________________
૨૫૨
શારદા સાગર,
કદી અવિચારી કામ કરવાનું સાહસ ખેડે તેવા ન હતા એટલે કેતુમતીને કહે છે તું જરા શાંત થા. હું તપાસ કરાવીને બધે નિર્ણય કરું છું એમ કહી રાણીને સમજાવીને વિદાય કર્યો ને પ્રહલાદ રાજાએ પ્રતિહારીને બોલાવીને કહ્યું કે તમે અત્યારે મહામંત્રી શીલરત્નને બોલાવી લાવે. રાજાની આજ્ઞા થતાં પ્રતિહારી રાજાને નમન કરી બહાર નીકળ્યો. ને સમાચાર મળતાં મહામંત્રી રાજમહાલયમાં આવી પહોંચ્યા. પ્રહલાદ રાજાએ મહામંત્રીને બેસવા માટે આસન આપ્યું. નમન કરીને પૂછયું-મહારાજા! અચાનક આ સેવકને શા માટે યાદ કરે પડે? રાજા કહે મહામંત્રી! એક ગંભીર ઘટના બની ગઈ છે. મહામંત્રી મૌન રહ્યા એટલે રાજાએ ગંભીરતાપૂર્વક પૂછયું. અંજના ગવંતી બની છે. મહારાણી નજરે જઈને આવ્યા છે. પછી આપે શું વિચાર્યું ? જરા પણ અચકાયા વિના મહામંત્રીએ કહ્યું. રાજા કહે છે મને તે કાંઈ સમજ પડતી નથી. અંજનાની પવિત્રતા વિષે હજુ મારા મનમાં શંકા ઉઠતી નથી. જ્યારે બીજી બાજુ અંજના ગર્ભવતી છે એ વાત એટલી સત્ય છે. આપણે સૌ જાણીએ છીએ કે બાર વર્ષથી પવનકુમાર અંજના સામે જે નથી તે પછી આ ગર્ભ કેનાથી રહો? રાજાએ પિતાની મૂંઝવણ વ્યક્ત કરી.
મહામંત્રી કહે છે સાહેબ! અંજના આ અંગે શું માહિતી આપે છે તે આપે જાણ્યું? મંત્રીએ વાતની પૂરી માહિતી મેળવવા આ પ્રમાણે કહ્યું. રાજા કહે છે કેતુમતી આગળ તેણે એમ કહ્યું કે જે દિવસે પવનકુમારે લંકા તરફ પ્રયાણ કર્યું તે રાત્રે તે અંજના પાસે આવ્યા હતા અને ત્રણ દિવસ તેને ત્યાં ગુપ્તપણે રહી તેના નામની મુદ્રિકા આપીને ગમે છે અને તેને ગર્ભ રહી છે. આ વાત સાંભળી મહામંત્રી પણ વિચારમાં પડી ગયો. બાર બાર વર્ષના ગાળામાં મહામંત્રીએ અંજનાના સતીત્વની ઘણી પ્રશંસા સાંભળી હતી. પવનકુમારે તેને ત્યાગ કર્યો હોવા છતાં અંજના કદી પવનજીનું વાંકુ બોલી નથી. પવનછની ગેરહાજરીમાં અંજના પિતાના શીલનું કેવું ઉચ્ચ જતન કરે છે તે વાત પણ આખું નગર જાણે છે. આવું એક ઉત્તમ સ્ત્રી ઉત્ન આજે કલંક્તિ બની રહ્યું છે. એ વિચારે મહામંત્રી ક્ષણવાર સ્તબ્ધ બની ગયા. અને તેમણે વિચાર્યું શું મનુષ્યના જીવનમાં ભૂલ થઈ જવી સંભવિત નથી? સાગર તરીને કિનારે આવતાં મનુષ્ય ડૂબી નથી જતો? આ રીતે ભલે બાર વર્ષ સુધી અંજનાએ પિતાના શીયળને સાચવ્યું પણ શું આજે તે ભૂલ ન કરી બેસે? અને પોતાની ભૂલ છૂપાવવા જુઠું પણ ન બેલે? મહારાજા! આ માટે આપણે અત્યારે ને અત્યારે નિર્ણય કરવા જતાં આપણે કોઈને અન્યાય કરી બેસીશું માટે મને આજનો દિવસ ને એક રાત તક આપે. હું એ અગે બનતી તપાસ કરીને આવતી કાલે પ્રભાતમાં મળીશ. આ રીતે મંત્રીએ રાજાને કહ્યું.
રાજા કહે છે પણ કેતુમતીએ તે તાબડતોબ અંજનાને વિદાય કરવાનું તે કહ્યું છે. ક્ષમા કરજે મહારાજા મહારાણીએ આવી ઉતાવળ ન કરવી જોઈએ. આપ મહારાણીને