SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર મારા ગુરૂ છે મને દરાજ આવે! ઉપદેશ સંભળાવવા તમે આવજો. સિંહે બ્રાહ્મણને ગુરૂ ખનાવ્યા. હવે ગુરૂને કઇંક઼ દક્ષિણા તા આપવી જોઇએને? સિંહું ઘણા માણસાના શિકાર કરેલા. એ મરેલા માણસેાના દાગીના એની એડમાં પડયા હતા. તેમાંથી એક કિંમતી હાર લાવીને બ્રાહ્મણને આપ્યા. બ્રાહ્મણ તે ખુશ ખુશ થઇ ગયા. તે હાર લઇને પેાતાને ઘેર ગયા. હવે દરરાજ નિયમિત તે સિંહને ઉપદેશ આપવા માટે આવવા લાગ્યા. એ રાજ ઉપદેશ આપીને પાછા ફરે ત્યારે સિહુ સાનાના દાગીના આપતા. હવે બ્રાહ્મણને તેા કમાવાની ચિંતા મટી ગઇ. ઘરમાં ધનના ઢગલા થવા લાગ્યા. ખૂબ છૂટથી પૈસા વાપરવા લાગ્યા. તમે કહેા છે ને કે પાસે પૈસે હાય તે સ્વર્ગ પણ નીચે ઉતારી શકાય છે. આ બ્રાહ્મણ પણ મહા સુખી ખની ગયા. આ જગતમાં કાઇનું સુખ કેાઈ જોઈ શકતું નથી, બ્રાહ્મણને સુખ ભાગવતા જોઇ તેના પાડોશીને ઈર્ષ્યા આવી ગઇ કે કાલે તેા એના ઘરમાં કાંઇ ન હતુ ને આટલા બધા સુખી થઇ ગયા! પાડોશી જાતનેા વાળંદ હતા. વાળંદને ઇર્ષ્યા બહુ હાય. ૨૪૯ વાળંદની પત્ની બ્રાહ્મણની પત્નીને પૂછે છે, તારા પતિ શું ધંધા કરે છે ? બ્રાહ્મણી કહે છે હું કાંઇ જાણતી નથી. ત્યારે પાડાશણ કહે છે અરે, તુ તેા કેવી મૂખી છે ? તારા ધણી કયાં જાય છે ને શું કરે છે. એટલી ખખર તેા રાખવી જોઇએ ને ! તારામાં કંઈ પાણી નથી. એમ આડું અવળું કહીને ખૂબ ચઢાવી એટલે ખાઈ તે ચઢી ગઇ. એના પતિ ઘરે આવ્યે એટલે પૂછ્યુ કે તમે હરરાજ કયાં જાવ છો ? ત્યારે બ્રાહ્મણુ કહે તારે શું કામ છે? તે કહે, ખસ, તમે તે મને કંઇ કહેતા નથી. મને કડ઼ા તેા હા. બ્રાહ્મણ કહે છે પણ હુ' તને કમાઈને આપું છું. ખીજુ તારે જાણીને શું કામ છે ? ખૂમ હઠ કરી. શ્રીહઠ આગળ બ્રાહ્મણુ હારી ગયા ને કહ્યું કે હું અહીંથી ચાર માઈલ દૂર જંગલમાં એક સિહુને ઉપદેશ આપવા જાઉં તે સિંહુ મેધ પામ્યા છે. તેના જીવનમાં ખૂબ પરિવર્તન થઈ ગયુ છે. બ્રાહ્મણની પત્ની કહે છે સ્વામીનાથ ! તમે પદ્મર દિવસથી સિ'હુને ઉપદેશ આપે! છે ને એ બૂઝી ગયા છે તે હવે એની પરીક્ષા તે કરી જુએ. દાણા દખાવા તે ખખર પડે કે તેનામાં કેટલું પરિવર્તન થયું! ઉપરથી તે સૌ સારા દેખાય. હું કહું તેમ તમે કરજો. બ્રાહ્મણે પત્નીની શિખામણ સાંભળી. તે ખીજે દિવસે જંગલમાં ગયા. દરરોજ બ્રાહ્મણુ જાય ત્યારે સિંહ સામા આવીને તેને સલામ ભરત ને બ્રાહ્મણ પણ તેને કહેતા અહેા વનરાજ ! આનંદમાં છે ને ? એમ પરસ્પર આનă કરતા, પણ આજે સિંહુ બ્રાહ્મણુના પગે વળગીને સલામ ભરવા ગયા ત્યારે બ્રાહ્મણ કહે છે અરે...ખેસને કૂતરા જેવા. બ્રાહ્મણના શબ્દો સિંહુને હાંડહાડ લાગી ગયા. સિંહું આવું અપમાન સહન કરી શકે નહિ. તેને ક્રોધ આવી ગયા. બ્રાહ્મણને પોતે ગુરૂ મનાવ્યા છે. ગુરૂને મારવા તે ધાર
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy