SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૧૯૧ મારા ગુણ ન ગાય ને કોશલનરેશના આટલા બધા ગુણ ગાય? એની જન્મજયંતી ઉજવે? આ મારાથી કેમ સહન થાય? અંદરથી ઈષ્યને દાવાનળ સળગે પણ એ કાશી નરેશને ખબર નથી કે માનવીના ગુણ સત્તા, સંપત્તિ કે શકિતથી ગવાતા નથી પણ એના જીવનમાં રહેલા દિવ્યપ્રકાશ રૂપ સદ્દગુણના ગુણગવાય છે. કાશી નરેશે વિચાર કર્યો કે મારી પ્રજા કોશલ નરેશને આટલી બધી ચાહે છે તે હવે હું તેને જીવતે ન રહેવા દઉં, તે પછી એના ગુણ કેણ ગાવાનું છે? કાશી નરેશ એકાએક મેટું સૈન્ય લઈને કોશલ દેશ ઉપર ચઢાઈ કરવા ગયે બે કેશલ નરેશ ઉપર ચિઠ્ઠી મક્લી કે કાં તમે ચઢાઈ કરવા તૈયાર થાવ નહિતર કાશીનરેશને રાજ્ય સેંપી દે. કેશલ નરેશે વિચાર કર્યો કે જે લડાઈ કરીશ તે કેટલા જીવને સંહાર થશે ને લેહીની નદીઓ વહેશે. અનેક જીના પ્રાણ લૂંટાવી મારે રાજ્ય જોઈતું નથી. એમ વિચાર કરીને પિતાની પ્રજાને બોલાવીને કહયું કે હે વહાલા પ્રજાજને ! અત્યાર સુધી હું તમારા એક સ્વજન રૂપે રહયો છું, તમારામાં કારુણ્ય, મૈત્રી, વાત્સલ્ય આદિ ફેલાવવા ને મારો ધર્મ હતે. તે મુજબ મેં મારી ફરજ અદા કરી છે. હવે આવતી કાલે સવારે આ રાજ્ય કાશી નરેશને સેંપું છું ને હું આત્મ સાધના કરવા વનવગડાની વાટે જાઉં છું. જેણે પ્રજાના હદય સિંહાસન ઉપર પોતાનું આસન જમાવ્યું છે તેવી પ્રજા કહે છે મહારાજા ! અમે તમને નહિ જવા દઈએ. આપની ખાતર અમે જીવીએ છીએ અને આપની પાછળ માથું દેવા તૈયાર છીએ. ત્યારે રાજા કહે છે કે પ્રજાજનો ! મારે લડીને પ્રજાના લેહી રેડીને રાજ્ય નથી જોઈતું. શું તમે નથી જાણતા કે મૈત્રી, પ્રેમ, ક્ષમા એ કેઈના માથા માંગતા નથી? એ તે સામેથી પિતાનું બલિદાન આપવા તૈયાર હોય છે. જેને રાજ્ય અને સત્તા જોઇતી હોય તે માથા માંગે, મારે તે કંઈ જોઈતુ નથી હું તે તમારો સેવક છું. હવે મારું કામ કાશીનરેશ સંભાળવા માંગે છે. જે બીજે માણસ આવીને મારું કામ કરતા હોય તે આપણે તેને સોંપવું જોઈએ. હવે આ રાજ્ય કાશીનરેશને સેંપીને હું છૂટે થાઉં છું. - કાશીનરેશને કેશલનું રાજ સોંપી કોશલનરેશ તેમની રાણી સાથે વનમાં ચાલ્યા ગયા. ત્યારે કાશીનરેશ સમયે કે મારાથી ડરીને ચાલ્યો ગયો. કેશલરાજની સત્તા કાશીનરેશના હાથમાં આવી એટલે ઘરઘરમાં પિતાને ગુણ ગવાય તે માટે ખૂબ પ્રયાસ કર્યા પણ લોકે તે એમજ બેલતા હતા કે કેશલનરેશ જેવો બીજો કોઈ રાજા નહિ થાય. આ રીતે પ્રજા કોશલનરેશના ખૂબ ગુણ ગાવા લાગી. આ કાશીનરેશથી સહન ના થયું એટલે તેણે જાહેરાત કરી કે જે કોઈ કેશલનરેશનું માથું કાપીને લાવી આપશે તેને સવા મણ સોનું આપવામાં આવશે. એ જીવતે છે તે લોકે ગુણ ગાય છે ને? જે એનું અસ્તિત્વ મિટાવી દઉં તો પછી એના ગુણ કેણે ગાવાનું છે?
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy