SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ સંવત ૨૦૨૯ માં કાંદાવાડી સંઘની આગ્રહભરી વિનંતીને માન આપી પૂ. મહાસતીજીએ કાંઠાવાડીમાં ચાતુર્માસ કર્યું. તે ચાતુર્માસમાં પૂ. મહાસતીજીએ માત્ર બૃહદ મુંબઇમાં નહિ પણ સારાયે ભારતમાં દાન, શીલ અને તપમાં અજોડ અને અભૂતપૂર્વ વિક્રમ સ્થાપ્યા. ખભાત સપ્રઢાયને, ભગવાન મહાવીરને અને જૈન શાસનના જયજયકાર કર્યા. પ ધિરાજ પર્યુષણ પર્વ દરમ્યાન દાનમાં જુદી જુદી જનકલ્યાણની, માનવતાની અને સહધર્મી વાત્સલ્યની પ્રવૃત્તિઓ માટે રૂ. ૧૦ લાખ ભેગા થયા. તપશ્ચર્યા છકાઇથી લઈને ૪૫ ઉપવાસ સુધીની સંખ્યા ૧૦૦ ઉપર પહોંચી. આ રીતે સતીજીના સત્ત્ના પ્રભાવે કાંદાવાડીનું ચાતુર્માસ અભૂતપૂર્વ બની ગયું. - કુંવત ૨૦૩૦ માં માટુંગા સંઘના આગ્રહભરી વિનંતીને માન આપી પૂ. મહાસતીજીએ માટુંગા ચાતુર્માસ કર્યું. પૂ. મહાસતીજીના પ્રભાવશાળી પ્રવચનેાથી શ્રી સંઘમાં પશ્ચર્યાનાં પૂર આવ્યા હતા. છ ઉપવાસથી લઇને ૩૫ ઉપવાસ સુધીની સંખ્યાને આંક ૨૭પ ઉપર પહાંચ્ચે હતા. સાળ સેાળ વર્ષની બાલિકાઓએ માસખમણની ઉગ્ર સાધના કરી હતી, દાનવીરાએ દાનના વરસાદ વરસાવ્યે. નવ ભાઈ બહેનાએ આજીવન બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞા કરી. આ રીતે માટુંગાનું ચાતુર્માસ પણ દાન, શીલ, તપ અને ભાવનાથી ગાજતુ બન્યું હતું. C વત ૨૦૩૧ માં વાલકેશ્વર શ્રી સંઘની આગ્રહભરી વિનંતીને માન આપી પૂ. મહાસતીજી વાલકેશ્વર ચાતુર્માસ પધાર્યા. પૂ. મહાસતીજીના આત્મપશી, એજસ્વી, પ્રભાવશાળી પ્રવચનથી માનવના હૃદયમાં એવું અનેરું આકર્ષણ થયું કે જેથી ચાતુર્માસમાં વ્યાખ્યાનહેાલ હરહમેશ ચિક્કાર ભરાયેલે રહ્યા છે. જનતાને સારી રીતે પૂ. મહા તીજીના પ્રવચન સાંભળવાને અમૂલ્ય લાભ મળે ને શાંતિથી બેસી શકે તે માટે શ્રી સ ંઘે ઉપાશ્રયના કંપાઉન્ડમાં મંડપ બાંધ્યા હતા. પૂ. મહાસતીજીના દાન, શીયળ, તપ ઉપર ના જોરદાર પ્રવચનથી વાલકેશ્વર સંઘમાં તપની, દાનની અને શીલની ભરતી આવી હ દી. છ ઉપવાસથી લઇને ૩૨ ઉપવાસ સુધીની સંખ્યાના આંક ૧૫૦ ઉપર પહેાંચે તે. સેાળ ભાઈબહેનેાએ સજોડે એટલે ૩૨. આત્માએએ આજીવન બ્રહ્મચર્ય - વ્રતની પ્રજ્ઞા કરી, દાનમાં ભાઇ બહેનેાએ પેાતાના હૈયાના ઉમંગથી દ્વાનના વરસાદ વરસાદ વરસાવ્યે. તે પરિણામે રૂ. પાંચ લાખ ભેગા થઇ ગયા. બૃહદ મુંબઇમાં વાલકેશ્વરને ડાયમંડ હૈં રીયા કહેવામાં આવે છે. તે ડાયમડ એરીયા ધનની સાથે દાન, શીયળ, તપ અને ભાવ ાં પણ ડાયમંડ એરીયા બની ગયા. સારા ચે મુંબઈમાં વાલકેશ્વર તપ-ત્યાગમાં આ ચાતુર્માસમાં મેખરે આવ્યું. આ બધે પ્રભાવ અને યશ પૂ. મહાસતીજીના ફાળે જાય છે. આ વખતનું ચાતુર્માસ વાલકેશ્વરના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે લખાશે.
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy