SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર બંધુઓ? જે આત્મા રંગભેગમાં રકત રહેતો હતે તેના જીવનમાં કેવું પરિવર્તન થઈ ગયું! જ્યાં રંગરાગની મસ્તી હતી ત્યાં વિરાગની મસ્તી જાગી. જીવન વન નંદનવન બન્યું. તરત બાજુના રૂમમાં જઈને પોતાની જાતે માથાના કેશને લોચ કર્યોને સાધુ વેષ પહેરી માતા પાસે આવ્યું, ને કહેવા લાગ્યા કે હે માતા! મારે નિર્ણય અફર છે. હું ત્રણ કાળમાં સંસારમાં રહેવાનો નથી. હવે તારે શું કરવું છે? પુત્રના વચને સાંભળી માતાને ખૂબ દુખ થયું. તે આંખમાંથી આંસુની ધારા વહાવતી કહેવા લાગીબેટા ! તે આ શું કર્યું? મારી આશાની વેલડી તેં જડમૂળમાંથી ઉખાડી નાંખી, તારું શરદ પુનમ જેવું મુખ જોઈને હું આનંદ પામતી હતી. તારી બત્રીસે સ્ત્રીઓ વિનયવંત છે. સુલક્ષણ છે, તારા પડતા બેલ ઝીલે છે ને તારું દર્શન કરી આનંદ પામતી હતી. આવી નિર્દોષ બાળાઓ ઉપર શા માટે કે પાયમાન થયે? ત્યાં બત્રીસે પત્નીઓ ભેગી થઈને કહે છે સ્વામીનાથ ! વયમાં નાના ને અપરંપાર રૂપાળા છે. તમને વળી આ દીક્ષાનું ભૂત કયાંથી વળગ્યું? મહાવ્રત પાળવા એ કરવતની ધાર ઉપર ચાલવા જેવું છે. મન તે ચંચળ પવન સમાન છે. માટે અમારું વચન માનીને દીક્ષાની વાત છેડી દે, ત્યારે કુંવર શું જવાબ આપે છે.? હાથી દાંત જેમ નીકળ્યા પછી પાછા જતા નથી તેમ મેં જે વેશ ઉતાર્યો તે ફરીને હવે પહેરાય નહિ, હું અડગ નિશ્ચય લઈને બેઠો છું મુકિતના સુખ આગળ સંસારના સુખ તણખલા તુલ્ય છે. મારે તે કર્મ સુભટે સામે જંગ ખેલવા સંયમના સમરાંગણમાં જવું છે માટે મને જલ્દી આજ્ઞા આપો. માતા તથા પત્નીઓ કુમારને સમજાવીને થાકયા પણ કુમાર અડગ રહયા એટલે માતા સમજી કે હવે દીકરો કોઈ પણ રીતે સંસારમાં રોકાવાને નથી. એટલે નિરૂપાયે આજ્ઞા આપી. દીક્ષાની આજ્ઞા મળતાં અનેરો આનંદ” – અવંતી સુકુમાર આનંદ વિભેર બન્યા. ને માતાને પગે લાગતા તેની આંખોમાંથી હર્ષના આંસુ ઉભરાયા. આજ્ઞા મળતાં સકળ પરિવાર સાથે ગુરૂની પાસે ગયા ને ગુરૂના ચરણમાં મસ્તક ઝુકાવીને કહે છે ગુરૂદેવ ! હું મારા કુટુંબની આજ્ઞા લઈને આવી ગયું છું. માતાએ અનુમતિ દર્શાવી એટલે અવંતીસુકુમાર કહે છે સંસાર સમુદ્રને તારવામાં સૈકા સમાન હે ગુરુદેવ! આપ હવે મને દીક્ષા આપે. સમર્થ એવા જ્ઞાની ગુરૂએ સર્વ પરિવારની સમક્ષ તેને દીક્ષા આપી અને પરિવારે જ્યષ કર્યો કે ધન્ય છે તેમને કે જેણે ઘડીના છઠ્ઠા ભાગમાં આવા મહાન સુખને ત્યાગ કર્યો. માતાએ પણ તેમને આશીર્વાદ આપ્યા કે હે બેટા! તે જે વ્રત અંગીકાર કર્યું છે તેને દૂષણ લગાડયા વિના નિરતિચારપણે પાળી જલ્દી ભવસાગરને પાર પામી શાશ્વત સુખનો સ્વામી થજે. ભદ્રા માતા ગુરૂ મહારાજને કર જોડીને કહે છે આ પુત્ર! મારા કાળજાની કેર જે હતે. મારી આથી અને જેથી આજથી મેં તમને સોંપી છે. દુઃખ શું એ એણે કદી જોયું નથી. તે
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy