________________
૨૨૮
શારદા સાગર
ભરે. છતાં તેને મિક્ષ થતું નથી. કારણ કે તેનું ચારિત્ર અને તપ બાહ્ય ભાવથી હોય છે. અંતરથી અનુકંપા હોતી નથી. તપ-સંયમ આદિ ઊંચામાં ઊંચી કરણ કરે છે ને ભયંકર ઉપસર્ગો પણ ખૂબ સમતાભાવથી સહન કરે છે. તે ફક્ત ઊંચામાં ઊચા દેવલોકના સુખ મેળવવાની ઈચ્છાથી દેવલોકના સુખે તે માને છે પણ મેક્ષના સુખને અભવી માનતું નથી એટલે કર્મક્ષયના ધ્યેયપૂર્વકની તે જાતની કઈ પ્રવૃત્તિ હોતી નથી. જ્ઞાન અને ચારિત્રમાં અભવી ગમે તેટલો વિકાસ સાધે પણ સમ્યકત્વ વિના તેના જ્ઞાન અને ચારિત્ર બને નિષ્ફળ છે. ને તે અભવી જીવ ક્યારે પણ કર્મની કેદમાંથી મુકિત મેળવી શકતો નથી. દેવલેકમાં રહેલા દેવ પણ કર્મોના બંધનને છેદી શક્તા નથી. તો નારકે અને તિર્ય તે બિચારા કયાંથી છેદી શકવાના છે? તેનાથી અધિક નિગદમાં અને સ્થાવરકામાં રહેલા આત્માઓ તે કર્મ સત્તા નીચે તદ્દન દબાયેલા છે. તે બધા કરતાં ઉત્તમ મનુષ્યભવ મળે છે તે ખૂબ પુરૂષાર્થ કરી કર્મોના બંધનમાંથી આત્માને મુકિત અપાવીએ તે માનવભવ મળ્યાની સફળતા છે.'
બંધુઓ ! આ મનુષ્ય જન્મ પામીને વીતરાગ વાણીનું શ્રવણ કરે ને વિચાર કરો, અહીંયા તમે ખૂબ સાંભળ્યું હશે તે બીજા ભાવમાં પણ એ વીતરાગ વાણી આત્માને જગાડશે. કઈ જંગલી માણસે એક વખત કરીને સ્વાદ ચાખે ને તેની દાઢમાં સ્વાદ રહી ગયા. ફરીને ઘણાં વર્ષે કેરીને જોશે તે કહેશે કે મેં આવું ક્યાંક જોયું હતું. ખૂબ વિચાર કરશે તે તેને બધું યાદ આવી જાય છે તેમ આ કૃતજ્ઞાનનો અભ્યાસ પણ જીવને પરભવમાં તારે છે. પૂર્વે જેયેલું, અનુભવેલું ને સાંભળેલું જોઈને અગર સાંભળીને તિર્યંચાને પણ જાતિ સ્મરણ જ્ઞાન થઈ જાય છે. તે પછી મનુષ્યોની તો વાત કયાં કરવી ? આ ભવના સંસ્કારે પરભવમાં જીવને જાગૃત કરે છે. એક દાખલો આપું.
એક વખત આર્ય સુહસ્તિ નામના આચાર્ય વિશાળ સમુદાય સાથે રામાનુગ્રામ વિચરતા વિચરતા અનેક જીને પ્રતિબોધ આપતાં ઉજયિની નગરીની બહાર ઉધાનમાં પધાર્યા. આચાર્ય સુહસ્તિના મનમાં થયું કે આ ઉજયિની નગરીમાં જે પ્રાસુક જગ્યા મળે તે જોઈએ એમ વિચારી પિતાના બે શિષ્યને નગરીમાં પ્રાસુક મકાનની તપાસ કરવા મેકલ્યા, પ્રસુક સ્થાનની તપાસ કરવા ગયેલા બે મુનિઓ યત્નાપૂર્વક નગરીમાં પહોંચી ગયા. આમ તેમ તપાસ કરતાં કરતાં ભવ્ય મહેલાતમાં વસતી ભદ્રા માતાને ત્યાં આવ્યા. ભદ્રા માતાએ બે હાથ જોડીને વિનયપૂર્વક વંદન કરીને પૂછયું. અહો મુનિરાજ ! આપ ક્યા ગુરૂદેવના શિષ્યરત્ન છો અને અહીં શા કામે પધાર્યા છે? તે કૃપા કરીને કહો. મુનિએ કહ્યું- હે માતા! અમો આર્ય સુહસ્તિ મહારાજના શિષ્ય છીએ. ગુરૂદેવ બહાર ઉદ્યાનમાં વિશાળ શિષ્ય પરિવાર સાથે બિરાજે છે. તેઓ નગરમાં આવવા ઈચ્છે છે. એટલે નિર્દોષ વિશાળ મકાનની તપાસ કરવા અમને મોકલ્યા છે આ સાંભળી ભદ્રા માતાને ખૂબ આનંદ થયો ને કહયું – મારે ત્યાં સૌથી વિશાળ :વાહનશાળા