________________
૩૫૪
શારદા સાગર
આવવા દઉં પણ મારી એક શરત તમારે મંજૂર કરવી પડશે. શું? તે કહે છે તમારા સહકુટુંબે બીજા દિવસથી મારી ગુલામી નીચે રહેવું પડશે. પટેલ એ વાત કબૂલ કરે છે. જીવરામ પટેલે માન્યું કે આખો દિવસ છે તો તેમાં હું ઘણું બધું એના મહેલમાંથી લઈ લઈશ. પછી એની પાસે શું રહેવાનું છે? પટેલે પંચની સાક્ષીએ કરાર કર્યો કે મારે જે લેવું હોય તે માન-સન્માનપૂર્વક લેવા દેવાનું. તેમાં તમારી રુકાવટ નહિ ચાલે. જીવરામ પટેલે કરાર કર્યો. પાકું લખાણ થઈ ગયું. કયે દિવસે કર્મચતુરના મહેલમાં જવું તે દિવસ પણ નકકી થઈ ગયે ને કર્મચતુર શેઠે જીવરામ પટેલને આમંત્રણ આપ્યું. શેઠે ઘરને ખૂબ સજાવ્યું. દરેક વસ્તુઓ તેમાં શ્રેષ્ઠવી દીધી. નકકી કરેલા દિવસે ભલા ને ભેળા જીવરામ પટેલ કર્મચતુરના મહેલમાં આવ્યા.
“ આવ્યા તેવા જાય ને જીવનભરના દાસ બને તેવું કાવવું":- કર્મચતુર શેઠ જીવરામ પટેલનું ખૂબ ભાવભીનું સ્વાગત કર્યું. ને કહ્યું-ચાલે, પહેલાં સ્નાન કરી લે. જીવરામ પટેલને સ્નાન કરવા માટે બાથરૂમમાં લઈ ગયા ને સારા સારા કપડાં તેમાં મૂકયાં ને કહ્યું–તમને જે ગમે તે કપડાં પહેરજે, બાથરૂમની શોભા જેઈને જીવરામ તે છક થઈ ગયા કે કેવું સુંદર બાથ છે! કેવી ચકચકતી લાદીઓ ચૂંટાડી છે. તેલ માલીશ કર્યા ને ઊંચા પ્રકારનો સાબુ લગાડી સ્નાન કર્યું. પછી પટેલ વિચાર કરે છે કે આ કપડાં પહેરું કે આ પહેરું. કપડાં પહેરતાં ઘણે ટાઈમ પસાર થઈ ગયે. બહાર આવ્યા ત્યાં બદામ પીસ્તા ને કેશર નાંખીને કહેલાં દૂધ અને જાતજાતના નાસ્તા તૈયાર છે. દાસ-દાસીઓ બધા ખૂબ આગ્રહ કરીને જીવરામ પટેલને ચા-પાણી નાસ્તા કરાવે છે. આમ કરતાં પ્રથમ પ્રહર પહેલા મજલામાં પૂરે થે. ત્યાર પછી બીજે માળે લઈ જઈને પટેલને જુદી જુદી જાતના રમકડાં બતાવ્યા ને ચિત્રશાળામાં લઈ જઈ તરેહ તરેહના ચિત્ર બતાવ્યા. પટેલ તે એ બધું જોવામાં રહી ગયા ત્યાં જમવાને સમય થઈ ગયે.
જીવરામ પટેલને જમવા માટે બેસાડયા. ચાંદીના થાળમાં જાતજાતની વાનગીઓ પીરસાઈ. રસોઈમાં ઘેન નાંખેલું હતું. પટેલે બધી વાનગીઓ થેડી થેડી ખાધી પણ પિટ તે ખૂબ ભરાઈ ગયું. પટેલ જમી રહ્યા એટલે કર્મચતુર શેઠના માણસે કહે છે કે તમારે જે લેવાનું છે તે બધું ત્રીજે માળે છે. ચાલો, હવે જીવરામ પટેલ ત્રીજે માળે આવ્યા. ત્રીજે મજલે જોતાં જીવરામ પટેલ તે ચકિત થઈ ગયા. નવયુવાન સંદર્યવંતી સ્ત્રીઓ પટેલનું સ્વાગત કરે છે. તેને શરબતની પ્યાલીએ પીવા આપે છે. આ શું કહેવાય તેની પટેલને ખબર નથી. પટેલ તે સ્ત્રીઓના પ્રેમમાં ને મદિરાની પ્યાલીઓ પીવામાં મુગ્ધ બની ગયા. પેલા માણસો પટેલને ચેતાવે છે કે પટેલ! તમારે બધું લેવાનું છે ને? એ માલના પોટલા કયારે બાંધશે? પટેલ કહે છે ગાંસડીઓ બાંધતા શી વાર? હજુ ઘણે સમય છે. સુંદરીઓના પ્રેમ તથા સુરા પીવામાં ભાતે જાય છે.