમુ' અધ્યયન છે. જેમાંથી આપણને આત્મતત્ત્વના મધુરા સુધારસના ઘૂંટડા પીવા મળશે. એટલે આજના મ ંગલ દિવસે આપણે એ શ્રુત વાણીના વાંચનની મંગલ શરૂઆત કરીએ. શાસ્ત્રકાર ભગવતાએ ચાર દુર્લભ વસ્તુમાં શ્રુતિ એટલે શાસ્ત્ર શ્રવણુની ગણના પણ કરેલી છે. શાસ્ત્ર શ્રવણના યાગને તમે નાના સૂનેા માનશે। નહિ. જયારે જીવના શગાદિ ઢાષાની પરિણિત મ થઈ હાય, કષાયાનુ જોર નરમ પડયું હોય અને કલ્યાણની કામના પ્રગટી હોય ત્યારે સર્વજ્ઞપ્રણીત શાસ્ત્ર સાંભળવાની જિજ્ઞાસા થાય છે અને પ્રખળ પુણ્યાદચે સંભળાવનાર સદ્ગુરૂના ચેાગ પ્રાપ્ત થાય છે. અપ સંસારી આત્માનુ પ્રથમ લક્ષણુ જિનવચનની અનુરકતતા છે. એટલે તમને જિનવાણી સાંભળવામાં રસ આવતે હાય તે જરૂર માનજો કે તમે અલ્પસ’સારી છે. હવે તમારા સંસાર બહુ અલ્પ ખાકી રહ્યો છે તે તમારા આત્મવિકાસના અરુણાય થઈ ચૂકયેા છે. બંધુએ પૌલિક સુખા નકલી છે, બનાવટી છે, તુચ્છ છે, ક્ષણભ ંગુર ને અસાર છે તેને છેડયા સિવાય ત્રણ કાળમાં પણ સાચા આત્મિક સુખની પ્રાપ્તિ થવાની નથી. આત્માનું સુખ મેળવવા માટે માનસિક શાન્તિની પ્રથમ જરૂર છે. આજે તે જ્યાં જુએ ત્યાં શાંતિના ખલે અશાંતિને દાવાનળ સળગી રહ્યો છે. પ્રાઇમીનીસ્ટરથી માંડીને પટાવાળા સુધી અને શેઠથી માંડીને મજૂર સુધી કોઈને શાન્તિ નથી. જે મહિને હજાર કમાય તેને પણ હાયવાય છે ને પાંચ હજાર કમાય તેને પણ ઉપાધિ છે. મહિને દ્રશ હજારની પેઢાશવાળાને પણ એટલી દાડાદોડી છે ને જખાન પર લાખાના સેઢા કરનારના મગજ પણ ચિંતાથી ઘેરાયેલા છે. આજને માનવ ઝંખે છે શાન્તિ પણ જીવનના ક્રમ એવી રીતે ઘેરાયેલા છે કે જેમાં શાન્તિના દર્શન થાય નહિ. એક વસ્તુ મેળવવાની ઇચ્છા થાય ને જ્યાં સુધી તેની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મન અશાંત રહે છે તે મળી
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy