SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૯ શારદા સાગર એટલા માટે જ્ઞાની કહે છે હે જીવ! તું અનંત શકિતના સ્વામી હાવા છતાં કર્મને લીધે બિચારી બનીને શરીર રૂપી પિંજરામાં પૂરાઇ ગયા છે. તમારા ઘરમાં ઉંદર ખૂબ થયા હાય ત્યારે એક પિંજરુ લાવે છે. ઉત્તર પિંજરૂ જોઇને ભાગે છે. પણ જો તેમાં રોટલીના ટુકડા મૂકયા હાય તા એ રાલીની લાલચે હાંશે હાંશે પિંજરામાં જાય છે. પણ એને ખખર નથી કે રોટલીના ખટકાની લાલચમાં મારી સ્વતંત્રતા લૂંટાઈ જશે. તે રીતે આ જીવ પણ પત્ની, પુત્ર, આદિ પરિવારના પ્રેમરૂપી રોટલીના ખટકાની લાલચે સંસારના સેાનેરી પિંજરમાં પૂરાઇ ગયા છે. ને પાતાની શકિતનું ભાન ભૂલી ગયા છે. જંગલમાં એક સિહણુ એના ખચ્ચાને જન્મ આપી મરી ગઇ. સિંહુ તે જંગલમાં શિકાર કરવા ગયેલા. સિંહનું અચ્ચું ત્યાં પડયું છે. તે સમયે એક ભરવાડ ફરતા ફરતા ત્યાં આવ્યા. સિંહના બચ્ચાને જોઇને વિચાર કર્યા કે આ બચ્ચું હું લઇ જાઉં. જો આને મારા ઘેટા-બકરાના ટેાળામાં શખીશ તે એનું રક્ષણ કરશે. તેથી મને કાઈ જાતના ડર નહિ રહે. આમ વિચાર કરી એ સિહના બચ્ચાને ઊ ંચકીને ઘેર લાન્ચે ને પેાતાના ઘેટા-બકરાના ટોળામાં મૂકી દીધું. આ સિંહણનું મન્ચું ઘેટા-બકરાના ટોળામાં રમવા લાગ્યું. કારણ કે એને પેાતાની જાતિનું ભાન ન હતુ. કોઈ જાતની ટ્રેનીંગ મળી ન હતી. એટલે ગાડરના ટાળામાં રહી ગાડર જેવુ બની ગયું. તે એક દિવસ ઘેટા-બકરાના ટોળા ભેશુ ચરવા ગયું. તે પાણી પીવા જાય છે ત્યાં નદીના સામે કિનારે સિંહુ છે ને ખીજા સિ ંહે માટી ગર્જના કરી. આગના સાંભળી ઘેટા-બકરાનુ ટાળુ ભાગી ગયું. ભેગું સિંહનું બચ્ચું પણ ભાગ્યું. ભાગ્યું ખરુ પણ એની જાતી તે સિંહની હતી ને! એટલે વિચાર થયા કે આનામાં આટલી બધી શકિત છે કે એક ગનાથી બધા ભાગી જાય હું જોઉં તે ખરા કે મારામાં એવી શક્તિ છે કે નહિ? પાછા વળી પાણીમાં પેાતાનુ પ્રતિષિખ જોયું તેા લાગ્યું કે એના જેવી મારી આકૃતિ છે તે મારામાં એવી શકિત કેમ ન હાય? એને પેાતાની શકિતનું ભાન થયું ને એક ત્રાડ નાંખી તેા ધરતી ધ્રુજી ઊઠી. ત્યાં એને ભાન થયું કે અšા1 હું સિહુના અચ્ચા થઈને આ ગાડરના ટોળામાં ભળી ગયા ? આવેલ વિવેક થતાં ગાડરીયાને ભગાડી દીધા. તેમ જ્ઞાની કહે છે હું આત્મન્ ! તુ પણ અનત શક્તિના સ્વામી સિંહ છે. પણ કર્મ રૂપી ઘેટા ખકાના સંગ કરી તેના જેવા બની ગયા છે. પણ પેલા સિંહના બચ્ચાની જેમ પેાતાની શક્તિનુ ભાન થશે ત્યારે આ કર્મ રૂપી ગાડરના ટોળાને ભગાડી દેશે. સતા સિ’હનાદ કરીને તમને જગાડે છે કે હવે પર્યુષણ પર્વના દિવસેા નજીક આવી રહ્યા છે. હળુકમી આત્માઓએ તપશ્ચર્યાની આરાધના શરૂ કરી દીધી છે. એ તપશ્ચર્યા કરે ને આપણાથી કેમ ન થાય? આ દેહના પિંજરમાંથી આત્માને મુકત કરવા હાય તા આરાધનાની શરૂઆત કરી દો. આત્માનું શૂરાતન જગાડી. આત્માના સ્વભાવ
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy