SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૩ ચરિત્ર:- કેતુમતી સાસુજી અંજનાને વેણુ વેણુ કહેવા લાગી. હું અંજના! તું ઘણી નીચ છે. એક તે પાપ કર્યું. છે ને તેને ઢાંકવા માટે પાછી સતી થાય છે? કુલટા ખીજાને છેતરવામાં બહુ હૈાંશિયાર હાય છે. મારા પુત્ર તને નજરે જોવા પણુ ઇચ્છતા ન હતા તે તારે ઘેર ત્રણ દિવસ તેા શુ એક ઘડી પણ ઊભે! ન રહે. મારે તારી શાહુકારી નથી સાંભળવી. શ્રી શારદા સાગર “ પીયર જારે પાપિણી, નહિ રાખુ એક રાત, દૂર જા તું દેશાંતરે જેમ હી વિગલે વાત. ફાટયું દૂધ શા કામનું, વિઠામનના ત્યાગ, કરવા સહી ઊતાવલા, ન ગણવુ` સગપણુ લાગ ખસ, તુ અત્યારે ને અત્યારે મારા ઘરમાંથી ચાલી જા. ને તાશ ખાપને ઘેર જઇને રહેજે. તારા સ્વચ્છંદ્રાચાર મારા ઘરમાં નહિ ચાલે. સ્વચ્છઢાચારીઓ માટે મારુ ઘર નથી. આ શબ્દ અંજનાના હૃદયમાં તીરની જેમ ભેાંકાઈ ગયા. એના માથે આભ તૂટી પડે તેટલું દુઃખ થયું. આવા ક્રૂર પ્રહાર અને ધિક્કારા અંજનાનુ કામળ હૃદય કેવી રીતે સહન કરી શકે? સાસુને પગે લાગવા ગઇ ત્યાં એવી લાત મારી કે અંજના એભાન થઇને ધરતી ઉપર પડી ગઇ. વસંતમાલાએ તેને ઝાલી લીધી. શીતળ પાણીના છંટકાવ કરીને પખાથી પવન નાંખી અંજનાને ભાનમાં લાવી. પણ અજનાને તા દુનિયા ફરતી દેખાય છે. તેની આંખમાંથી આંસુની ધ.શએ વહેવા લાગી. કરૂણ સ્વરે કલ્પાંત કરતી અજના ખેલે છે હે સ્વામીનાથ ! તમે ક્યારે આવશે ? મે તમને જતાં કહ્યું હતું, મારું હૈયુ તમને જવા દેવાની હા પાડતું નહેતુ પણ તમે જલ્દી પાછા આવવાની શરતે ગયા. પણ હજુ આવ્યા નહિ ને મારા માથે કલંક ચઢયા તે તમારા સિવાય કાણુ ઉતારશે ? આ કહી અજના ખૂબ રડી પણ સાસુનું હૈયું એવુ કઠાર બની ગયું છે કે એ તા કંઇ વાત સાંભળતી નથી. સાસુ કહે છે હવે તું જલ્દી માશ ઘરમાંથી બહાર ચાલી જા. હજુ ગામના કોઈને આ વાતની ખબર પડી નથી. તે પહેલા રવાના થઇ જા. એટલે અમારે શરમાવુ પડે નહિ. અંજના સતી સાસુના ચરણે પડી પડીને વિનંતી કરે છે ખા ! હું ક્યાં જાઉં ? ત્યારે કહે છે તને જ્યાં ગમે ત્યાં જા. વનવગડામાં જા કે તારે પીયર જા. પણ હું તને એક ઘડી પણ આ ઘરમાં રાખવા તૈયાર નથી. હવે મારે ને તારે કંઇ લેવા કે દેવા નથી. દૂધ સારું હોય તા કામનું. બગડેલું દૂધ તેા ઉકરડે નખાય તેમ તારી સ્થિતિ પણ બગડેલા દૂધ જેવી છે. અજના રડતી રડતી કહે છે ખા! વધુ નહિ તો તમારા પુત્ર યુધેથી આવે ત્યાં સુધી મને શખા. પછી જે કરવું હેાય તે કરો. મને જીવતી ખાળી મૂકજો પણ ત્યાં સુધી
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy