________________
૩૫૮
શારદા સાગર
ભોગવવી પડે છે. પાપને ઘડો ફૂટયા વિના રહેતો નથી. મીઠું ફૂટી નીકળે છે તેમ પાપ પણું ફૂટી નીકળે છે દેશમાં લોકો માટીના માટલામાં મીઠું ભરે છે. થડે સમય જાય એટલે માટલાની બહાર મીઠાના ઝામાં ફૂટી નીકળે છે, તેમ જયારે કર્મને ઉદય થશે ત્યારે ચારે બાજુથી પાપ ફૂટી નીકળશે.
- કર્મચતરની લીલા અલૌકિક છે. કર્મચતુર વણીક ભેળા ને ભદ્રિક એવા જીવરામ પટેલને તેની જાળમાં ફસાવે છે. જે છે મેહ-મમતામાં આસકત બને છે તે કર્મચતુર ની જાળમાં ફસાય છે ને જે તેને ઓળખે છે તે ફસાતા નથી. તે પિતાની સાધના સાધી જાય છે. આ પર્યુષણ પર્વના પવિત્ર દિવસમાં છળ-કપટ અને માયામમતા છોડીને પવિત્ર બનવાનું છે. કર્મ ચતુર વણકને હઠાવી શાશ્વત સ્થાન પ્રાપ્ત કરવા માટે તપ કરવાની જરૂર છે. પરને છેડી સ્વમાં આવવું એ આ પર્યુષણ પર્વની મહત્તા છે. આપણે ત્યાં મહાન તપના માંડવડા રોપાઈ ગયા છે. ભાઈઓ, બહેને અને અમારા મહાસતીજીઓ પણ આત્માને શુદ્ધ બનાવવા તપશ્ચર્યામાં જોડાઈ ગયા છે. આપ પણ જોડાવ. વધુ ભાવ અવસરે.
વ્યાખ્યાન નં ૪૩. શ્રાવણ વદ અમાસને ગુરૂવાર
તા. ૪-૯-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
મહામંગલકારી પર્વ શિરોમણી શ્રી પર્યુષણ મહાપર્વને સુવર્ણ અવસર જીવનના આંગણે આવ્યો છે. પૂર્વ પુણ્યાઈની સાચી સફળતા આવા પર્વ દિવસેને હલ્યના બહુમાન ભાવે સત્કારવા તથા સન્માનવામાં રહેલી છે. જીવનમાં કવચિત્ પ્રાપ્ત થતા આ મહાપર્વને પિછાણ, તેની મહત્તાને જાણી જૈન શાસનની સુવિહિત પરંપરાને જાળવી પવન ધિરાજની આરાધના કરવા ધર્મશીલ ભવ્ય છાએ ઉજમાળ રહેવું જોઈએ. જીવનને સાર ધર્મ છે. ધર્મને સાર આરાધના છે ને તેને સાર આરાધક ભાવ છે. આરાધક ભાવને જીવંત તથા જાગૃત રાખનાર સર્વ આલંબનેમાં પૂર્વ મુકદમણિ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ છે.
આજે જગતમાં ચારે બાજુ દષ્ટિ કરતા દેખાય છે કે સમસ્ત સંસારમાં કેવળ વ્યાપકરૂપે અસંતોષ, અશાંતિ, ને ઉદ્વેગ, તૃષ્ણા તથા મમતા અને મૂછના રૌદ્ર તાંડ ઘેર ઘમસાણ મચાવી રહ્યા છે. પુણ્યાઈ તદ્દન કાચી ને કાચના વાસણ જેવા દેખાવ માત્રની છે. શખના રમકડાં જેવી પ્રતિષ્ઠા, પાણીમાં ડુબેલા પતાસા જેવી સંપત્તિ, અને નિદ્રાવસ્થાના સ્વપ્ન જે પરિવાર તથા પાણીના પરપોટા જેવી કાયા, આ બધી ભંગાર