________________
શ્રાવકનું કન્યારત્ન દીક્ષા લેવાના ભાવ રાખે છે. તેથી તેમણે શારદા બહેનને બોલાવીને કસોટી કરી..
બહેન ! સંયમ માર્ગે વિચરવું કઠિન છે. સંયમ ખાંડાની ધાર છે. સંસારના સુખ છોડવાં સહેલાં નથી. બાવીસ પરિષહ સહન કરવા મુશ્કેલ છે. બહેન ! તારી ઉંમર સાવ ખોટી છે. આમેન્નતિનો માર્ગ ઘણું સાધના માગી લે છે. તમે આ બધું કરી શકશે? માતા-પિતાની શીતળ છાયા છોડી શકશે? માતા-પિતા રજા આપશે?” જુઓ, વૈરાગી શારદાબહેનને જવાબ પણ કે વૈરાગ્યભર્યો છે? તેમણે કહ્યું. ગુરૂદેવ! મારી સંપૂર્ણ તૈયારી છે. (અંતરના ઉંડાણને અંતરંગ વૈરાગ્યને આ રણકાર હતો) જેને મન સંસાર એક અનર્થની ખાણ છે, અને જેને છેડવું છે તેને કોણ રોકનાર છે? ક્ષણિક જીવનમાંથી આત્મપ્રકાશ લેવાની મારી અહોનિશ ભાવના છે.”
પૂ. ગુરૂદેવને ખાત્રી થઈ કે ખરેખર આ કન્યારત્ન દીક્ષા લઈ જૈન શાસનને અજવાળશે. સંપ્રદાયની શાન વધારશે ને શાસનની શોભા કરશે. આ ચાતુર્માસની અંદર વૈરાગી શારદાબહેને દઢતાથી અને વધુ સમય મેળવીને ધાર્મિક અભ્યાસ શરૂ કરી દીધે. ટૂંક સમયમાં દશવૈકાલિક, ઉત્તરાધ્યયન સૂત્ર અને ઘણા થેકડા કંઠસ્થ કર્યા.
“દૃઢ વૈરાગી શારદાબહેનની કેસેટી” -એક બાજુ શારદાબહેન વૈરાગ્ય પંથે જવામાં આગેકૂચ કરી રહ્યા હતા ત્યારે બીજી બાજુ માતા પિતા તેમનાં સગપણ માટે વાત કરતા હતા. વૈરાગ્ય અને સંસારનું તુમુલ યુદ્ધ ચાલી રહ્યું હતું. શારદાબહેને દઢતાપૂર્વક જણાવી દીધું, કે મારા સગપણની વાત કરશે નહિ. આ સાંભળી માતા-પિતાને ઘણું દુઃખ થયું. માતપિતાએ અન્નજળનો ત્યાગ કરવાની ધમકી પણ આપી. પણ જેનું મન વૈરાગ્યમાં રમી રહ્યું છે. જેની રગેરગે વૈરાગ્યને સ્વૈત વહી રહ્યો છે. જેના ચિત્તડામાં ચારિત્રની ચટપટી લાગેલી છે. એવા દઢ વૈરાગીને શી અસર થાય? આખરે માતાપિતાએ કહ્યું, કે અત્યારે સેળ વર્ષની ઉંમરે નહિ પણ એકવીસ વર્ષની ઉંમરે દીક્ષા માટે રજા આપીશું. પરંતુ શારદાબહેન સોળ વર્ષની ઉંમરે દીક્ષા લેવામાં મક્કમ હતા. તેમણે કહ્યું કે “સત્તર વર્ષના વિમળાબહેનના મૃત્યુને કઈ રોકી શકયું નહિ તે આ જિંદગીને શો ભરોસો છે ? મારું મન વૈરાગ્યના રંગે રંગાયેલું છે. તેમાંથી પીછેહઠ થનાર નથી.” અંતે માતા-પિતા, સગાવહાલા, કુટુંબીજનેને જણાયું કે શારદાના વિચારે દઢ છે આથી રાજીખુશીથી દીક્ષાની આજ્ઞા આપી.
શારદાબહેનને ભાગવતી દીક્ષા મહોત્સવ -સંવત ૧૯૯૬ના વૈશાખ સુદ છના તા. ૧૩-૫-૧૯૪૦ને સોમવારે સાણંદમાં જ તેમના (માતા-પિતાના ઘેરથી ભવ્ય રીતે ખૂબ ધામધૂમથી શારદાબહેનનો દીક્ષા મહોત્સવ ઉજવાયે. દીક્ષાવિધિ પૂ. ગુરૂદેવ રત્નચંદ્રજી મહારાજ સાહેબે કરાવી. ગુરૂદેવ પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબ અને ગુરૂણી પૂજ્ય પાર્વતીબાઈ