________________
૨૭૬
શારદા સાગર
મેઘકુમાર ગયા માઠા રે ધ્યાનમાં, હાયમાન પરિણામ આવ્યા અજ્ઞાનમાં, નિદ્રા ની આવી મને સારી એ રાતમાં, લેબાસ આપી દઉં નક્કી પ્રભાતમાં
આજ મને સંતોએ માર્યું માઠા ધ્યાનમાં ગયેલા મુનિમેઘકુમારના મનના પરિણામ ડામાડોળ થવા લાગ્યા. મને આખી રાત આજે ઊંઘ આવી નથી. હવે મારે અહીં રહેવું નથી. પણ સવાર પડતાં આ ત્યાગનો લેબાસ પ્રભુને સુપ્રત કરીને હું ઘર ભેગે થઈ જાઉં. બંધુઓ ! મેઘકુમારને દીક્ષા છોડવાના' ભાવ થયા પણ એક ગુણ તેનામાં મોટો હતો કે જેને જે માલ છે તે તેમને આપીને તેમની જા લઈને જાઉં. પણ તમે આ જગ્યાએ હે તે શું કરે? કહેવા આવે કે રફૂચક થઈ જાવ.
મેઘકુમાર ભગવાન પાસે” -મેઘકુમાર તો પ્રભાત થતાં ભગવાન પાસે પહોંચી ગયા. ભગવાન તે સર્વજ્ઞ હતા. ઘટ ઘટ ને મન મનની વાત જાણનાર હતા. એમનાથી કંઈ છાનું ન હતું. ભગવાન કહે છે અહો મેઘ ! જુઓ, ભગવાનની વાણું કેવી મધુરી છે ! સાકરનું પાણું કેઈને પીવડાવવું હોય તે પૈસા બેસે પણ સાકરના ટુકડા જેવું મધુર વચન બોલવામાં કંઈ પૈસા બેસતા નથી. “વવને રિદ્રતા” આપણી પાસે કંઈ ન હોય પણ મીઠી વાણી દ્વારા મીઠે આવકાર તે આપી શકાય ને? મીઠી વાણી બલવામાં પણ પ્રભાવ પડે છે. વચન બોલવામાં કંઈ પૈસા બેસતા નથી.
ભગવાન સાકરથી પણ અતિ મધુર શબ્દોમાં બોલ્યા-અહે મેઘ ! તું મારે લેબાસ મને પાછો સોંપવા આવ્યો છું ! મારા સંતના પગની ઠોકર વાગી ને તને આખી રાત ઊંઘ ન આવી તેનું તારા દિલમાં દુઃખ થયું છે ? પણ વિચાર કર. તને આવી સરસ સુકમળતા ક્યાંથી મળી? શ્રેણીક રાજાને પુત્ર કેમ બન્યા? યાદ કર યાદ કર હાથીના ભાવમાં, દુઃખડા વેઠયા ત્યાં અસહ્ય વનમાં
કેમ મેઘ મનડાએ આવું ધાર્યુ... આજ મને સતેઓ ટેનું માર્યું, દાવાનળ લાગે ભયંકર જોરમાં, સસલું પગ નીચે શેર બકેરમાં
કેમ મેઘ મનડાએ ગોથું માર્યું. આજ મને સંતાએ ઠેનું માર્યું,
હે મેઘ ! તારા પૂર્વભવને તું યાદ કર. અત્યારે તને મારા પવિત્ર સંતની ઠોકર સહન ન થઈ ? એ સંતે કેવા પવિત્ર છે ! એના ચરણની રજ તારી પથારીમાં પડે કે તારા શરીરને અડે તે તું પાવન થઈ જાય. કઈક સંતે તે એવા પવિત્ર હોય છે કે એના અશુચી પુદ્ગલે શરીરે ચોપડે તે ભયંકર રેગ પણ મટી જાય. હે મેઘ ! તેં હાથીના ભવમાં કેવી અનુકંપા કરી છે ! તે વનમાં ચાર ગાઉનું માંડલું બનાવ્યું. તારે રહેવા તે
ડી જમીનની જરૂર હતી પણ પશુના ભવમાંય તને એ વિચાર થયે કે વનમાં ભયંકર દાવાનળ સળગે તે બીજા છે પણ તેનો આશ્રય લઈ શકે. એવી ઉદાર