SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૩૦૫ તમારા મરણમાં હું લીન બનું. આ પ્રમાણે જૂઠલ શ્રાવકના દિલમાં રણકાર ઉઠી રહ્યા છે. તે સમયે તેમની રહિયા આદિ બધી સ્ત્રીઓ પૌષધશાળામાં આવીને તેમણે નિર્ણય કર્યા મુજબ લાકડા અને છાણાં જૂઠલ શ્રાવકની ચારે બાજુ ગોઠવી દીધા ને તેના ઉપર ઘાસ નાંખી આગ લગાડી, જૂઠલ શ્રાવક અવધિજ્ઞાનથી બધું જાણે છે છતાં કોઈના પ્રત્યે મનથી પણ વેષ કરતા નથી. તે આત્મધ્યાનમાં સ્થિર બની ગયા. અગ્નિ બરાબર પ્રજવલિત થયે એટલે કેઈ જોઈ જશે તે અમારું પોકળ ખુલ્લું થઈ જશે એ ડરથી સ્ત્રીઓ પિતાને ઘેર ચાલી ગઈ. આ તરફ જઠલને દેહ જલવા લાગ્યું. શરીર દાઝે છે. મહાભયંકર વેદના ઉપડી પણ આત્માને વેદન થતું નથી. તે જાણે છે કે મારી સ્ત્રીઓનું આ કારસ્તાન છે છતાં એ દુષ્ટ સ્ત્રીઓ પ્રત્યે રોષ કે કેધ કરતા નથી. એ તે એમ વિચાર કરે છે. દેહ બળે છે હું નથી બળતે, અજર અમર પદ મારું. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી, અવિનાશી હું આત્મસ્વરૂપ, અગ્નિ ભડભડાટ બળે છે. તેમાં શરીર જલે છે. તે સમયે લ શ્રાવક કહે છે તે ચેતન! તારી કસોટીને સમય છે. તું અને દેહ બંને અલગ છે. તારે એની સાથે કાંઈ નિસ્બત નથી. તું તારામાં રહેજે. પરમાં પડતે નહિ. આવી ભાવનામાં સમતારસને ઝીલતા ઉપશમ ભાવે જૂઠલ શ્રાવક કર્મના ભૂકકા ઉડાવી રહ્યા છે. આવી તીવ્ર વેદના સમતા ભાવે સહન કરી, આત્મભાવ રમણતા કરતાં આલોચના કરી પંડિત મરણે કાળ કરીને ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, અને તારા મંડળને ભેદીને ઈશાન નામના બીજા દેવલોકમાં કપિલ નામના વિમાનમાં ઉત્પન્ન થયા. આ જૂઠલ શ્રાવકનું આયુષ્ય ૫૦૦ વર્ષનું હતું તેમાં ત્રીસ વર્ષ ઉત્તમ શ્રાવકપણું પાળીને દેવલોકમાં ગયા. આ હતી જ્ઞાન દશા. ને તે જ સાચી દષ્ટિ છે. દેવાનુપ્રિયે! આ તમારે સંસાર આ સ્વાર્થભર્યો છે. તેમાંથી તટસ્થપણે રહી જેટલી સાધના થાય તેટલી કરી છે. જો આ સ્વાર્થના કુંડાળામાં ફસાઈ ગયા તે બૂરી દશા થશે પછી નીકળવું મુશ્કેલ થશે. માટે બને તેટલી આત્મસાધના સાધી લે. અનાથી નિર્ગથે શ્રેણુક રાજાને કહ્યું કે હે રાજન ! તમે સનાથ અને અનાથના ભાવને સમજતા નથી. તમારી માન્યતા જુદી છે ને મારી માન્યતા પણ જુદી છે, હું કેવી રીતે સનાથ અને અનાથની વ્યાખ્યા કરું છું તે હવે તેમને કહીશ. રાજા શ્રેણીકને પણ જાણવાની જિજ્ઞાસા જાગી છે. હવે અનાથી મુનિ રાજાને શું કહેશે તેના ભાવ અવસરે. ચરિત્ર’ - “ અંજના પિતાજીના મહેલના દરવાજે આવ્યા ત્યાં શું બન્યું? ગઈ કાલે આપણે જોઈ ગયા કે અંજના સતીએ ભયંકર વનમાં નવકાર મંત્રનું મરણ કરી રાત પૂરી કરી. નવકાર મંત્રના પ્રભાવથી હિંસક પશુઓ તેની પાસે
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy