________________
શારદા સાગર
૧૭૬
આ બધી ક્રિયાઓ જે અંતરના આનંદપૂર્વક આત્મલક્ષે થાય તે અનંતકર્મોની ભેખડો તૂટી જાય છે. તેનું કારણ આત્માની સ્થિરતા છે. આ તે આત્માની સ્થિરતાની વાત થઈ. પણ હું તમને પૂછું છું કે તમારા સંસારનું એક પણ કાર્ય ચિત્તની સ્થિરતા વિના થાય છે? જુઓ, પરીક્ષાના દિવસો આવે ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થવા માટે ચિત્ત એકાગ્ર કરીને, રાત્રે ઉજાગરા કરીને વાંચનમાં સ્થિર બને છે. આ વિદ્યાથીની વાત થઈ. હવે તમારી વાત કરું. જ્યારે વહેપારમાં સીઝનના દિવસે આવે છે ત્યારે દુકાનમાં ઘરાકની ઠઠ જામે છે તે સમયે તમે છ-આઠ કલાક સુધી પિતાના સ્થાને સ્થિર બેસીને એકધારું કામ કરે છે ને ? તમને તે વખતે સ્થિરતા રહે છે ને? અને જ્યારે ઉપાશ્રયે આવીને એક પથરણે પાંચ સામાયિક કરવાનું કહેવામાં આવે ત્યારે કેટલી સ્થિરતા રહેશે? નામું કરનારા મુનિએ પણ નામું લખતી વખતે ચિત્તને સ્થિર કરી દે છે. તે સમયે જમાને સ્થાને ઉધાર અને ઉધારની જ યાએ જમા કરાતું નથી. તેમજ એકના ખાતાની રકમ બીજાના ખાતામાં ખતવાતી નથી. ત્યાં તે જેના ખાતાની જે રકમ હોય તે તેના ખાતે ખતવે છે. કોઈ બીજાના ખાતે ખતવતા નથી ને ! ત્યાં કેટલું યાદ રહે છે કે તેનું ખાતું કેટલામાં માને છે તે પણ ચેપડા લખનારના મોઢે હોય છે. આનું કારણ ચિત્તની સ્થિરતા છે. કેઈ વખત ચેપડામાં લખતી વખતે સ્થિરતા સહેજ તૂટી જાય તે લખવામાં મોટી ભૂલ થઈ જાય ને તે ભૂલને શોધવા માટે લેહીના પાણી કરવા પડે છે.
ચિત્તની સ્થિરતા કેળવ્યા વગર કઈ કળા હસ્તગત થતી નથી. જે માણસે કઈ કળા સિદ્ધ કરી હોય તે તેને તમે પૂછજો કે ભાઈ ! તેં આ કળા કેવી રીતે સિદ્ધ કરી? ત્યારે એ તમને કહેશે કે જે હું આ કળામાં આટલો પ્રવીણ બન્યો હોઉં તે તેનું મુખ્ય કારણ સ્થિરતા છે. આ રીતે સંસારમાં કઈ પણ કાર્યની સિદ્ધિ કરવા માટે સ્થિરતાની આવશ્યકતા છે. તે રીતે આત્માની સ્થિરતા અનિકાચિત કર્મોને વેરવિખેર કરી નાંખે છે. સમજે ! જન્મ-મરણ આદિ દુઃખોથી ભરેલા સંસારમાંથી છૂટવા માટે અને અનંત આત્મિક અવ્યાબાધ સુખથી ભરપૂર એવા મોક્ષમાર્ગની પ્રાપ્તિ જે જલ્દી કરવી હોય તે ચિત્તની સ્થિરતા વિના છૂટકો નથી. અનંતા છે ભૂતકાળમાં મોક્ષે ગયા છે ને અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં થઈને જઈ રહ્યા છે. ને કંઈક જીવો ધર્મ આરાધનામાં શ્રદ્ધાવંત બને છે તેનું મૂળ કારણ પણ સ્થિરતા છે. અત્યાર સુધીમાં કોઈ પણ આત્માએ ધર્મ ક્રિયાઓમાં કે આત્માના ગુણોમાં સ્થિરતા કેળવ્યા વિના મેક્ષ કે પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ કરી નથી.
દેવાનુપ્રિયે! તમને ધર્મસ્થાનમાં આવતા વર્ષો વીતી ગયા છતાં હજુ ધર્મકરણીમાં અનાસક્ત ભાવપૂર્વકની સ્થિરતા આવતી નથી. તેનું મૂળ કારણ શું? સંસાર સુખની સામગ્રીને ગાઢ રાગ અને તે સુખ સામગ્રીના ગાઢ રાગનું મૂળ કારણ અજ્ઞાન