SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૭ શારદા સારધ અનાજ, ઘી, ગોળ, કપડા વિગેરે જેને જે જરૂરિયાત હોય તે પૂરી પાડતો ને કહે કે આ દાન મારું નથી પણ કુશળચંદ શેઠનું છે. શેઠના નામથી બધાને આપે છે. આ ભાગીદાર કે ઉદાર છે ! પિતે મહેનત કરે છે ને શેઠને જશ આપે છે. ભાગીદારની આ પ્રવૃત્તિથી શેઠના ખૂબ ગુણ ગવાય છે. જોકે શેઠની વાહવાહ બલવા લાગ્યા. ત્યારે શેઠ કહે છે ભાઈ ! એમાં મારું કંઈ નથી. જે છે તે મારા ભાગીદારનું છે. માટે એને જશ આપે. બંધુઓ ! શેઠે વહેપારને પા૫ સમજી એનાથી નિવૃત્તિ લીધી. અન્યાય, અનીતિ, છળ-કપટ ખરાબ છે તે તેનાથી થતે લાભ પણ ખરાબ છે એવું જીવને સમજાય ત્યારે સાચી શ્રદ્ધા પ્રગટે. શ્રદ્ધા થાય પછી આત્મા તરફનું લક્ષ આવશે. યૌવનના થનથનાટની અપરિમીતતા નરખી શ્રેણીક રાજાથી બોલી જવાયું હે મુનિરાજ! તમે આ બેગ ભેગવવાની ઉંમરે શા માટે દીક્ષા લીધી છે? પાછલી જિંદગીમાં તપ-ત્યાગ આદિ ધર્મની આરાધના કરવી જોઈએ. યુવાનીમાં દીક્ષા કેમ લીધી છે? એ અર્થને હું તમારી પાસે સાંભળવા ઈચ્છું છું. હવે અનાથી નિગ્રંથ રાજાને શું જવાબ આપશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્રઃ યુદ્ધમાં જતાં ચકલા ચક્લીનું દશ્ય જોતાં પવનજીનું હદય પલટાયું ને તે યુધેથી પાછા ફર્યા, અને પવનજી તથા તેમને મિત્ર બને અંજનાના મહેલે આવ્યા. દુખની કાજળ શ્યામ રાતડી વીતી ગઈ. સુખનું ખુલ્લુમા પ્રભાત પ્રગટી ગયું પવનજી અંજનાના પગમાં પડીને માફી માંગે છે. દેવી! મને માફ કર. આ પાપીએ તારે માથે પસ્તાર કરવામાં બાકી નથી રાખ્યા. અધૂરું હતું તે આજે સવારે યુદ્ધમાં જતી વખતે તું મને આશિવાદ આપવા આવી ત્યારે મેં લાત મારી તારું હડહડતું અપમાન કર્યું. અંજના પવનને ઊભા કરી કહે છે તે સ્વામીનાથ? તમે શા માથે દુખ ધરે છે? એ તે મારા કર્મને ઉદય હતો. તેમાં તમારે જરા પણ દોષ નથી. હું તમારા પગની મેજડી જેવી છું મારા નિમિત્તે આપને કેટઢું દુખ સહેવું પડયું! હું આપની ક્ષમા માંગું છું એમ કહી પવનના પગમાં પડી. બાર બાર વર્ષે પણ આપે આ દાસીની ખબર લીધી એ મારે મન મોટા આનંદની વાત છે. બાર બાર વર્ષો સુધી સીતમ પર સીતમ સહન કરીને ખંડિયેર બની ગયેલું હદય પ્રફુલ્લિત બન્યું. તેનો આનંદ તે કોઈ જુદે હોય છે. બંને ખૂબ પ્રેમથી મળે છે. પવનજીના મિત્ર અને વસંતમાલાને તે આનંદનો પાર નથી. ત્રણ દિવસ તેને ઘેર રહયા, ખટરસ ભેજન પીરસે પકવાન તે વીંજણે વાયુ બેઠી કરે, બીડા વાળી વાળી આપે છે પાન તે. સતીરે શિરોમણિ અંજના
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy