SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ શારદા સાગર આ વચનથી ત્રીજું આશ્ચર્ય ઉત્પન્ન થયું કે મેં મારું સમાધાન કરવા, મારું આશ્ચર્ય મટાડવા મુનિને કહ્યું હતું કે હું આપને નાથ થાઉં. તમે મારે ઘેર ચાલે- પણ આ મુનિએ તે મને પિતાને અનાથ કહીને મારા હૃદયમાં વધુ આશ્ચર્યને ઉમેરો કર્યો. બંધુઓ ! આવા શબ્દો રાજાને કહેવા તે સામાન્ય વાત નથી. અને મુનિ કોઈને દુઃખ થાય તેવા વચન કહે પણ નહિ. અહીં મુનિ બોલ્યા તે તેનું કારણ શું? તેમને પિતાના મતિ-શ્રુતજ્ઞાનની નિર્મળતાથી ખબર પડી હશે કે આ રાજાને આમ કહેવાથી લાભ થશે. મુનિ હિતાહિતને લાભ જેઈને કહે છે. ગજસુકુમારે દીક્ષા લઈને તેજ દિવસે બારમી પડિમા વહન કરવાની નેમનાથ ભગવાન પાસે આજ્ઞા માંગી. ને ભગવાને આજ્ઞા આપી. આવા નવદીક્ષિત સાધુની છ મહિના વૈયાવચ્ચ કરવાની હોય તેના બદલે મશાનમાં જવાની આજ્ઞા કેમ આપી ? નવદીક્ષિતની વૈયાવચ્ચ શા માટે કરવી જોઈએ ? તેનું કારણ એ છે કે નવદીક્ષિતના મનના પરિણામ પત્રાઈ ના જાય તે માટે વૈયાવચ્ચ કરવાની ને તેની ખબર રાખવાની ભગવાને કહેલ છે. જ્ઞાતાજીસૂત્રમાં મેઘકુમારને અધિકાર છે. એક જ વખત દેશના સાંભળતા વૈરાગ્ય રંગે રંગાઈ ગયા – શ્રેણીક મહારાજા તેમની રાણીએ, તેમના પુત્ર-પુત્રીઓ બધા ભગવાનની વાણી સાંભળવા માટે ગયા. ભગવાનની વાણીને વરસાદ વરસ્યો ને અનેક જીવોએ શીતળતા પ્રાપ્ત કરી. પણ શ્રેણીક રાજાના પુત્ર મેઘકુમારે તે કઈ અલૌકિક શીતળતા પ્રાપ્ત કરી. પ્રભુની વાણીને રણકાર તેના અંતર સુધી પહોંચી ગયે. અહે ! ભગવાન ફરમાવે છે કે આ જીવન તે ક્ષણિક છે. કયારે કાળ રાજાના તેડા આવશે તેની ખબર નથી. તે હવે મારાથી આ સંસારમાં કેમ બેસી રહેવાય ? આત્મસાધના કરવામાં એક ક્ષણનો પણ વિલંબ કરવા જે નથી. જહદી દિક્ષા લઈ લઉં. મારા અહીં બેઠેલા ભાઈએ તે જાણે સટીફીકેટ લઈને આવ્યા લાગે છે કે સો વર્ષ સુધી તે જવાનું નથી. કેમ બરાબર છે ને ? અરે એક દિવસને પણ ક્યાં વિશ્વાસ કરવા જેવો છે? એક વખત ધર્મરાજાએ યાચકને કહ્યું કે ભાઈ! કાલે આવજે. આજે સમય થઈ ગયે છે. આ સાંભળી ભીમે જોરથી શંખ વગાડે. માણસો ભેગા થઈ ગયા. પૂછવા લાગ્યા કે શું છે? તો કહે છે કે મોટા ભાઈએ મૃત્યુ ઉપર વિજય મેળવ્યો તેની ખુશાલીમાં મેં શંખ વગાડે. ધર્મરાજા કહે છે ભાઈ! મૃત્યુને કોણ જીતી શકે? તે કહે છે તમે હમણ પેલા યાચકને કહ્યું ને કે કાલે આવજે. તે કાલ સવાર સુધી તમે જીવવાના છે. એ વાત નકકી છે ને? ધર્મરાજા સમજી ગયા. ચતુરને બહુ કહેવાનું ન હોય. તેજી ઘોડાને ચાબૂક બતાવવાની હોય, મારવાની નહિ. તેજીને ટકે ને ગધેડાને ડફણ, રેજ ખાય ને જ ભૂલી રે જાય, દુર્જન મીઠું ખાય મીઠું ના બેલતે રેજેવી જેની જાત છે તેવી તેની ભાત છે.....
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy