________________
શારદા સાગર
૩૩૭
કહે છે મહારાજ! તમારા માથે મુંડે છે. માટે તમે એકેન્દ્રિય કહેવાઓ. (હસાહસ). મહારાજ સમજી ગયા કે આ શ્રાવકોમાં બિલકુલ જ્ઞાન નથી. આ બધાને એકડેએકથી સમજાવવાની જરૂર છે.
સંતે નાના ગામમાં શેષકાળ રોકાઈને જીવ, અજીવ, પુણ્ય-પાપ આદિ નવ તત્ત્વનું જ્ઞાન કરાવ્યું, બંધુઓ. જ્ઞાનને મહિમા અમાપ છે. જ્ઞાનથી જડ અને ચૈતન્યનું ભાન થાય છે. આ ભાન થતાં જીવ વિચાર કરે છે કે હું જડના બંધનમાં જકડાવાવાળો નથી. હું તે અનંત શક્તિને અધિપતિ છું. મારું સ્વરૂપ અજોડ છે. હું બાદશાહને પણ બાદશાહ છું, શહેનશાહને પણ શહેનશાહ છું, મારામાં અનંત સુખને પ્રજાને ભરેલે છે, માટે હવે મારે પરની પાસે ભૌતિક સુખની ભીખ માંગવી ના જોઈએ. સિંહ થઈને હવે બકરાથી શા માટે ડરૂં છું? દેવાનુપ્રિયે! જેને આવું જ્ઞાન અને ભાન થાય છે તેને શરીરને મોહ નથી રહેતું. પછી એ ઉપવાસ કરે તે એમ ન વિચારે કે ઉપવાસ કરૂં પણ નબળાઈ લાગશે. શરીર સુકાઈ જશે તે શું કરીશ?. આવા માયકાગલા વેડા ન કરે. શરીરને સાચવનાર આત્મસાધના ન કરી શકે. આત્મસાધના શૂરવીર હોય તે કરી શકે છે. જુઓ, આપણે ત્યાં શૂરવીરેએ તપની આરાધના શરૂ કરી દીધી છે.
કર્મની સામે જંગ ખેલવા માટે નિકળેલા અનાથી મુનિ પણ શ્રેણીક રાજાને અનાથ સનાથનું ભાન કરાવે છે કે હે રાજન! અનંત કાળથી પિતાને નિર્ણય, પિતાની શકિત અને પિતાને ભાવ પ્રગટ કરવાની એટલે પરમાં જતો ભાવ વશ કરવાની શક્તિ પ્રગટ ના થાય ત્યાં સુધી તેને વીતરાગ દેવ અનાથ કહે છે. હે મહારાજા! તમે જેને અનાથ કહે છે તેમાં અને હું જેને અનાથ કહું છું તેમાં ઘણું અંતર છે. હવે એ વાત સમજાવવા માટે હું બીજા કેઇના અનુભવની વાત કરતો નથી પણ મારા પિતાના અનુભવથી તમને સમજાવું છું તે સાંભળે. રાજા છેક પાસે અનાથી મુનિ પિતાના જીવનની કહાણી કહે છે.
कोसंबी नाम नयरी, पुराण पुर भेयणी। तत्थ आसी पिया मज्झं, पभूय धणसंचओ ॥
ઉત્ત. સૂ. અ. ૨૦, ગાથા ૧૮. આ કૌસંબી નામની નગરી ખૂબ પ્રાચીન હતી. ને ખૂબ પ્રસિદ્ધ હતી. નવી ચીજ કરતાં જુની ચીજો ખખ કિંમતી હોય છે. તમે પહેલાના મકાને જોશે તે તેમાં ખૂબ કતરણ જણાશે. અત્યારના મકાનની બાંધણી જુદી હશે. ઘણી જગ્યાએ પ્રાચીન વસ્તુઓને ખૂબ સંગ્રહ કરવામાં આવે છે. આ નગરી પુરાણી હતી છતાં ત્યાંના લેકે ખૂબ સુખી હતા. નગરીની શોભા નિરાલી હતી. બાગબગીચા આદિ ફરવા માટેના રમણીય સ્થાને હતા ને વહેપાર ખુબ ધમધોકાર ચાલતું હતું. આવી સુંદર અને