SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૧ શારદા સાગર ચેટી ચાર મલી કરી, આવી અંજના પાસ, વચન કટક કહ્યાં અતિ બાલી સઘળી દાસી, સાસુ સસરાને લજાવ્યા, લજાવ્યા પિયર ને સાળ વંશ વગેવણું ઉપની, તારું મુખ જોતાં લાગે છે પાપ, ત્રણ પૈસાની તરકડા જેવી દાસીઓ આવીને અંજનાને કહે છે શું સારું કાળું મુખ લઈને ઊભી રહી છે? ચાલી જા અહીંથી. તને –અવાડે ન મળે કે અહીં તારું કાળું મોઢું લઈને આવી છું? છેવટે તારા ઘરમાં ઘાસલેટ તે હતું કે નહિ? ઘાસલેટ છાંટીને બળી મરવું હતું પણ તે પાપણી! અહીં માતા પિતાને દુઃખી કરવા શા માટે આવી છે તે તો આવા કાળા કામ કરીને તારા સાસરા, પિયર અને મોસાળ એમ ત્રણે કુળ લજાવ્યાં છે. તારું કાળું મોટું જોતાં અમને પાપ લાગે છે. માટે જલ્દી ચાલી જા. દાસીઓના ગોળી જેવા વચન સાંભળીને અંજના ધરતી ઉપર ઢળી પડી. થેડી વારે ભાનમાં આવીને રડવા લાગી કે અરેરે...મારું કોઈ નથી. મને કઈ સત્ય હકીકત પણ પૂછતું નથી. મારી માતાએ મને મહાન કઠણું શબ્દો કહ્યા ! ને દાસીએ ફાવે તેવા શબ્દો કહે છે. આ રીતે કરૂણ સ્વરે કહપાંત કરે છે ત્યાં એક દાસીએ તેને ધકકો માર્યો. એક તે ગર્ભવતી છે. આઠમે માસ છે. આવી સ્થિતિમાં પણ કેઈ એની દયા કરતુ નથી, એને ખૂબ લાગી આવ્યું. હવે તે વસંતમાલાને પણ હાડહાડ લાગી આવ્યું. અરરર...માતાજી પણ આવા કઠોરહૃદયના બની ગયા ! હે કર્મરાજા ! તમને કંઈ શરમ નથી ! આ સતીને આવા કષ્ટ પડે છે. અંજનાને ધકકે લાગવાથી જમીન પર પડી ગઈ છે ને મૂછવશ બની છે. આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૪૧ અઠ્ઠાઈધર” શ્રાવણ વદ ૧૩ ને મંગળવાર તા. ૨-૯-૭૫ મુક્તિને મંગળ સંદેશ આપનાર, સુખ અને શાંતિના દૂત એવા પવિત્ર પર્યુષણ પર્વની આપણે ઘણા દિવસથી રાહ જોતા હતા તે મંગળકારી પર્વાધિરાજની આજે પધશમણું થઈ ગઈ છે. આ પર્યુષણ પર્વ સર્વ પર્વેમાં શીરોમણી સમાન છે. જેમ સર્વ સમુદ્રમાં ક્ષીર સમુદ્ર, સર્વ તેમાં બ્રહ્મચર્ય, સર્વ પર્વતમાં મેરૂ પર્વત અને સર્વ નદીઓમાં ગંગા-સિંધુ નદી-શ્રેષ્ઠ છે તેમ સર્વ પર્વમાં પર્યુષણ પર્વ શ્રેષ્ઠ છે. જગતમાં પર્વોના બે પ્રકાર છે લૌકિક અને લોકોત્તર. આ પર્યુષણ પર્વ લોકેત્તર પર્વ છે. પર્યુષણ પર્વ એ લકત્તર પૂર્વ શા માટે? આ પર્યુષણ પર્વની આરાધનામાં લકત્તર માર્ગની સાધના
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy