________________
૩૧૪
શારદા સાગર જોઈએ. તેમાં તમે કળાબાજ બનશો તે તમારી વાણીમાં એવી શક્તિ આવશે કે તમે અશાંતિમાં શાંતિને પ્રવાહ રેલાવી શકશે. કારણ કે વાણી: તે જાદુઈ અસર કરે છે.
અહીં શ્રેણીક રાજાએ મીઠાશથી મુનિને કહ્યું કે આપ રખે મૃષાવાદ બોલતા હો! ત્યારે મુનિએ પણ મીઠાશથી કહ્યું કે હે રાજન ! પૃથવીપતિ! તમે અનાથના ભેદ સમજતા નથી. પણ તમારી જાણવાની ખૂબ જિજ્ઞાસા છે એટલે હું અનાથ અને સનાથના ભેદનું તમારી પાસે વર્ણન કરીશ. હવે મુનિ રાજા શ્રેણીકને અનાથ સનાથના ભેદ સમજાવશે તેના ભાવ અવસરે.
ચરિત્ર:- સતી અંજના ઉપર રાજાને ઘણા પ્રકોપ થયો છે ત્યારે મહામંત્રી સમજાવે છે. હે મહારાજા ! જ્યારે દીકરીને સાસરે દુખ પડે ત્યારે શરણભૂત પિતા હોય છે. મહામંત્રી! શરણ કેને અપાય? આવી પાપિણીને? મહારાજા? તમે એમ કેમ માની લીધું કે આ પાપિણ છે! શું અંજના નિર્દોષ ન હોઈ શકે? તમે એને બેલાવીને પૂછે તે ખરા. અંજનાની સાસુ કેતુમતીને સ્વભાવ કેટલે ક્રૂર છે એ શું તમે નથી જાણતા? એણે અંજનાને કદાચ બેટી લંકિત કરી હોય. માટે આપે હમણાં અંજનાને છૂપી રીતે અહીં રાખવી જોઈએ. કારણ કે ગમે તેમ તે ય આપણી પુત્રી છે.
“મંત્રીની ભલામણુ” – રાજા કહે છે મહામંત્રી ! સાસુઓ તે બધે આવી હોય છે. પણ પુત્રવધુઓનું આવું ચરિત્ર કયાંય સાંભળ્યું નથી. વળી એ ગર્ભવતી છે. તે પવનને આ ગર્ભ ક્યાંથી હોય? કારણ કે આપણે સાંભળવા મુજબ અંજનાને પવનજીએ બાર વર્ષોથી ત્યાગ કરે છે. માટે કેતુમતીએ જે શિક્ષા કરી છે તે યોગ્ય છે.
બંધુઓ ! મહેન્દ્ર રાજાના હૃદયમાં સદાચારનું મૂલ્ય કેટલું બધું ઊંચું અંકાયેલું હશે કે સદાચારનું પક્ષપાતી હૃદય પિતાની પુત્રી પ્રત્યે પણ મચક આપતું નથી. અંજના દેષિત નથી છતાં એના પર જે આરોપ આવી પડે છે એ સાંભળી મહેન્દ્ર રાજા ધ્રુજી ઉઠયા પણ પુત્રીને રાખવા માટે તૈયાર નથી. જીવનમાં સદાચાર હો જોઈએ પણ તે પિતાના માટે બીજાને અન્યાય થઈ જાય તેવે સદાચારને પક્ષપાત ન હૈ જોઈએ. પૂર્ણ તપાસ કર્યા વિના કોઈના કહેવા પરથી કે પિતાના મનથી અનુમાન કરી બીજાને હલકા પાડવા તે ન્યાય નથી. જે કેઈની કહેલી વાત સાંભળી પિતાના મનથી અનુમાન કરી બીજા આત્માને જે બદનામ કરે છે તે છે કઠોર પાપ કર્મો બાંધે છે કે જેના વિપાકે ભવાંતરમાં આંખમાંથી આંસુ પડાવે તેવા આવે છે. અહીંયા અંજના સતીના દુષ્ટ કર્મો મહેન્દ્ર રાજાને ભાન ભૂલાવે છે, છતાં પુત્રીને બોલાવીને પૂછવું જોઈએ તે પિતાની ફરજ છે.
મહામંત્રી કહે છે મહારાજા! અંજનાના લેહીમાં આપના સંસ્કાર રેડાયેલા છે. વર્ષો સુધી તેણે આપણા ઘરમાં રહીને શીલ અને સદાચારની કેળવણી લીધી છે. આપણે