SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૨૬૯ વેપારી દારૂ પીતે હોય ને તેની પાસેથી કમાવવાનું છે. એ જે ઘેર આવે તે એને પીવડાવાય ને ? તમને જે ચીજ નથી કલ્પતી એ તમે બીજાને શા માટે પીવડાવે છે? બીજાને શા માટે અભક્ષ ખવડાવે છે ? બન શેના જીવનને પણ એક પ્રસંગ છે. બનાર્ડ શૉને એક સમારંભના પ્રમુખ બનાવ્યા. તેમના માનમાં તેમના પ્રશંસકેએ એક પાટી ગોઠવી હતી. ભેજનમાં એકલી માંસની ચીજો બનાવવામાં આવી હતી. બર્નાર્ડ શૉ તે બેસી રહ્યા હતા. હવે પાટીને પ્રમુખ ન જમે ત્યાં સુધી બીજા કેવી રીતે જમી શકે? ઘણી વાર સુધી આમ ને આમ બેસી રહ્યા. ત્યારે કોઈએ પૂછયું કે તમે કેમ જમતા નથી ? ત્યારે તે કહે છે હું કેવી રીતે જમી શકું? આ મારું પેટ એ કંઈ મડદા દાટવાની કબર નથી. હું તે શુધ્ધ શાકાહારી છું. મને આમાંથી કંઈ પણ ખપતું નથી. આ આહાર બનાવતાં કેટલા જીવોની કતલ થઈ હશે? મારું તે હૃદય કંપી જાય છે. બર્નાર્ડ શૉ તે જમ્યાં વિના પાછા ઊઠી ગયા. બંધુઓ ! કેવી તેમની ટેક હતી ! તમે પણ વિચાર કરે કે હું જે કુળમાં જન્મે છુ. મારાથી દારૂ કેમ પીવાય ? ઈડ કેમ ખવાય ? આટલું તે તમારું જેન– ઝળકાવે. બધા ખાય છે તેમ હું નથી કહેતી. જયાં પરદેશની હવા છે ત્યાં આવી ચીજે વપરાય છે. તમારા સંસ્કાર હશે તે સંતાનો એવી ચીજો વાપરશે નહિ જુઓ, તમે ગાંધીજીને દાખલે સાંભળી ગયા ને? તેમણે માંસ ન ખાધું તે પાદરીના છોકરા ઉપર કે પ્રભાવ પડે ને એ હિંદુ બની ગયા. બર્નાર્ડ શૉએ માંસયુક્ત ભજન ન કર્યું તે તેની સાથે ઘણુ એ ત્યાગ કર્યો. જે તમારું આવું બને તે બીજા ઉપર તેને પ્રભાવ કેમ ન પડે? જરૂર પડે. જેના ઘરમાં આ ચીજે વપરાતી હોય તે જૈન શાસનમાં રહેવાને ગ્ય નથી. . અનાથી નિર્ગથે બાહ્યા અને આત્યંતર બંને પ્રકારે ત્યાગ કરેલો હતે. એમના ત્યાગને પ્રકાશ શ્રેણક રાજા ઉ૫ર પડે તેથી શ્રેણીક રાજાએ પૂછયું–તમે દીક્ષા શા માટે લીધી? તેના જવાબમાં મુનિએ કહ્યું કે હું અનાથ હતો. મારી દયા કરનાર કેઈ મિત્ર ન હતું તેથી મેં દીક્ષા લીધી. ત્યારે રાજાએ કહ્યું કે તમારે જે કોઈ નાથ ન હોય તે હું તમારે નાથ થાઉં. મારા ઘેર ચાલે. પણ જેના મેરેમમાં ત્યાગના તેજ ઝળકે છે. જેને આત્માની ખુમારી છે તેવા મુનિએ કહી દીધું કે હે રાજન ! તું પોતે અનાથ છે. તે મારે નાથ કેવી રીતે બની શકીશ? સાચા સંતને કેઈને ડર નથી. જડબાતોડ જવાબ આપી દીધા. ગુફામાં રહનેમીએ રાજેમતીને જોઈ. તેનું રૂપ જોતાં રહનેમી પડવાઈ થયા ત્યારે કેવા કડક શબ્દ કહી દીધા – धिरत्युत्ते जसोकामी जो तं जीवियकारणा, वंतं इच्छसि आवेउं, सेयं तं मरणं भवे।
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy