________________
૧૬૦
શરિકા સાગર
શેઠ તેને પરણાવવા કન્યાઓ જેવા લાગ્યા. ત્યારે મુની શેઠાણીએ કહેલી વાત ઉપર શેઠનું ધ્યાન ખેંચ્યું. પણ શેઠે એ વાત ધ્યાનમાં લીધી નહિ ને તેના લગ્ન કર્યા.
લગ્ન કર્યાને હજુ ત્રણ દિવસ થયા છે. શેઠનો દીકરો એના મિત્ર સાથે બગીચામાં ફરવા ગયો ત્યાં અચાનક નાગ નીકળે ને શેઠના પુત્રને કરો. પુત્રના મુખમાંથી કારમી ચીસ નીકળી ગઈ. તમ્મર ખાઈને ઢળી પડયે. તેના મિત્રએ શેઠને ખબર આપ્યા. શેઠ રડતા કકળતા ત્યાં આવ્યા. આખા ગામમાં હાહાકાર મચી ગયો. શેઠ દીકરાનું માથું ખોળામાં લઈને રડવા લાગ્યા. જમીન સાથે માથું ફૂટવા લાગ્યા. અરે રે દીકરા! તને શું થઈ ગયું? દીકરાનું ઝેર ઉતારવા શેઠે ઘણુ વૈદ્યો અને મંત્રવાદીઓને બોલાવ્યા. પણ ઝેર ઉતર્યું નહિ. છેવટે રડતા હૃદયે દીકરાની અંતિમ ક્રિયા કરી. પછી મુનીમે કવર શેઠને આપ્યું ને કહ્યું કે શેઠાણીએ મરણ વખતે મને આપ્યું છે ને દુઃખના સમયે આપને આપવાનું કહ્યું છે. શેઠ ધ્રુજતા હાથે કવર ફેડી અંદરથી પત્ર કાઢીને વાંચવા લાગ્યા તેમાં શેઠાણીએ પોતાના સ્વહસ્તે લખ્યું હતું કે
સ્વામીનાથ! કરેલા કમ સૌ કેઈને ભેગવવા પડે છે માણસ પિતાની હોંશિયારીથી બીજાને કચડે છે તે સમયે તેને ખ્યાલ નથી આવતો કે તેનું પરિણામો શું આવશે? પણ એ કર્મ જ્યારે ઉદયમાં આવશે ત્યારે રડી રડીને ભેગવતાં પાર નહિ આવે. જે બ્રાહ્મણની સાથે છેતરપીંડી કરીને તેની સેનાની લગડીઓ તમે છીનવી લીધી હતી તે બ્રાહ્મણને જીવ આપણે ત્યાં પુત્ર પણે જન્મે છે. એનું લેણું પતી જશે એટલે તમને રેતા મૂકી એના માર્ગે ચાલતો થઈ જશે. અને તમે તમારી જિંદગીમાં કંઈ ધર્મની કમાણી કરી નથી એટલે તમારી જિંદગી એળે જશે ને તમે પણ એક રાતી પાઈ લીધા વિના એક દિવસ ચાલ્યા જશે. પણ મરતી વખતે પાપનું પરિણામ એકાંતે દુઃખ છે અને ધર્મનું પરિણામ અને સુખ છે. એ વાત તમારા હૃદયમાં બેઠેલી હશે તે આવતે જન્મ સુધરશે. આ વાત ઉપર ખૂબ મનન કરજે. એટલી મારી છેલ્લી વિનંતી છે. બીજું કઈ આપણને સુખ દુઃખ આપી શકતું નથી. માત્ર કરેલા કર્મો સુખ દુઃખ આપનાર છે. બીજા તે નિમિત્તભૂત છે. માટે હવે જાગ્યા ત્યારથી સવાર સમજી આ પત્ર વાંચી ચેતી જજે. પત્ર વાંચતા શેઠનું હૈયું હાથ ન રહ્યું. હાથમાંથી પત્ર પડી ગયો ને શેઠ ધ્રુસ્કે ધ્રુસકે રડતા બોલવા લાગ્યા કે આવી પવિત્ર પત્નીને મેં ન ઓળખી. એ મને ઘણી વાર આ શબ્દ કહેતી હતી પણ મેં એની વાત કદી સાંભળી નહિ. મેં એની વાત માની હોત તો મારી આ દશા ન આવત! આટલું બોલતા શેઠ ધરતી ઉપર ઢળી પડ્યા ને ત્યાં મૃત્યુ પામ્યા. છતાં અંતે અને એટલું સમજાઈ ગયું કે ધર્મનું પરિણામ સુખ અને પાપનું પરિણામ દુખ છે.
મારા બંધુઓ ! આના ઉપરથી એક વાત સમજી લેવાની છે કે જીવ ખાલી હાથે