SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૨૮૯ સંસાર કે દુઃખમય છે. તેનું અહીં દર્શન થાય છે. માણસ ક્ષણ પહેલાં કેવી કલ્પના કરતો હોય ને ક્ષણ પછી એની કલ્પનાના મિનારા તૂટીને જમીનદોસ્ત બની જાય છે. સતી અંજનાની આંખમાંથી શ્રાવણ-ભાદરવો વહે છે. રડતે હૃદયે રથમાં બેઠા પછી તેના અંતરની આહ નીકળી, અને એ ભવ્ય જીવન પ્રભાતનું સોનેરી આકાશ છિન્ન ભિન્ન થઈ ગયું. સંસાર માટે માનવજીવન એક ખેલ છે. સંસાર મનુષ્યના જીવનને જાણે એક મનોરંજન માટેનું રમકડું સમજે છે. અને એ રીતે એ મનુષ્યના જીવન સાથે ખેલ ખેલે છે. કેતુમતીએ અંજનાના જીવન સાથે ક્રૂર ખેલ ખેલ્ય. રથ આગળ ચાલ્યા જાય છે ને અંજનાનું દુઃખ વધતું જાય છે. વસંતમાલાને પોતાની પ્રાણપ્રિય સખીનું સર્વસ્વ લુંટાઈ જતું લાગ્યું. અંજનાનું દુઃખ જોઈ ન શકી એટલે એણે પિતાના હાથથી મોટું ઢાંકી દીધું ને પિતે આંસુ સારતી અંજનાના ચરણમાં ઢળી પડી. કર્મને શરમ છે? હજુ અંજનાને પવનજીનું મિલન થયા પૂરા નવ મહિના પણ થયાં નહિ ત્યાં તો એની સમસ્ત આશાઓ ,સઘળા ઉમંગ ને ઉત્સાહ ઉપર જાણે હિમ પડી ગયું. એના હૈયામાં કેટલાય અરમાને હશે ! જ્યારે એ અરમાન પૂરા થવાને સમય આવ્યું ત્યારે પતિના ઘરને છોડીને જવાનું બન્યું. આટલા માટે જ્ઞાની પુરૂષ કહે છે કે આ સંસાર અસાર છે. માનવજીવન પાણીના પરપોટા જેવું વિનશ્વર છે. સંસારમાં સંગ ને વિયોગની ઘટમાળ ચાલ્યા કરે છે. સમુદ્રના મોજાના માછલા આકાશમાં એકબીજાને મળે અને પલવારમાં છૂટા પડી જાય તેવું આ જીવન છે. પણ રાગથી સંતપ્ત બનેલા હૃદયને આ વાત કંઈ થોડી શાંતિ આપી શકે? આ ભાવનાઓ લાંબા કાળથી રાગ અગ્નિમાં પ્રજળતા હૃદયને તત્કાળ સાંત્વન આપી શકે છે? એ તો કાંઈક સ્થિર બનીને કઈ મહાન યેગી પુરૂષના શરણે જાય તે હદયને શાંતિ વળે. અંજનાનું સર્વસ્વ લૂંટાઈ ગયું હતું છતાં પણ જે રાત્રે પવનજીનું મિલન થયું ને ત્રણ દિવસ પતિના મિલનને જે આનંદ અનુભવ્યું હતું તે સુખના સ્મરણો તેને સતાવી રહ્યા હતા. તે આનંદ અને પવનજીના મીઠા વચનને ભૂલી ન હતી. તેનું અંતઃકરણ સાક્ષી પૂરતું હતું કે જરૂર પવનજી એક દિવસ મળશે ને કરમાઈ ગયેલા હદયપુષ્પ ઉપર પ્રમવારિનું સિંચન કરશે. ભલે બાર બાર વર્ષો સુધી સતત રહેલા નિરાશાના ઘોર અંધકાર વચ્ચે એક વિજળી ચમકી ગઈ હતી અને એટલા વેગથી તે વિલીન પણ થઈ ગઈ હતી. છતાં એ ચમકારામાં અંજનાએ ભાવિના એંધાણ જોયા હતા. - અંજનાને રથ ગામ અને જંગલે વટાવતે આગળ વધી રહ્યો છે. હવે તે રથ ક્યાં આવશે ને આ મહાસતીને મૂકીને જતાં સારથીના દિલમાં કેવું દુઃખ થશે ને અંજનાનું શું થશે તેના ભાવ અવસરે કહેવાશે.
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy