SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ શારદા સાગર સત્ત્વ છે. મળેલી બુદ્ધિનું ફળ શું? તત્વની વિચારણા. આ બુદ્ધિને ઉપયોગ પાંચ ઈન્દ્રિયના વિષયે અને ભૌતિક સુખને ઉપલેગ કરવામાં કરશે તે જ્ઞાનીની દ્રષ્ટિએ જીવન ગુમાવવા જેવું છે. ગમે તેટલી મહેનત કરે, સમયને વ્યય કરે છતાં પણ જેમ રેતી પલવાથી તેલ મળતું નથી, પાણીને લેવાથી માખણ મળતું નથી ને કદના ફતરા ખાંડવાથી ચેખા મળતા નથી તેમ જ્ઞાની કહે છે તું લાખે, કોડે કે અબજો રૂપિયાની આપ લે કરતે હોય, ટેલિફેન દ્વારા કામ ચલાવતું હોય ને તારી બુદ્ધિથી ઘણું ધન પ્રાપ્ત કરતો હોય તે તેની કેઈ વિશેષતા નથી. પણ વિશેષતા હોય તો એ બુદ્ધિ દ્વારા તવનું ચિંતન કરતા છે તે તેની છે. કદી તમારા આત્માને કહે છે – અયે મુસાફીર કાં તું આવ્યો હવે પછી કે જાવું છે, પિતાના મારગને મૂકીને કયાં સુધી અથડાવું છે. હું તું ને આ મારું તારું પલમાં છેડી જાવું છે, ચડેલ કફની ઉતરી જાતાં વીલું મુખ થઈ જાવું છે.” હે ચેતન દેવ! તું કોણ છે? આ સંસારમાં શા માટે આવ્યો છે? અને આ પરિભ્રમણ શા માટે થઈ રહ્યું છે? આ હું ને તું, મારું ને તારું ક્યાં સુધી કરીશ? તું જ્યારે કે ત્યારે આ શરીર છેડીને જઈશ ત્યારે તારી સાથે શું આવશે? જે આત્માઓ તેને સમાગમ કરે છે ને વિતરાગ વાણીમાં અનુરક્ત બને છે તેને એવું જરૂર ભાન થાય છે કે હું આ દેહ નથી પણ તેમાં વસેલે અનોખું અને અદ્વિતીય ચૈતન્ય તત્વ છું ઘણુ જીવને એવું ભાન નથી કે જે શું? હું કોણ છું? વસ્તુ અને વ્યક્તિમાં આસક્તિના કારણે આ પરિભ્રમણ ચાલ્યા કરે છે. જેમ પાણી લેવાથી માખણ મળતું નથી તેમ આ પિલ્ગલિક પદાર્થો પ્રત્યેને રાગ મને સુખ કે શાંતિ આપનાર નથી. અનંતકાળથી વિષયમાં બુદ્ધિનું આંદોલન જ્ઞાડું છું તે હવે તત્ત્વની વિચારણા કરું? બેલ! આવું થાય છે? જેણે જીવનમાં તત્ત્વ શોધ્યું તેણે બધું શોધ્યું છે. તેને એ પણ સમજાઈ જાય છે કે આ દેહને સાર હોય તે વ્રતને ધારણ કરવા તે છે. કારણ કે જેની દષ્ટિ ખુલે તેને એમ લાગે છે કે આ માયા-મમતા એ મારા જીવનને સાર નથી. અરે! આ જગત એ જુદી જુદી ગતિઓમાં ઉત્પન્ન થયેલા જીવોને પીસાવાનું પ્રેસ છે. ધનવાન - ગરીબ વૃધ-યુવાન દરેકને આ પ્રેસમાં પીસાવું પડે છે. માટે જ્ઞાનીઓ પડકાર કરીને કહે છે હવે તે જાગે? સૂર્ય ઉદયમાન થયો છે. સાધનાના સેનેરી કિરણે પડ્યા છે. પણ ઊંઘવામાં રહી ગયા છે. “ સંહ ડિં જ ” ભગવાન મહાવીરે જાગવાની ઉઘેષણ કરતાં કહ્યું છે કે હે જીવ! તું સ્વ ને ઓળખ. તારી અનંત શકિતને પિછાણું. પણ હજુ સુધી કેમ સમજતા નથી. આત્મા અનંત શક્તિને ભંડાર છે. કવિની કલ્પના છે કે જ્યારે તે સમજણમાં આવશે ને પડખું બદલશે ત્યારે પર્વત ધણધણી ઉઠશે. હવા
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy