SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૨૬૧ જ્યનાદે કહ્યું હા જી. બધી માહિતી મેળવીને આવ્યો છું. હું અહીંથી સીધે અંજનાદેવી ના મહેલે ગયે હતે. એને મહેલ તે શૂનકાર જે દેખાય છે ને ત્યાં તે દાસીઓ અને પટાવાળા બધા કલ્પાંત કરે છે. દરેકને અંજના પ્રત્યે ખૂબ માન છે. મહારાણુએ અંજનાને કાઢી મૂકવા માટે જે આજ્ઞા કરી છે તેને એમના દિલમાં ભારે કચવાટ છે. મહેલમાં શું વાત ચાલતી હતી તે હું તમને કહું. સાંભળે. એક દાસી બોલી હું તે બાર બાર વર્ષથી આ મહેલમાં કામ કરું છું મે કઈ પુરૂષને આ મહેલના પગથીયે ચઢતાં જે નથી. ત્યારે બીજી દાસી બેલી જે એને આવું ખરાબ કામ કરવું હોત તે બાર વર્ષ સુધી શા માટે આમ રહે? અને જે તેના મનમાં આવી વાસના હોત તે તેના ચેનચાળા દેખાયા વિના રહે ત્રીજી દાસી બેલી પુરૂષનુ મન ક્યારે ફરી જાય તે કંઈ કહેવાય છે? યુધે ગયા ને વચમાં કોઈ નિમિત્ત મળ્યું હોય ને મન ફરી ગયું હોય તે રાતોરાત આવીને ચાલ્યા ગયા હોય ! ચાથી દાસી બેલી એ વખતે વસંતમાલા અંજનાદેવીની સાથે હતી. તેણે તે પવનકુમાર અને તેમના મિત્રને જોયા છે તેમ છાતી ઠોકીને કહે છે. આ રીતે દાસીઓ અંદર અંદર વાર્તાલાપ કરતી હતી. ત્યાર પછી હું પાછળના ભાગમાં ગમે ત્યાં મહેલને મુખ્ય ચેકીદાર ઘણે જુન હતું તે બીજા ચેકીદારને કહેતે હતો કે ભાઈઓ! અંજનદેવી ઉપર આ ખોટું આળ ચઢાવવામાં આવ્યું છે. આટલા વર્ષ થયા મેં કઈ દિવસ એ સતીને કોઈ પુરૂષ ની સાથે હસતી, બેલતી કે બેસતી જોઈ નથી. શણગાર સજતી જોઈ નથી. ગાતી સાંભળી નથી. એના માથે મહારાણીએ જે આરોપ મૂકયે છે તેનું આપણને તે ખૂબ દુખ થાય છે. પણ સત્તા આગળ શાણપણ શા કામનું ! એ આપણે વાત કંઈ થોડા સાંભળે છે ! એમ કહેતા ચોકીદાર ચોધાર આંસુએ રડતે હતે. પછી હું સાતમા માળે ગમે ત્યાં તે કઠણ હદયના માનવીને પણ પીગળાવી દે તેવું કરૂણ દશ્ય હતું. અંજના સતીની આંખમાંથી આંસુ સૂકાતા નથી. રડી રડીને તેમની આંખે સૂઝી ગઈ છે. તેમની સખી વસંતમાલા એક્સી એમની પાસે બેસીને ભારે હૈયે આશ્વાસન આપે છે. તેના શબ્દો મને તે ઘણું મહત્વના લાગ્યા. કારણ કે જે વ્યક્તિ શંકાસ્પદ લાગતી હેય તેની ખાસ નિકટની શકિત તે ઐક્તિ પાસે ખાનગીમાં જે કહેતી હેય, લતી હોય તેના ઉપર ઘણે તેલ બાંધી શકાય. જયનાદે તપાસની રીત બતાવી. વસંતમાલાના સ્વરમાં દઈ હતું ને સાથે રોષ પણ હતા. તેણે અંજનાને કહ્યું ખરેખર, આ જગત ધિક્કારને પાત્ર છે. કેતુમતી એટલું પણ નથી સમજી શકતી કે તે બાર બાર વર્ષે કેવા વિતાવ્યા છે? તારા સ્થાને જે એ હેત તે બતાવત કે ભરયુવાનીમાં બાર બાર વર્ષે પતિના વિરહમાં કેવી રીતે પસાર થાય છે. અને ભલે આજે એણે તારા ઉપર ક્લંક ચઢાવ્યું છે પણ જ્યારે પવનછ આવશે અને જાણશે કે આજનાને કલંકિત
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy