________________
૨૭૨
શારદા સાગર સુધી એકલે તપ કરે તે ભવદુઃખ નાશ કરી શકાતો નથી. શરીર તે બાહ્ય વસ્તુ છે ને આત્મા તે અંતરંગ વસ્તુ છે. શરીર વિનાશી છે ને આત્મા અવિનાશી છે. શરીરથી આત્મા ભિન્ન છે. જ્યાં શરીર ભિન્ન છે ત્યાં માતા-પિતા, સ્ત્રી, ધન, વિગેરે ભિન્ન હોય તે આપમેળે નકકી થઈ જાય છે.
બંધુઓ ! ભેદ વિજ્ઞાનથી અજ્ઞાન દૂર થાય છે. અજ્ઞાન દૂર થતાં બાહ્ય પદાર્થ પરથી મમતા ઓછી થાય છે. આત્મા એ અખંડ દ્રવ્ય છે છતાં જ્ઞાનીએ તેના ત્રણ વિભાગ બતાવ્યા છે. એક બહિરાત્મા, બીજે અંતરાત્માને ત્રીજે પરમાત્મા. નિજ સ્વરૂપના જ્ઞાનમાં બધું જ્ઞાન આવી જાય છે. જેણે પિતાનું સ્વરૂપ નથી જાણ્યું તેણે બીજું ઘણું જાણ્યું હોય તે પણ તેની કાંઈ કિંમત નથી. સ્વરૂપની સમજણ અને સ્વરૂપમાં રમતા એથી ઊંચું બીજું કઈ જ્ઞાન નથી. સાચી સમજણના બળે ચક્રવર્તિઓ છ ખંડના વૈભવને ત્યાગ કરી દીક્ષિત બની ગયા. એટલે આત્મજ્ઞાનને અપૂર્વ મહિમા ગાવે છે. ગમે તેવા દુઃખમાં પણ જ્ઞાની સમાધિ ટકાવી રાખે છે. શરીરમાં મહાભયંકર વ્યાધિ લાગુ પડેલ હોય છતાં મનમાં અપૂર્વ સમાધિભાવ હોય ત્યાં સમજવું કે સાચી જ્ઞાન દશા છે.
મનુષ્યભવ પામ્યા પછી સાચી સમજણ આવવી સહેલ વાત નથી. હું એને અને એ મારો એ મિથ્યાત્વ છે. અને તેવો મિથ્યાત્વી બહિરાત્મા છે. વ્યવહારમાં તમને કઈ પૂછે કે તમારે કેટલા દીકરા છે? તે કહે કે મારે ચાર દીકરા છે. તે એટલા માત્રથી બહિરાત્મા નથી. પણ તેના પ્રત્યે મમત્વભાવનું વેદન ચાલતું હોય તે બહિરાત્મભાવ છે. જેમ મેંદી લૂંટાય તેમ તેને રંગ જામતો જાય તેમ જીવનમાં અમૃત ઘંટી શકાય છે ને ઝેર પણ લૂંટી શકાય છે. “અહં” અને “મમ”નું અંતરમાં ગુંજન થયા કરતું હોય કે મારે આટલા દીકરા છે, આટલા બંગલા ને મોટર છે હું બહોળા પરિવાર વાળ છું, ધનાઢય છું. મારા જેવો કઈ વૈભવશાળી નથી. મારા જેવો કોઈ સુખી કે શ્રીમંત નથી. આ બધું જે અંતરમાં વેદન થયું તે ઝેરનું ચૂંટણું છે. પણ જ્યારે તમારા અંતરાત્મામાં અમૃત ઘૂંટાશે ત્યારે એ વિચાર આવશે કે હું શુદ્ધ સ્વરૂપની દષ્ટિએ અજર-અમર ને અવિનાશી છું, અરૂપી એવો મારે આત્મા છે. આ સિવાયના પર દ્રમાં એક પરમાણુ પણ મારી માલિકીનું નથી. મારો આત્મા શાશ્વત છે. જ્ઞાનદર્શનચારિત્રના લક્ષણવાળે છે.
આ સિવાયના બધા ભાવે બહિર્શાવે છે. આવા વિચારે જો તમને આવતા હોય તે અમૃત ઘૂંટયું છે.
બહિરાત્મા તે પાપરૂપ છે. અઢાર પાપસ્થાનક વિગેરે બહિરાત્મ ભાવમાં છે. તેનામાં મિથ્યાષ્ટિ ગુણસ્થાન સંભવે છે. મિથ્યાત્વ એ બધા અનર્થોનું મૂળ છે. તેના જે બીજે કઈ આત્માને ભાવશત્રુ નથી. બંધુઓ ! તમે જેને મારા માને છે તે