SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ગૌતમ સ્વામીએ ભગવંતને પ્રશ્ન કર્યો કે હે ભગવંત! संवेगेणं भंते जीवे कि जणयइ ? संवेगेणं अणुत्तरं धम्मसध्धं जणयइ । अणुतराए धम्मसध्धाए संवेगं हव्वमागच्छइ, अणंतानुबंधि कोह माण माया लोभे खवेइ, नवं च कम्मं न बन्धइ । तप्पचइयं च णं मिच्छत्तविसोहि काउणं दंसणाराहए भवइ, दसण विसोहिए य णं विसुध्धाए अत्थेगइए तेणेव भवग्गहणेणं सिज्झइ, विसोहीए य णं विसुध्धाए तच्चं पुणो भवग्गहणेणं नाइक्कम्मइ ॥ ઉત્ત. સૂ. અ. ૨૯, રૂ. ૧. સંવેગથી જીવને કયા ગુણની પ્રાપ્તિ થાય છે? ઉત્તર-સંવેગથી ઉત્તમ ધર્મ શ્રધ્ધા જાગૃત થાય છે. ધર્મની ઉત્કૃષ્ટ શ્રધ્ધા કરવાથી સવેગ-મોક્ષની અભિલાષાની જલદી પ્રાપ્તિ થાય છે. અનંતાનુબંધી ક્રોધ માન-માયા અને લેભને ક્ષય થાય છે. નવા કર્મોનું બંધન થતું નથી. આથી મિથ્યાત્વની વિશુદ્ધિ કરીને દર્શનની આરાધના થાય છે. દર્શન વિશુદ્ધિથી શુદ્ધ થયા પછી કોઈ જીવ ક્ષાયક સમક્તિની પ્રાપ્તિ કરે ને જે આયુષ્યને બંધ ના પાડયો હેય તે તે ભવમાં મેક્ષે જાય છે. આ સમ્યક દર્શનની ઉત્કૃષ્ટ આરાધના છે. અને જે મધ્યમ આરાધના થાય તે ત્રીજે ભવે અવશ્ય મોક્ષે જાય ને જે સમ્યગ દર્શનની જઘન્ય આરાધના થાય તે પંદરમા ભવે મોક્ષે જાય અને જે પંદરમા ભવે મેસે ન જાય તે પણ મેડામાં મેડે અર્ધ પુલ પરાવર્તન કાળમાં તે અવશ્ય મોક્ષે જાય, આ છે સમ્યક દર્શનનો મહિમા. બંધુઓ ! એક વખત સમ્યકત્વના રસને સ્વાદ આવી જાય તો બેડો પાર થઈ ગયે સમજી લે. એક વખત સ્વાનુભવ કરી લીધે પછી તેને સ્વાદ કયારે પણ જો નથી. માની લો કે તમે બાસુદી ખાધી ને થોડી વારમાં ઉલ્ટી થઈ ગઈ પણ તેને સ્વાદ તે તમારી દાઢમાં રહી જાય છે ને! ૨૦-૨૫ વર્ષો વીતી જાય છે તે પણ તેને સ્વાદ યાદ આવે છે ને ? આ સમ્યક્રદર્શનને મહિમા છે. એક વખત એ સ્વાદ ચાખ્યા પછી ક્યારે પણ તે જતા નથી. સમ્યક દર્શન પામ્યા પછી અનંત પુગલ પરાવર્તન કરવાના નથી. તેને સંસાર લિમિટમાં આવી જાય છે. સમ્યકત્વની આરાધના કરતાં આત્મદર્શન થશે. જડ અને ચૈતન્યનું ભેદજ્ઞાન થશે. ભેદજ્ઞાન થતાં એ વિચાર થશે કે જડથી ચૈતન્યનું ઉત્થાન ના થાય. આ ભાવ આવતાં જીવને ધનનું મમત્વ પણ નહિ રહે. સમકિતના અભાવમાં જીવ એમ માને છે કે પૈસા વધે તે સમાજમાં મારી પ્રતિષ્ઠા વધે. હું સુખી થાઉં, શરીરને સારી રીતે હીરા-મોતી અને સોનાના દાગીનાથી શણગારું, આરસપહાણનું આલેશાન ભવન બંધાવું ને તેમાં આધુનિકઢબના બધા સાધને સેફસેટ, ટેલીફેન, તિજોરી, રેડિયે, ટી. વી. બધું વસાવું, આંગણામાં ચાર ચાર કાર ખડી
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy