SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ શારદા સાગર બંનેને ન જોતાં તલવાર લઈને વાયુવેગે બંનેને પીછો પકડ, બંને ભાઈ યક્ષની પીઠ પર બેસીને જઈ રહ્યા છે તેમની નજીક પહોંચી ગઈ ને ભયંકર અટ્ટહાસ્ય કર્યું. કરૂણ રૂદન કરવા લાગી. ને મીઠા શબ્દોથી બેલવા લાગી કે અહે સ્વામીનાથ! શું તમે મને ભૂલી ગયા? તમારો પ્રેમ કયાં ચાલ્યો ગયો? મને તમારા વિના નહિ ગમે. એવા મોહક શબ્દો બોલવા લાગી એટલે નાના ભાઈનું હદય હચમચી ગયું ને પીગળી ગયે. દેવીના રૂપની પાછળ સળગતી જવાળાને પીછાણી શકો નહિ. પણ મોટે ભાઈ પીગળે નહિ. એ ખૂબ મકકમ રહો. દેવીની ક્રૂરતાથી એ સાવધાન બન્યા હતા. જ્યારે નાનાભાઈના દિલમાં દેવી સાથે ભોગવેલા રમણીય લેગની રજની રમતી હતી. એટલે યક્ષની સૂચનાને ફગાવી દઈ દેવીને સામું જોયું તેથી તે યક્ષની પીઠ ઉપરથી ગબડી ગયો ને સમુદ્રમાં પડતાં દેવીની તલવારમાં પરોવાઈ ગયે ને તેના શરીરના ટુકડે ટુકડા થઈ ગયા. બંધુઓ. કામવાસનાને કે કરૂણ અંજામ આવે છે. છતાં માનવી આંધળી દેટ મૂકી કામની પાછળ પિતાનું કિંમતી જીવન ગુમાવે છે. મોટે ભાઈ મક્કમ રહે તે જીવતે ચંપાનગરીમાં પહોંચી ગયો ને બધી કમની પિતાજીને કહી સંભળાવી. તેને આ ઘટનાથી સંસાર ઉપરથી મન ઉઠી ગયું. વૈરાગ્ય પામી મહાવીર ભગવાન પાસે ચારિત્ર અંગીકાર કરી આત્મકલ્યાણ કર્યું. ત્યાગ વિના મુક્તિ નથી ને મુક્તિ વિના શાશ્વત સુખ નથી. કામની વિટંબણુ કારમી છે. બંધુઓ ! માર્કદીય પુત્ર દેવીની ક્રૂરતા જાણવા છતાં તેની પાછળ પાગલ બન્ય, કામની વાસના ને છૂટી તે તેની કેવી દશા થઈ! આ કામ લેગ જીવને ભોગવવામાં મધુર લાગે છે પણ એ ભયંકર ભરીંગ જેવા છે. એમાં ફસાવા જેવું નથી. જે તમારી દશા એવી ન થાય તેનું લક્ષ રાખજે. પિલા મુનિને પણ કેશ્યા સાથે લેગ ભેગવવાની લાલસા જાગી એટલે ભયંકર તેફાની નદીઓ તરીને નેપાળ દેશમાં ગયા ને રત્ન કાંબળી લઈ આનંદ-ભેર કેશ્યા પાસે આવ્યા. વિચાર કરે. એને ભોગ ભોગવાની કેવી તીવ્ર અભિલાષા જાગી હશે કે પિતાના ચારિત્રનું ભાન ભૂલી ગયા. જવામાં કેટલા ઓની હિંસા થઈ ! લાવીને કશ્યાના હાથમાં રત્નકાંબળી આપી. સાધુને દેખતાં વેશ્યાએ કાંબળીના બે ટુકડા કરીને પગ લૂછીને ગટરમાં ફેંકી દીધી. આ જોઈ મુનિ કહેવા લાગ્યા. આ રત્નકાંબળી જીવના જોખમે લાવ્યો છું. તેની આ દશા કરી? વેશ્યા કહે છે હે મુનિ! આ ઉત્તમ ચરિત્ર રૂપી રત્ન આગળ આ રત્નકાંબળીની કેડીની પણ કિંમત નથી. તું મેહપાશમાં ફસાઈ આ ચારિત્રને વેચવા ઉઠે છે? ગટરની દુર્ગધ જેવા કામગ છોડીને દીક્ષા લીધી ને હવે ભેગની ભૂખ લાગી છે કે અહીં ભેગ ભેગવવા તૈયાર થયે? વેશ્યાના કડક શબ્દો સાંભળી મુનિની સાન ઠેકાણે આવી ગઈ. “ T Tણ ના ” અંકુશ વડે હી વશ થાય છે તે રીતે વેશ્યાના વચને સાંભળી સાધુ સંયમમાં સ્થિર થઈ ગયા. આ વેશ્યા સાચી શ્રાવિકા
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy