SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ શારદા સાગર કરી છે તે આ ભવમાં ઉગીને તૈયાર થઈ છે. તેના ફળ ભેગવતી વખતે શા માટે સંતાપ કરે છે? આ જ્ઞાનીઓની સમજણ હતી. ત્યારે આપણે દશા કેવી છે? - મજબૂત લાકડાની ગાંઠ ચીરવા માટે યુવાન પુરૂષનું બળ અને તીણ કુડાડો જોઈએ તેમ અનાદિકાળના કર્મની મજબૂત ગાંઠને ચીરવા માટે પણ આત્મબળ અને જમ્બર પુરૂષાર્થની જરૂર છે. કેઈ મનુષ્યનું શરીર દષ્ટપૃષ્ટ છે પણ આત્મબળ ન હોય તે શા કામનું? કેઈનું શરીર તદન પાતળું હોય પણ તેનું આત્મબળ મજબૂત હોય તે એ સાધના કરી શકે છે. આજે મહિનાના ઘરને પવિત્ર દિવસ તે આપણને શું સંદેશ આપે છે – संबुज्झह किं न बुज्झह, संबोही खलु पेच दुल्लहा । नो हुवणमन्ति राइओ, नो सुलभं पुणरवि जीवियं ॥ સૂય. . અ. ૨, ઉ. ૧, ગાથા ૧. મહાન પુરૂષ કહે છે તે આત્મા ! તું ક્યાં સુધી પરભાવમાં પડી રહીશ? આ નાશવંત પદાર્થોને પ્રેમ કરવા જેવું નથી. તું જેને પોતાનું માને છે કે જેને મેળવવા માટે જીવ દોડાદોડી કરે છે તે સુખ અધુવ છે, અશાશ્વત છે. તે ત્રણ કાળમાં પણ ટકવાનું નથી. માટે જ્ઞાનીઓ કહે છે જાગે, સમજે ને બુઝે. આ રૂડે મનુષ્યભવ મળે છે તેમાં સમ્યકત્વ રત્નની પ્રાપ્તિ કરી લે. કારણ કે એ રત્નની પ્રાપ્તિ મનુષ્યભવ સિવાય બીજે થવી દુર્લભ છે. અને જે રાત્રી અને દિવસે જાય છે તે ફરીને પાછા આવતા નથી. માટે પ્રમાદ છોડીને જાગૃત બને. આજના દિવસનું નામ મહિનાનું ઘર છે. ધર એટલે પકડવું, ધર શબ્દ એક મહિનામાં કેટલી વખત આવશે. તે જાણે છે ને? આજથી પંદરમે દિવસે પંદરનું ધર, ત્રીજુ અઠ્ઠાઈધર અને ચેશું તેલાધર. આ ચારે ધર આપણને જાગૃત બનાવવા ને પ્રમાદ છેડાવવા આવે છે, આપણે આજથી જાગૃત બનવાનું છે, બંધુઓ! આજથી એક મહિને સંવત્સરી પર્વ આવે છે. આપણે ગયા સંવત્સરી પર્વ પછી અત્યાર સુધીમાં જે કંઈ સાંભળ્યું, જે કંઈ વાંચ્યું ને વિચાર્યું તેને કેટલું આચરણમાં ઉતાર્યું? હજુ ન ઉતાર્યું હોય તે આ મહિનામાં આપણા જીવનમાં ઉતારી લઈએ. તો આપણે પ્રાપ્ત કરેલા જ્ઞાનની સાર્થકતા છે, તમને એમ થશે કે અમે એક મહિનામાં શું કરીએ? ભાઈઓ! તમે તે એવા હોંશિયાર છો કે એક મહિનામાં ધારે તે કરી શકે તેમ છે, જેમ કે એક માણસ બીજા માણસને એક પૈસે આપે ને કહે કે તારે આ પૈસાને દરરોજ બમણુ કરતા જવું. આજે એક પેસે છે તે કાલે બે કરવા, ત્રીજા દિવસે બેના ચાર કરવા એમ એક મહિના સુધી બમણા કરતાં કેટલી રકમ થાય? તમે એનો હિસાબ જલ્દી કરી શકે. કારણ કે તમને પૈસા બહુ વહાલા છે. જેમ એક પૈસાને દરરોજ બમણું
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy